વસુધા/આસ્તે, કુંજગલી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આસ્તે, કુંજગલી!|}} <poem> કુંજગલીમાં વાસ અમારો, ત્યાં અટકે છે નિત્ય ખટારો, સરતા સહુ સુખથી ઉદગારોઃ ::: ‘આસ્તે, કુંજગલી!’ કુંજગલનમાં વૃંદાવનની રટ રાધાને મનમોહનની, ગોપગોપી ઉર ધૂન સ્તવ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 15: Line 15:
‘કૃષ્ણ! કૃષ્ણ!’ કોકિલ ટહુકારે,
‘કૃષ્ણ! કૃષ્ણ!’ કોકિલ ટહુકારે,
ચંદ્ર ચકોર ચુમે અણસારે, ૧૦
ચંદ્ર ચકોર ચુમે અણસારે, ૧૦
મેં લવતાં છૂપા અભિસારેઃ
કૈં લવતાં છૂપા અભિસારેઃ
::: ‘આસ્તે, કુંજગલી!’
::: ‘આસ્તે, કુંજગલી!’


Line 21: Line 21:
ક્યાં રસસાગર, કયાં ઉર ઊષર?
ક્યાં રસસાગર, કયાં ઉર ઊષર?
ક્યાં મુરલીસ્વર, ક્યાં અમ આ સ્વરઃ
ક્યાં મુરલીસ્વર, ક્યાં અમ આ સ્વરઃ
::: ‘આસ્તે, કુંજગલી!'?
::: ‘આસ્તે, કુંજગલી!?


ટ્રામ રેલને પાટે પાટે,
ટ્રામ રેલને પાટે પાટે,

Latest revision as of 02:15, 18 June 2023

આસ્તે, કુંજગલી!

કુંજગલીમાં વાસ અમારો,
ત્યાં અટકે છે નિત્ય ખટારો,
સરતા સહુ સુખથી ઉદગારોઃ
‘આસ્તે, કુંજગલી!’

કુંજગલનમાં વૃંદાવનની
રટ રાધાને મનમોહનની,
ગોપગોપી ઉર ધૂન સ્તવનનીઃ
‘આસ્તે, કુંજગલી!’

‘કૃષ્ણ! કૃષ્ણ!’ કોકિલ ટહુકારે,
ચંદ્ર ચકોર ચુમે અણસારે, ૧૦
કૈં લવતાં છૂપા અભિસારેઃ
‘આસ્તે, કુંજગલી!’

ક્યાં વૃંદાવન, કયાં રણના થર?
ક્યાં રસસાગર, કયાં ઉર ઊષર?
ક્યાં મુરલીસ્વર, ક્યાં અમ આ સ્વરઃ
‘આસ્તે, કુંજગલી!’?

ટ્રામ રેલને પાટે પાટે,
મોટ૨ ઘોડાગાડી ઘાટે,
૨હું પુકારી વાટે વાટે;
‘આસ્તે, કુંજગલી!' ૨૦

શા કારણ તું નામ ધરીને,
આવી ઉભી અહીં ટોળ કરીને?
ઉર મરતું અહીં નિત્ય છળીને,
‘આસ્તે, કુંજગલી!’

આજ ચડું નવ હવે ઊતરવું,
રઝળી રવડી જગ ખૂંદી મરવું,
કદા ઊતરવા થશે ઉચરવું,
‘આસ્તે, કુંજગલી!’?