અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/મન ઉમંગ આજ ન માયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મન ઉમંગ આજ ન માયો કે ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો, મન ઉમં...")
(No difference)

Revision as of 14:37, 28 June 2021

મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો,
મન ઉમંગ આજ ન માયો
કે
નીલ નભે જઈ ઇન્દ્રધનુ બની છાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
ફૂલફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો!
મન ઉમંગ આજ ન માયો
કે
પંખીગણના કલરવ મહીં ગવાયો
મન ઉમંગ આજ ન માયો
કે
અપરિમેય લાવણ્યમયીના હિયમહીં
મધુર રાગ થઈ વાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
કોઈ કવિના ગિરા-પદ્મની
શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો.