જનાન્તિકે/સત્યાવીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સત્યાવીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} સાચો સહૃદય તો સાહિત્યનો રાજભો...")
 
(+નેવિગેશન ટૅબ)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:


{{Heading|સત્યાવીસ|સુરેશ જોષી}}
{{Heading|સત્યાવીસ|સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાચો સહૃદય તો સાહિત્યનો રાજભોગ આરોગે, માંદા માણસની પથ્યાપથ્યની ચૂંધી એને ઝાઝી ન નડે. આથી કેટલીક વાર કોઈક સ્વદેશાભિમાની કે પ્રાંતાભિમાની વકરીવિફરીને એમ કહે છે કે આપણું તો કશું તમને ગમતું નથી, પરદેશનું જોઈને મોહી પડો છો, ત્યારે એ રોષથી ખૂબ દાઝી જવાય છે. એ રોષમાં નરી ગરમી છે, પ્રકાશ જરાય નથી. આપણા સાહિત્યના ઇતિહાસને આ તબક્કે સાહિત્યના ઉત્પાદનનું પ્રાચુર્ય દેખાય છે, પણ સમૃદ્ધિ વધી નથી. ઉમાશંકર-સુન્દરમ્ના જમાનામાં કવિતા લખાતી તેથી વિશેષ કવિતા આજે લખાય છે, નવલિકાની તો વાત જ ના પૂછશો! મૂછનો દોરો સરખો ન ફૂટયો હોય તે પહેલાં ત્રણ ત્રણ નવલકથાઓ નામે ચઢાવી બેઠાં હોય એવા લેખકો ય છે. આ પરિસ્થિતિનું નિદાન વિવેચને કરવું જોઈએ. મને લાગે છે કે સાહિત્યની સાહિત્ય તરીકે સાધના આ મોટાભાગના લેખકો કરતા નથી. એમને ગોવર્ધનરામની, કેથેરીનની એન. પોર્ટરની યાદ અપાવવાનો કશો અર્થ નથી. આપણે જે લખીએ તે લખાણ બને, સાહિત્ય હમેશા ન પણ બને એટલી સાદી વાત સમજવા બેસવા જેટલી પણ ધીરજ એમનામાં નથી.
પ્રચલિત શિષ્ટસંમાન્ય નીતિની ફૂટપટ્ટીએ સીધી લીટી દોરીને સુરેખતાનો આગ્રહ રાખનારો ભદ્રલોકોનો એક વર્ગ હમેશા વિવેચનાના ક્ષેત્રમાં વગ ધરાવતો હોય છે. સુરેખતા એ એમને મન સૌથી મોટું મૂલ્ય છે. જે સુરેખ ન બને તેને શિષ્ટ સુરુચિના રબરથી ભૂંસી નાખવું પવિત્ર ફરજ છે. પણ જીવનના અક્ષાંશરેખાંશ સુરેખતાની મર્યાદા સાચવીને ચાલતા નથી. ગમે તેવી સમાન્તર સીધી રેખાઓ આખરે તો દૂર જતાં વંકાઈને ભેગી થઈ જાય છે. સીમિત છે તે જ અમુક નિશ્ચિત માપ જાળવીને ચાલી શકે છે, તમે એને દૂર સુધી પ્રસરવા દો કે તરત ઘર આંગણેનાં માપતોલને ઉલ્લંઘી જાય છે. આથી જીવનને ઉપાદાન તરીકે સ્વીકારીને સર્જક એનું રૂપાન્તર કરે ત્યારે એ metamorphosisને distortion કહીને ભાંડવાની અસહિષ્ણુતા જે લોકો બતાવે છે, તેમને જો એમની આ અસહિષ્ણુતાની વક્રતા-સુરેખતાનો અભાવ-બતાવીએ તો વળી વધારે વંકાઈ જાય! સર્જન માત્ર જીવનાલમ્બી છે, જીવનાશ્રયી છે એ તો સાચું, પણ જે આલમ્બન કે આશ્રય લે છે તે અન્તરાયરૂપ નથી બનતું. જેને અમુક વર્ગ ‘જીવન’, ‘વાસ્તવિકતા’ કહીને ઓળખાવે છે તેની સાથે પદ ગોઠવીને ચાલવાની જવાબદારી સર્જકને માથે વિવેચન ઠોકી બેસાડે ત્યારે સર્જનમાત્ર ક્રાન્તિ બની રહે એવી અનિવાર્યતા ઊભી થાય છે. જીવન સાથેનો સાહિત્યનો સમ્બન્ધ તપાસવાની પદ્ધતિની ઘટતી મીમાંસા થતી નથી. ‘જીવન’વાદીઓના કેટલાંક ગૃહીતો પડકાર્યા વિનાનાં રહી જાય છે. રિલ્કે જેવા તો એમ કહેતા હતા કે જીવનની સાર્થકતા એ સાહિત્યના ઉપાદાન લેખે પોતાને ખપાવી દે તેમાં જ રહી છે. જે સાહિત્યમાં જીવન રીતે ખપી જતું નથી તે અકૃતકાર્ય-અકૃતાર્થ બની રહે છે.
 
{{Poem2Close}}
પણ આ નવા લેખકોને શા માટે દોષ દેવો? સાહિત્યને સાધનાને બદલે વ્યવસાય બનાવી દેવાનો અપરાધ કાંઈ લોકોએ જ કર્યો છે એવું નથી. પ્રતિષ્ઠિત નવલકથા લખનારાઓ, એવું જ નથી કરી રહ્યા? વર્તમાનપત્રો ભારે ખાઉધરાં હોય છે. એઓ ઘણી વાર આખા ને આખા સર્જકોને ભરખી જાય છે. સર્જકને અઢળક દ્રવ્યનો થોથર બાઝે છે. પોતાના વૈપુલ્યની સીમામાં જ કેદ થાય છે. પોતાની જ ચરબીની કેદમાં પુરાઈને મન્દપ્રાણ બની જનાર સ્થૂળકાય વ્યક્તિના જેવી એની દશા થાય છે. આબોહવાનાં સૂક્ષ્મ પરિવર્તનો એ નોંધી શકતો નથી. આથી એ વર્તમાનને છોડીને ભૂતકાળ તરફ વળે છે જીવનને છોડીને ઇતિહાસનો આશ્રય લે છે. રૂઢિસિદ્ધ પાત્રોનું આલમ્બન લે છે. એની મૌલિકતાને ઝાઝો અવકાશ રહેતો નથી. એનું લહિયાપણું ઝાઝું લેખે લાગે છે. એના લખાણનો સરવાળો એની ચેકબૂકમાં ચાર કે પાંચ આંકડાની રકમથી મંડાય છે.


પ્રતિષ્ઠિતો આ માર્ગે વળી ચૂકે છે ત્યારે બીજું એક અનિષ્ટ ઊભું થાય છે. પોતાની નિર્બળતાનો બચાવ કરવા માટે એઓ નવા લેખકોનો દોષ કાઢી શકતા નથી, એટલું જ નહીં, કેટલીક વાર એમને સામે ચાલીને થાબડે પણ છે. ધીરસ્તત્ર ન મુહ્યતિ – આવી સ્થિતિમાં પણ ધીર રહી શકે એવા વિવેચકની ખાસ જરૂર વરતાય છે. પ્રતિષ્ઠિતોની પ્રતિષ્ઠા બરડ બની ચૂકી હોય છે ત્યારે એને ટકોર મારવાનું સાહસ કોઈ કરતું નથી. એમનો ભ્રૂભંગ ને વાણીના રોષપુરુષ કાકુ જે જીરવી શકે તે જ આવી પરિસ્થિતિમાં કશુંક કરી છૂટે.
{{HeaderNav2
{{Poem2Close}}
|previous = છવ્વીસ
|next = અઠ્યાવીસ
}}

Latest revision as of 01:42, 8 August 2023


સત્યાવીસ

સુરેશ જોષી

પ્રચલિત શિષ્ટસંમાન્ય નીતિની ફૂટપટ્ટીએ સીધી લીટી દોરીને સુરેખતાનો આગ્રહ રાખનારો ભદ્રલોકોનો એક વર્ગ હમેશા વિવેચનાના ક્ષેત્રમાં વગ ધરાવતો હોય છે. સુરેખતા એ જ એમને મન સૌથી મોટું મૂલ્ય છે. જે સુરેખ ન બને તેને શિષ્ટ સુરુચિના રબરથી ભૂંસી નાખવું એ પવિત્ર ફરજ છે. પણ જીવનના અક્ષાંશરેખાંશ સુરેખતાની મર્યાદા સાચવીને ચાલતા નથી. ગમે તેવી સમાન્તર સીધી રેખાઓ આખરે તો દૂર જતાં વંકાઈને ભેગી થઈ જાય છે. સીમિત છે તે જ અમુક નિશ્ચિત માપ જાળવીને ચાલી શકે છે, તમે એને દૂર સુધી પ્રસરવા દો કે તરત જ ઘર આંગણેનાં માપતોલને એ ઉલ્લંઘી જાય છે. આથી જીવનને ઉપાદાન તરીકે સ્વીકારીને સર્જક એનું રૂપાન્તર કરે ત્યારે એ metamorphosisને distortion કહીને ભાંડવાની અસહિષ્ણુતા જે લોકો બતાવે છે, તેમને જો એમની આ અસહિષ્ણુતાની વક્રતા-સુરેખતાનો અભાવ-બતાવીએ તો વળી વધારે વંકાઈ જાય! સર્જન માત્ર જીવનાલમ્બી છે, જીવનાશ્રયી છે એ તો સાચું, પણ જે આલમ્બન કે આશ્રય લે છે તે અન્તરાયરૂપ નથી બનતું. જેને અમુક વર્ગ ‘જીવન’, ‘વાસ્તવિકતા’ કહીને ઓળખાવે છે તેની સાથે પદ ગોઠવીને ચાલવાની જવાબદારી સર્જકને માથે વિવેચન ઠોકી બેસાડે ત્યારે સર્જનમાત્ર ક્રાન્તિ બની રહે એવી અનિવાર્યતા ઊભી થાય છે. જીવન સાથેનો સાહિત્યનો સમ્બન્ધ તપાસવાની પદ્ધતિની ઘટતી મીમાંસા થતી નથી. ‘જીવન’વાદીઓના કેટલાંક ગૃહીતો પડકાર્યા વિનાનાં રહી જાય છે. રિલ્કે જેવા તો એમ કહેતા હતા કે જીવનની સાર્થકતા એ સાહિત્યના ઉપાદાન લેખે પોતાને ખપાવી દે તેમાં જ રહી છે. જે સાહિત્યમાં જીવન આ રીતે ખપી જતું નથી તે અકૃતકાર્ય-અકૃતાર્થ બની રહે છે.