જનાન્તિકે/પાંત્રીસ: Difference between revisions

+નેવિગેશન ટૅબ
(Created page with "{{SetTitle}} {{Heading|પાંત્રીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકા...")
 
(+નેવિગેશન ટૅબ)
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકારની દાહક તીક્ષ્ણતા પ્રાપ્ત થાય છે. આનો એક લાભ છે. બીજાઓ જ્યારે નિદ્રાધૂસર દૃષ્ટિથી માંડમાંડ સૃષ્ટિને નવેસરથી ઓળખવા મથતા હોય છે, ત્યારે અનિદ્રાને કારણે પ્રાપ્ત થયેલી અક્લુષિત તીક્ષ્ણતાતી એકેએક પદાર્થને સ્પષ્ટ કોતરીને એનું રૂપ હું આસાનાથી જોઈ શકું છું. પદાર્થોનાં રૂપો કોતરવાની પ્રવૃત્તિ દરરોજ સવારે એકસરખા ઉત્સાહથી કરવી ગમે છે. સૃષ્ટિની નવી નવી ‘લીનો-કટ’ છબિ તૈયાર થતી જ રહે છે. આથી પદાર્થનું ને વ્યક્તિનું એક શુદ્ધ રૂપ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ ત્યારે એની આજુબાજુનો પરિવેશ, અન્ય વસ્તુઓ ને વ્યક્તિઓ, અવકાશ અને સમય સુદ્ધાં એની સાથે અગોચરરૂપે ભળી જઈને મૂળ રૂપને આવૃત્ત કરી દે છે. આ આવરણમાં થઈ ને જ પદાર્થો જોવાને આંખ ટેવાઈ જાયછે. પણ કોઈક વાર આ આવરણ આપણને અકળાવી મૂકે છે. સૃષ્ટિનું અનાવૃત્ત રૂપ જોવાને આંખ અધીરી બને છે. એ જ્યારે શક્ય બને છે ત્યારે જાણે ફરીથી એક નવા વિશ્વમાં આપણો જન્મ થતો હોય એવું લાગે છે.
ઘણી વાર આ અસ્થિપિંજરની અંદર પુરાઈને બેઠેલું કોઈક ક્યાંકથી કશોક અણસાર પામીને નાસી છૂટવા બધું હચમચાવી નાખે છે. કશું અકબંધ રહેતું નથી, બધું આઘું પાછું થઈ જાય છે; કેટલુંક તો એવું ક્યાંક તળિયે દબાઈ જાય છે કે ઘણી શોધાશોધ કરતાં ય હાથ નથી આવતું. મારી આ સ્થિતિ ખુલ્લી પડી જતાં પરિચિતો આશ્ચર્યથી પૂછે છે : ‘કેમ, આજકાલ શું માંડ્યું છે?’ અંદર પુરાઈને રહેલાના ઉધામા ને ઊના નિસાસા મનની આબોહવાને બદલી નાખે છે. ક્યાંય કરાર વળતો નથી. કશી જવાબદારી ઉપાડી શકાતી નથી. રજેરજ વિચારોને ખંખેરી નાખું છું. ઝરણાંને તળિયે રહેલા કાંકરાની જેમ પડ્યા રહીને કાળના પ્રવાહને ઉપરથી વહ્યે જવા દઉં છું. જીવનમાં આવતી આવી તિથિઓનો પુરુષોત્તમ માસ કેવળ મારા જ પંચાંગમાં હોય છે તેથી તો આફત ઊભી થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ચોત્રીસ
|next = છત્રીસ
}}