કૃતિકોશ/સંપાદન : અર્વાચીન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<center> {{rule|height=2px}} {{rule|height=1px}} <big>{{center|{{color|DeepSkyBlue|સંપાદન : અર્વાચીન}} }}</big> {{rule|height=1px}} {{rule|height=2px}} {|style="width:800px" |- |style="vertical-align: middle; padding: 0px;" | {{Justify| {{gap}}અર્વાચીન સાહિત્ય અંગેના ‘સંપાદન’ વિભાગમાં પણ સંપાદન/ચયનનું ફલક મોટું રહ્ય...")
(No difference)

Revision as of 06:50, 13 August 2023



સંપાદન : અર્વાચીન



અર્વાચીન સાહિત્ય અંગેના ‘સંપાદન’ વિભાગમાં પણ સંપાદન/ચયનનું ફલક મોટું રહ્યું છે : મોટો ભાગ કૃતિસંપાદનોનો. એમાં (૧) એક જ લેખકમાંથી પ્રતિનિધિ/ઉત્તમ કૃતિઓનાં ચયનો; (૨) કોઈ એક સ્વરૂપની સમગ્ર સાહિત્યકાળની કે પસંદગીના સમયખંડ (દાયકો આદિ)ની કૃતિઓ (કાવ્યો/વાર્તાઓ/એકાંકીઓ/નિબંધો/ચરિત્રલેખો/પ્રવાસનિબંધો/વિવેચનલેખો વગેરે)માંથી પ્રતિનિધિ/ઉત્તમનાં સંપાદનો. એ ઉપરાંત કૃતિ-આસ્વાદ સંપાદનો, પત્રોનાં સંપાદનો, પરિસંવાદ લેખોનાં સંપાદનો, અધ્યયનગ્રંથો, શતાબ્દી કે સ્મારક ગ્રંથો, ગ્રંથરૂપે થયેલા સામયિક-વિશેષાંકો, લેખકના અવસાન પછી અન્ય હાથે થયેલાં મરણોત્તર સંપાદન-પ્રકાશનો, સંક્ષેપો તેમજ લેખકના સમગ્ર સાહિત્યનાં સંકલિત સંપાદનો (‘ગ્રંથાવલિઓ’ આદિ) – એવું વૈવિધ્ય રહે છે.
કેટલાંક સંપાદનોમાં એકાધિક સંપાદકો પૈકી કોઈકનાં નામ ક્યાંક રહી ગયાં હોવાનો સંભવ છે. મૂળ સ્રોતમાં નામ ન મળ્યાં હોવાથી કે ‘સહસંપાદન’ એવા જ નિર્દેશો મળ્યા હોવાથી આમ બન્યું છે. એવે સ્થાને ‘(+ અન્ય)’ એવી નોંધ મૂકી છે.
આમાંનાં કેટલાંક વિશિષ્ટ સંપાદનો ‘ભાષાવિજ્ઞાન’, ‘લોકસાહિત્ય’ વિભાગોમાં પણ, કૌંસમાં ‘(સંપા.)’ એવા નિર્દેશો સાથે ફરી જોવા મળશે. અહીં કોઈ નામ આગળ ‘સંપા.’ લખવું જરૂરી ગણ્યું નથી. જરૂર જણાઈ ત્યાં સ્વરૂપનો કે કર્તાનામનો નિર્દેશ પુસ્તકનામ પછી કૌંસમાં કર્યો છે, કેટલીક વિશેષ જરૂરી વિગતો પણ એ જ રીતે કૌંસમાં દર્શાવી છે.



૧૮૫૧-૧૮૬૦
૧૮૫૯ ગુજરાતીશાળા વાચનમાળા – હોપ થિઓડોર સી.
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૯, ૭૦ પારસી ગરબાસંગ્રહ : ૧, ૨– ફરામરોઝ ખરશેદજી
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૨ નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો – ધ્રુવ/દિવેટીઆ બાળાબેન
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૨ રાસમાળા : ભા. ૨ – દવે રણછોડભાઈ ઉદયરામ (ફાર્બસ)
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૩ કાવ્યમાધુર્ય – અંજારિયા હિંમતલાલ
૧૯૦૩/૧૯૦૫ દેશભક્તિનાં કાવ્યો – અંજારિયા હિંમતલાલ
૧૯૦૮ કવિતાપ્રવેશ – અંજારિયા હિંમતલાલ
૧૯૦૮ સાહિત્ય રત્ન – ખાનસાહેબ ઈશ્વરલાલ
૧૯૦૮ બ્રહ્મર્ષિનું મનોરાજ્ય [‘વસંત’નો ગોવર્ધન સ્મારકગ્રંથ]– દેસાઈ રામમોહનરાય ‘સુમન્ત’
૧૯૦૯ સંગીતમંજરી – અંજારિયા હિંમતલાલ
૧૯૦૯ કલાપીના સંવાદો – ઓઝા રૂપશંકર – સંચિત્‌
૧૯૧૦ આસપાસ  કથાકુસુમાંજલિ – દેસાઈ વાલજી ગોવિંદજી
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૨ કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન – ઓઝા રૂપશંકર - સંચિત્‌
૧૯૧૩ મલબારીનાં કાવ્યો – ખબરદાર અરદેશર
૧૯૧૩ ગુજરાતી ગઝલિસ્તાન – ત્રિપાઠી જગન્નાથ ‘સાગર’
૧૯૧૪ ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ (નવલરામ) – ઠાકોર બલવંતરાય
૧૯૧૫ મધુબિંદુ – અંજારિયા હિંમતલાલ
૧૯૧૫૩ સાહિત્યમંજરી – ત્રિવેદી કમળાશંકર
૧૯૨૦ પદ્યસંગ્રહ – અંજારિયા હિંમતલાલ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ ગુજરાતી/ત્રિવેદી વાચનમાળા – ત્રિવેદી કમળાશંકર
૧૯૨૧, ૨૨, ૨૮ સંવાદસંગ્રહ : ભા. ૧, ૨, ૩ – શાહ ભાઈચંદ પૂજાદાસ
૧૯૨૨ ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ (નવલરામ, ત્રી.આ.) – ઠાકોર બલવંતરાય
૧૯૨૨, ૧૯૨૮ સંવાદમાળા : મણકો ૧, ૨ – શાહ ભાઈચંદ પૂજાદાસ
૧૯૨૩ ચાલણગાડી [બાળગીતો] – દવે જુગતરામ
૧૯૨૩ પંખીડાં [બાળગીતો] – દવે જુગતરામ
૧૯૨૩ ચણીબોર [બાળગીતો] – દવે જુગતરામ
૧૯૨૩ રાયણ [બાળગીતો] – દવે જુગતરામ
૧૯૨૩ કલાપીનો કેકારવ : પૂરવણી – મહેતા રમણિક
૧૯૨૩ બોટાદકરનાં કાવ્યો – ત્રિવેદી નવલરામ
૧૯૨૪ કાવ્યસમુચ્ચય : ભા. ૧, ૨ (સટીક) – પાઠક રામનારાયણ વિ.
૧૯૨૪ કાન્તમાળા [કાન્તસ્મારક ગ્રંથ] – ઠાકોર બલવંતરાય (+ અન્ય)
૧૯૨૫ ગુજરાતી વાચનમાળા – પુરાણી છોટાલાલ
૧૯૨૫ કલાપીના ૧૪૪ પત્રો – ભટ્ટ મુનિકુમાર
૧૯૨૬ ગદ્યનવનીત – ભટ્ટ વિશ્વનાથ
૧૯૨૬ કાવ્યવિનોદ [દલપત-નર્મદ યુગના કાવ્યો] – અંજારિયા હિંમતલાલ ઘ.
૧૯૨૭ ગુજરાતી સાહિત્ય પરિષદ અહેવાલ અને નિબંધસંગ્રહ : ૬, ૧૦, ૧૨ – પારેખ હીરાલાલ
૧૯૨૭ પછી સ્વ. હરિભાઈના પત્રો [મ.] – દેસાઈ હરિલાલ
૧૯૨૮ કાવ્યપરિચય : ભા. ૧, ૨ – પાઠક રામનારાયણ વિ., પારેખ નગીનદાસ
૧૯૨૮ નવલિકાસંગ્રહ : ૧ – શુક્લ રામચંદ્ર
૧૯૨૯ ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ – દવે જ્યોતીન્દ્ર
૧૯૨૯ કાવ્યસાહિત્યમીમાંસા – પાઠકજી વ્યોમેશચંદ્ર
૧૯૩૦ કાવ્યસાહિત્ય મીમાંસા – ત્રિવેદી અતિસુખશંકર
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ કલાપીની પત્રધારા – ત્રિપાઠી જગન્નાથ ‘સાગર’
૧૯૩૧ કલાપીનો કેકારવ [+ હમીરજી ગોહેલ] – ત્રિપાઠી જગન્નાથ ‘સાગર’
૧૯૩૧ ગદ્યકુસુમ – પાઠકજી વ્યોમેશચંદ્ર
૧૯૩૧, ૩૨ સાહિત્યમુકુર : ૧, ૨ – શાહ ચંદ્રવદન ચુુનીલાલ
૧૯૩૧, ૩૯ આપણી કવિતાસમૃદ્ધિ – ઠાકોર બલવંતરાય
૧૯૩૧-૩૨ ગદ્યપ્રવેશ : ૧-૨ – અંજારિયા હિંમતલાલ
૧૯૩૨ પદ્યપ્રવેશ – અંજારિયા હિંમતલાલ
૧૯૩૨ નવલિકાસંગ્રહ : ૨ – શુક્લ રામચંદ્ર
૧૯૩૨ ગાંધીવિચાર દોહન – મશરૂવાળા કિશોરલાલ ઘ.
૧૯૩૩ નર્મદ શતાબ્દીગ્રંથ – વૈદ્ય વિજયરાય
૧૯૩૩ સાહિત્યરત્ન : ભા. ૧, ૨, ૩ – વકીલ રમણલાલ
૧૯૩૫ તોલ્સ્તોયની વાર્તાઓ – શુક્લ યશવંત
૧૯૩૫ નર્મદનું મંદિર : પદ્ય વિભાગ – ભટ્ટ વિશ્વનાથ
૧૯૩૭ ગાંધીકાવ્ય સંગ્રહ – જોશી ઉમાશંકર, દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૩૭ નવલગ્રંથાવલિ (તારણ આ.)– પરીખ નરહરિ
૧૯૩૮ નર્મદનું મંદિર : ગદ્ય વિભાગ – ભટ્ટ વિશ્વનાથ
૧૯૩૯ કિશોર વાચનમાળા : ભા. ૧, ૨, ૩ – વકીલ રમણલાલ
૧૯૩૯ સિલેક્ટેડ વર્સ – વકીલ રમણલાલ
૧૯૪૦ શ્રી ફોર્બસ ગુજરાતી સભા મહોત્સવગ્રંથ – જાની અંબાલાલ
૧૯૪૦ સાહિત્યવિચાર(આ.ધ્રુવ) – જોશી ઉમાશંકર (+ અન્ય)
૧૯૪૦ જયંતી વ્યાખ્યાનો – ત્રિવેદી નવલરામ
૧૯૪૦ નિબંધમાલા [ગુજરાતી નિબંધો] – ભટ્ટ વિશ્વનાથ
૧૯૪૦, ૧૯૪૫ સાહિત્ય અને પ્રગતિ : ભા. ૧, ૨ – વ્યાસ લક્ષ્મીનારાયણ ‘સ્વપ્નસ્થ’ (+ માણેક કરસનદાસ + ? અન્ય)
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ સાહિત્યપલ્લવ – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’ , જોશી ઉમાશંકર
૧૯૪૧, ૪૨ બુદ્ધિપ્રકાશ લેખસંગ્રહ : ભા. ૧, ૨ – ત્રિવેદી નવલરામ (+ અનંતરાય રાવળ)
૧૯૪૨ શ્રી ર. વ. દેસાઈ અભિનંદનગ્રંથ – ચાવડા કિશનસિંહ
૧૯૪૨ પ્રેમાનંદ સાહિત્યસભા રજતમહોત્સવ ગ્રંથ – ચાવડા કિશનસિંહ
૧૯૪૨ અરવિંદ ઘોષના પત્રો – ચાવડા કિશનસિંહ
૧૯૪૨ ક્‌લાન્ત કવિ(બાલાશંકર) – જોશી ઉમાશંકર
૧૯૪૨ દિગ્દર્શન(આ.ધ્રુવ) – જોશી ઉમાશંકર (+ અન્ય)
૧૯૪૩ સદ્‌ગત શ્રી ચંદુભાઈના પત્રો – ઠાકોર વૈકુંંઠલાલ
૧૯૪૪ આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ – જોશી ઉમાશંકર (+ અન્ય)
૧૯૪૫ રૂબાઈયત અને બીજાં કાવ્યો (કવિ હરગોવિંદ પ્રેમશંકર) – દવે નાથાલાલ
૧૯૪૫ આસપાસ  ગુજરાતી કવિતા : ભા. ૧, ૨, ૩ – ભટ્ટ ગિરિજાશંકર
૧૯૪૬ વિચારમાધુરી [આ. ધ્રુવ] – જોશી ઉમાશંકર (+ અન્ય)
૧૯૪૬ સુભાષનાં લેખો અને પ્રવચનો – મહેતા મોહનલાલ ‘સોપાન’
૧૯૪૬ પંચોતેરમે [બ.ક. ઠાકોર] – ચાવડા કિશનસિંહ
૧૯૪૭ કાવ્યતત્ત્વવિચાર(આ. ધ્રુવ) – જોશી ઉમાશંકર (+ અન્ય)
૧૯૪૭ સૌનો લાડકવાયો[મેઘાણી વિશે] – ડગલી વાડીલાલ, યશવંત દોશી
૧૯૪૮ મૂકાત્મા બાપુ – ચોક્સી સારાભાઈ
૧૯૪૮ મણિલાલની વિચારધારા – ઠાકર ધીરુભાઈ
૧૯૪૮ આપણી શ્રેષ્ઠ નવલિકાઓ – બ્રોકર ગુલાબદાસ
૧૯૪૯ કાવ્યસૌરભ – અંજારિયા હિંમતલાલ
૧૯૪૯ મણિલાલના ત્રણ લેખો – ઠાકર ધીરુભાઈ
૧૯૪૯ દી.બ. અંબાલાલ સાકરલાલનાં ભાષણો – પરીખ નરહરિ
૧૯૪૯ ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા – મથુરાદાસ ત્રિકમજી
૧૯૫૦ સાગરની પત્રરેષા – ત્રિપાઠી યોગીન્દ્ર
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ દી. બ. કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ – મજમુદાર મંજુલાલ
૧૯૫૨ મેઘાણી સ્મૃતિગ્રંથ – જોશી ઉમાશંકર
૧૯૫૨ ગ્રંથ અને ગ્રંથકાર : ૧૦ – દવે ઈન્દ્રવદન (+ ધીરુભાઈ ઠાકર)
૧૯૫૨ ગુજરાતી નાટ્યશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ – મહેતા ધનસુખલાલ
૧૯૫૨ નવી કવિતા – વકીલ રમણલાલ (+ મનસુખલાલ ઝવેરી)
૧૯૫૨, ૫૩ વિશેષ વાચનમાળા : પુ. ૫-૬-૭ – પારેખ નગીનદાસ
૧૯૫૩ ભદ્રંભદ્ર (સંક્ષેપ) – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૫૩ કવિશ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રંથ – પાઠક રામનારાયણ વિ., જોશી રવિશંકર મ., રાવળ અનંતરાય
૧૯૫૩ નરસિંહરાવની રોજનીશી – મહેતા ધનસુખલાલ (+ બક્ષી રામપ્રસાદ)
૧૯૫૪ ગુજરાતી સાહિત્યનાં વિરહગીતો – પાઠક રમેશભાઈ
૧૯૫૫ ધૂમકેતુ વાર્તાસૌરભ : ભા. ૧, ૨ – ઠાકર ધીરુભાઈ
૧૯૫૫ જયભિખ્ખુ વાર્તાસૌરભ – ઠાકર ધીરુભાઈ
૧૯૫૫ ગોવર્ધન શતાબ્દીગ્રંથ – પંડ્યા ઉપેન્દ્ર
૧૯૫૫ વાર્તાલહરી : ભા. ૧, ૨ – પારેખ નગીનદાસ
૧૯૫૫ સાહિત્ય પાઠાવલી : ભા. ૧, ૨, ૩ – પારેખ નગીનદાસ (+ અન્ય)
૧૯૫૫ દાયકાનું યાદગાર વાચન – મેઘાણી મહેન્દ્ર
૧૯૫૫ શ્રેષ્ઠ સાહસ કથાઓ – બક્ષી જયંત
૧૯૫૬ ગદ્યરંગ – દેસાઈ વ્રજરાય, મહેતા કુંજવિહારી
૧૯૫૬ શ્રેષ્ઠ શિકારકથાઓ – બક્ષી જયંત
૧૯૫૬ ગુર્જર વાર્તાવૈભવ : ૩ [મ.] – પાઠક રામનારાયણ વિ. (+ હીરાબહેન પાઠક)
૧૯૫૭ રંગલીલા – ચંદરવાકર પુષ્કર
૧૯૫૭ આપણાં ખંડકાવ્યો – ત્રિવેદી ચિમનલાલ, ભટ્ટ ચંદ્રશંકર, ઠાકર ધીરુભાઈ
૧૯૫૭ નિરુત્તમા (બ. ક. ઠાકોર) – ત્રિવેદી હર્ષદરાય ‘પ્રાસન્નેય’
૧૯૫૭ ઉપહાર[કાન્ત અધ્યયનગ્રંથ] – દલાલ સુરેશ
૧૯૫૭ યુગ પલટાય છે – પટેલ મગનભાઈ જોઈતારામ
૧૯૫૭ મધુસંચય – વોરા કનુભાઈ
૧૯૫૭, ૫૮ સાહિત્ય સિંધુ : ભા. ૧ થી ૩ – પોપટિયા અલારખાભાઈ ‘સાલિક પોપટિયા’
૧૯૫૮ કવિનો શબ્દ [ઉમાશંકર અધ્યયનગ્રંથ] – દલાલ સુરેશ
૧૯૫૮ મણિ-બાલ શતાબ્દી ગ્રંથ – પટેલ રણજિત ‘અનામી’
૧૯૫૮ શ્રેષ્ઠ કિશોરકથાઓ – બક્ષી જયંત
૧૯૫૮ ગુજરાતનાં એકાંકી – બ્રોકર ગુલાબદાસ
૧૯૫૮ નરસિંહરાવનાં કાવ્યકુસુમ – મ્હેડ સુસ્મિતા
૧૯૫૮ શ્રેષ્ઠ હાસ્ય સાહસકથાઓ – બક્ષી જયન્ત
૧૯૫૮ શ્રેષ્ઠ કિશોર કથાઓ – બક્ષી જયન્ત
૧૯૫૯ ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યપ્રસંગો – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૫૯ તપોવન [સુંદરમ્‌ અધ્યયનગ્રંથ] – દલાલ સુરેશ
૧૯૫૯ ન્હાનાલાલ મધુકોષ– રાવળ અનંતરાય
૧૯૫૯ નરસિંહરાવની રોજનીશી – બક્ષી રામપ્રસાદ
૧૯૬૦ ગુજરાતી ટૂંકીવાર્તા – ઝવેરી મનસુખલાલ
૧૯૬૦ ગુજરાતી એકાંકીસંગ્રહ – રાવળ અનંતરાય
૧૯૬૦ આસપાસ  સત્યાગ્રહ આશ્રમનાં સંભારણાં – જોશી છગનલાલ
૧૯૬૦ આસપાસ  લગ્નગીત સૌરભ : ભા. ૧, ૨ – ઠાકર ઉમિયાશંકર
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ રવીન્દ્રની જીવનસૌરભ – કલાર્થી મુકુલભાઈ
૧૯૬૧ કાવ્યમધુ – જાડેજા દિલાવરસિંહ
૧૯૬૧ લીલાવતી જીવનકલા – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૬૧ નંદશંકર જીવનચરિત્ર – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૬૧ કાલેલકર અધ્યયનગ્રંથ[સંવર્ધિત ૨૦૦૩, ચિ.ત્રિવેદી] – જોશી
ઉમાશંકર, રાવળ અનંતરાય, દેશપાંડે પાંડુરંગ
૧૯૬૧ ઉપાયન [વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના વિવેચનો] – દેસાઈ વ્રજરાય
૧૯૬૧ ગુલઝારે શાયરી – વોરા કુલીન
૧૯૬૨ મ્હારાં સૉનેટ (બ.ક.ઠાકોર,. ૧૯૩૫)– જોશી ઉમાશંકર
૧૯૬૨ બાપુના પત્રો – જોશી છગનલાલ
૧૯૬૨ મધુવન [ગઝલો] – દવે હરીન્દ્ર
૧૯૬૨ આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ(અનુ.) – નાયક બળવંત
૧૯૬૨ આફ્રિકાની લોકકથાઓ (અનુ.) – નાયક બળવંત
૧૯૬૨ ગુલઝારે શાયરી – પુરોહિત વેણીભાઈ
૧૯૬૨ આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ – વ્યાસ ભાનુશંકર ઓધવજી
૧૯૬૨ વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ – વ્યાસ ભાનુશંકર ઓધવજી
૧૯૬૩ યુગાન્ડાની લોકકથાઓ (અનુ.) – નાયક બળવંત
૧૯૬૪ નહેરુ શું કહી ગયા? – દોશી યશંવત
૧૯૬૪ નજરાણું – પંડ્યા જમિયતરામ
૧૯૬૪ હરિસંહિતાનાં ઉપનિષદો – શુક્લ શિવશંકર
૧૯૬૪ વાઙ્‌મયવિહાર [જ્યો. દવે ષષ્ઠીપૂર્તિ] – બક્ષી રામપ્રસાદ (+ અન્ય)
૧૯૬૪-૧૯૬૯ શ્રી નવીન ડાહ્યાભાઈ [ધોળશાજી ઝવેરી]નાં નાટકો : મણકો ૧ થી ૩ –દલાલ જયંતી
૧૯૬૫ કાવ્યસુધા – જાડેજા દિલાવરસિંહ
૧૯૬૬ ધૂમકેતુનાં વાર્તારત્નો – જોશી દક્ષિણકુમાર
૧૯૬૬ ગ્રંથ અને ગ્રંથકાર : ભા. ૧૧ – ત્રિવેદી ચિમનલાલ
૧૯૬૬ સાહિત્ય પાઠાવલિ – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’ (+ અન્ય)
૧૯૬૬ સોરઠી દુહાની રમઝટ – રાયચુરા ગોકુલદાસ (+ મેરુભા ગઢવી)
૧૯૬૭ વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ (અનુ.) – નાયક બળવંત
૧૯૬૭ કાવ્યસુષમા (મનસુખલાલ ઝવેરીનાં કાવ્યો) – બ્રોકર ગુલાબદાસ (+ અન્ય)
૧૯૬૭ શ્લીલ-અશ્લીલ – ભટ્ટ વિનોદ
૧૯૬૭ ગુજરાતીમાં ગદ્ય : સ્વરૂપ અને વિકાસ – બ્રોકર ગુલાબદાસ, વોરા હિમાંશુ
૧૯૬૭ સલીબ પર લટકતો માનવી [કાવ્યો] – રેલવાણી જયંત જીવતરામ
૧૯૬૮ જવાહરની જીવનસૌરભ – કલાર્થી મુકુલભાઈ
૧૯૬૮ ગુજરાતમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન – યાજ્ઞિક અમૃતલાલ
૧૯૬૮ ગમતાં ગીતો – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’
૧૯૬૮ સંગોષ્ઠિ [લેખો] – દવે જયંતીલાલ છગનલાલ
૧૯૬૮ દી. બ. નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ – રાવળ અનંતરાય, મહેતા યશોધર
૧૯૬૮-૭૦ સાહિત્યિક નિબંધમાળા - ૧-૨ – આચાર્ય કાંતિલાલ
૧૯૬૯ કવિતાવિચાર (નરસિંહરાવ દિવટિયા) – અંજારિયા ભૃગુરાય
૧૯૬૯ પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ – ચાવડા કિશનસિંહ, ત્રિવેદી હર્ષદરાય ‘પ્રાસન્નેય’, ભગત નિરંજન
૧૯૬૯ ધૂમકેતુની સાહિત્યવિચારણા – જોશી દક્ષિણકુમાર
૧૯૬૯ ગાંધીકવિતા – ત્રિવેદી યશવંત
૧૯૬૯ ઝવેરચંદ મેઘાણી [અભ્યાસલેખો] – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૬૯, ૭૬ દિન્કી : ભા. ૧, ૨ (બ. ક. ઠાકોર) – ત્રિવેદી હર્ષદરાય ‘પ્રાસન્નેય’
૧૯૭૦ બારી બહાર (પ્રહલાદ પારેખ, ૧૯૪૦) (ત્રીજી આ.) – અંજારિયા ભૃગુરાય
૧૯૭૦ કાવ્યપરિમલ – જાડેજા દિલાવરસિંહ
૧૯૭૦ મડિયાનું મનોરાજ્ય – જોશી ઉમાશંકર, દોશી યશવંત
૧૯૭૦ ધૂમકેતુની જીવનવિચારણા – જોશી દક્ષિણકુમાર
૧૯૭૦ કરુણપ્રશસ્તિ કાવ્યો – ઠાકર ધીરુભાઈ
૧૯૭૦ જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ – દેસાઈ કુમારપાળ
૧૯૭૦ મનપસંદ નિબંધો – વૈદ્ય વિજયરાય
૧૯૭૦ સુંદરમ્‌ : કેટલાંક કાવ્યો – ભગત નિરંજન
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી – ચૌધરી રઘુવીર, બકુલ ત્રિપાઠી, વિનોદ અધ્વર્યુ
૧૯૭૧ નવોન્મેષ (કવિતા) – જોષી સુરેશ
૧૯૭૧ બ. ક. ઠાકોરની કાવ્યદ્યુતિ [કાવ્ય આસ્વાદો] – દોશી યશંવત, બ્રોકર ગુલાબદાસ
૧૯૭૧ મણિશંકર ભટ્ટ-કાંત [અભ્યાસ લેખો] – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૭૧ જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ (+ અન્ય)
૧૯૭૧ ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ – બક્ષી રામપ્રસાદ, રમણલાલ જોશી
૧૯૭૨ મેઘાણીની નવલિકાઓ – ચૌધરી રઘુવીર, યશવંત શુકલ, મહેન્દ્ર મેઘાણી
૧૯૭૨ વાર્તાની પાંખે – જોશી જગદીશ
૧૯૭૨ વાર્તાની મોજ : ભા. ૧, ૨, ૩ – જોશી જગદીશ
૧૯૭૨ ઉત્તમલાલની ગદ્યરિદ્ધિ – જોશી રમણલાલ (+ અન્ય)
૧૯૭૨ ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપસિદ્ધિ અને વિસ્તાર – દેસાઈ હેમન્ત (+ અન્ય)
૧૯૭૨ ગુજરાતની હાસ્ય ધારા – ભટ્ટ વિનોદ
૧૯૭૩ ધૂમકેતુની ભાવસૃષ્ટિ – ઓઝા મફત
૧૯૭૩ કાવ્યસુમન – જાડેજા દિલાવરસિંહ
૧૯૭૩ હું તો નિત્ય પ્રવાસી – જોશી જગદીશ
૧૯૭૩ વાર્તા રે વાર્તા : ભા. ૧, ૨, ૩ – જોશી જગદીશ
૧૯૭૩ સ્વાતંત્ર્યોત્તર કવિતા – ત્રિવેદી યશવંત
૧૯૭૩ બૃહદ ગુજરાતી કાવ્યપરિચય : ભા. ૧, ૨ – પટેલ મોહનભાઈ શંકરભાઈ, શેઠ ચંદ્રકાન્ત
૧૯૭૩ બૃહદ ગુજરાતી ગદ્યપરિચય : ભા. ૧, ૨ – પટેલ મોહનભાઈ શંકરભાઈ, શેઠ ચંદ્રકાન્ત
૧૯૭૩ વાગ્વ્યાપાર અને વાગ્છટા – પટેલ મોહનભાઈ શંકરભાઈ
૧૯૭૩ સાહિત્ય આસ્વાદ – પાઠક હીરા રામનારાયણ
૧૯૭૩ રમણભાઈ નીલકંઠ [અભ્યાસ લેખો] – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૭૩ કાન્તા [અભ્યાસ લેખો] – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૭૩ ઉમાશંકરની વાર્તાઓ – શુક્લ યશવંત
૧૯૭૩ ગુજરાતી કાવ્યસંગ્રહ – શુક્લ યશવંત, મહેતા ચંદ્રકાન્ત
૧૯૭૩, ૭૬, ૭૮, ૮૧ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧થી૪ – જોશી ઉમાશંકર, રાવળ અનંતરાય, શુક્લ યશવંત, (સહસંપાદક) ત્રિવેદી ચિમનલાલ
૧૯૭૪ આકંઠ – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’
૧૯૭૪ નિરુદ્દેશે (રાજેન્દ્ર શાહનાં કાવ્યો) – પારેખ જયંત
૧૯૭૪ પતીલનાં ચૂટેલાં કાવ્યો – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૭૪ સંવાદ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ (+ અન્ય)
૧૯૭૪ ગઝલ ઉસને છેડી – મોદી મનહર
૧૯૭૪ કલાપીનો કાવ્યકલાપ [ચયન] – રાવળ અનંતરાય
૧૯૭૪ નટુભાઈનાં બાળગીતો – શુક્લ જયંત
૧૯૭૪ હીરાને પત્રો – દીક્ષિત કૃષ્ણવીર (એચ.ટી.પારેખના પત્રો)
૧૯૭૪ નાટક વિશે દલાલ – શર્મા રાધેશ્યામ, બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૭૪, ૭૫ આપણો કવિતા વૈભવ : ભા. ૧, ૨ (+ વિવેચન) – ઝવેરી મનસુખલાલ
૧૯૭૫ શ્રીધરાણી અને પ્રહ્‌લાદનાં કાવ્યો[ચયન] – અંજારિયા ભૃગુરાય
૧૯૭૫ -અને સાહિત્ય [સાહિત્ય અને વિદ્યાકલાઓ] – ત્રિવેદી યશવંત
૧૯૭૫ સહવાસ [બાલમુકુન્દ દવે, વેણીભાઈ પુરોહિતમાંથી ચયન] – દલાલ સુરેશ
૧૯૭૫ સવ્યસાચી સરદાર – દોશી યશંવત
૧૯૭૫ કેસૂડાં : ગુજરાતી વાર્તાઓ – બક્ષી લલિતકુમાર (+ અન્ય)
૧૯૭૫ સુદામાચરિત્ર [અભ્યાસલેખો] – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૭૫ વાર્તાકેસૂડાં – મહેતા જ્યંતીલાલ
૧૯૭૫ નવી વાર્તા – શર્મા રાધેશ્યામ
૧૯૭૫ સુરેશ જોશીથી સત્યજિત શર્મા [ટૂંકીવાર્તા] – શાહ સુમન
૧૯૭૫ ગુજરાતી વાર્તાઓ – શુક્લ યશવંત
૧૯૭૫ જગતની શ્રેષ્ઠ નવલકથાઓ – મહેતા દીપક
૧૯૭૫ કલાપીદર્શન – શાહ ધનવંત
૧૯૭૫ સંદર્ભ[વિવિધ વિષયો પર અભ્યાસલેખો] – કોઠારી જયંત, ત્રિવેદી ચિમનલાલ
૧૯૭૬ નિબંધ અને ગુજરાતી નિબંધ – કોઠારી જયંત
૧૯૭૬ ગીત – ગોસ્વામી રમણભારથી, ‘દફન વિસનગરી’
૧૯૭૬ આપણાં ઊર્મિકાવ્યો – ઝવેરી મનસુખલાલ
૧૯૭૬ કલાપીના સંવાદો – ઠાકર ભરતકુમાર
૧૯૭૬ સુંદરમ્‌નાં કાવ્યો – ત્રિવેદી જયેન્દ્ર
૧૯૭૬ પેટલીકર : શીલ અને શબ્દ – ત્રિવેદી રમેશચંદ્ર મં.
૧૯૭૬ સાબરમતી [પ્રયોગશીલ એકાંકીઓ] – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’, શાહ રમેશ
૧૯૭૬ કાવ્યકેસૂડાં – મહેતા જ્યંતીલાલ
૧૯૭૬ કવિપ્રિય કવિતા – મહેતા જયા
૧૯૭૬ ધંધાદારી ગુજરાતી રંગભૂમિનાં નાટકોનાં ગીતો – માસ્તર ધર્મેન્દ્ર
૧૯૭૬ મૂછાળી મા (ગિજુભાઈની બાળવાર્તાઓ) – શુક્લ જયંતભાઈ
૧૯૭૬ ડોલરરાય માંકડ : જીવન અને સર્જન – પંડ્યા ઉપેન્દ્ર
૧૯૭૬ વિવિધા (પેટલીકર ષષ્ટીપૂર્તિગ્રંથ) – જશવંત શેખડીવાળા
૧૯૭૭ ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા – કોઠારી જયંત
૧૯૭૭ ગઝલનું નવું ગગન – કોઠારી મધુ
૧૯૭૭ બકુલેશની વાર્તાઓ – મહેશ દવે
૧૯૭૭ પત્રાલાપ – ચોક્સી સારાભાઈ (મોરારજી દેસાઈ)
૧૯૭૭ શીલ અને શબ્દ [પેટલીકર વિશે] – જાડેજા દિલાવરસિંહ
૧૯૭૭ નાટ્યચર્ચા – ડણાક સતીશ
૧૯૭૭ ગુજરાતી વાર્તાઓ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ (+ અન્ય)
૧૯૭૭ ઍબ્સર્ડ [અભ્યાસ લેખો] – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૭૭ ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ – શુક્લ રમેશ
૧૯૭૭ શરદચંદ્ર જન્મશતાબ્દી ગ્રંથ – જોશી ઉમાશંકર (+ અન્ય)
૧૯૭૭ ધરતીની આરતી (સ્વામી આનંદ) – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૭૮ ગુંજન – ગોસ્વામી રમણભારથી, ‘દફન વિસનગરી’
૧૯૭૮ ગઝલનું નવું ગગન – ડણાક સતીશ
૧૯૭૮ વગડાનો શ્વાસ [જયંત પાઠક] – દલાલ સુરેશ
૧૯૭૮ નગર વસે છે (કવિતાસંચય) – પાઠક હરિકૃષ્ણ
૧૯૭૮ અધીત બે [અધ્યાપકસંઘ વક્તવ્યો] – કોઠારી જયંત, પટેલ સોમાભાઈ
૧૯૭૮ હાસ્યાયન – ભટ્ટ વિનોદ
૧૯૭૮ ગુજરાતી રંગભૂમિ સવા શતાબ્દી મહોત્સવ સ્મરણિકા – શેઠ રજનીકાંત
૧૯૭૮ ન્હાનાલાલ શતાબ્દીગ્રંથ – રાવળ અનંતરાય (+ અન્ય?)
૧૯૭૮ આદિવાસી લોકનૃત્યો – તડવી શંકરભાઈ સો.
૧૯૭૯ વાહ ભૈ વાહ – આચાર્ય રમેશ
૧૯૭૯ આજ અને આવતીકાલ – કાંટાવાળા કંચનલાલ
૧૯૭૯ શ્રી મનઃસુખરામ જીવનકવન – કાંટાવાળા કંચનલાલ
૧૯૭૯ મોનો-ઈમેજ-૭૯ – કોઠારી મધુ
૧૯૭૯ સવારના સૂરજને પૂછો – ગોહિલ મહેન્દ્ર (+ અન્ય)
૧૯૭૯ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ બાળવાર્તાઓ : ભા. ૧ થી ૪ – પટેલ હિંમતલાલ
૧૯૭૯ સ્વામી વિવેકાનંદનાં કાવ્યો – પંડ્યા ભાનુપ્રસાદ
૧૯૭૯ અધીત ત્રણ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – કોઠારી જયંત, પટેલ સોમાભાઈ
૧૯૭૯ હીરાને વધુ પત્રો(એચ.ટી. પારેખના પત્રો) – દીક્ષિત કૃષ્ણવીર
૧૯૮૦ એકાંકી અને ગુજરાતી એકાંકી – કોઠારી જયંત
૧૯૮૦ અમલપિયાલી [મકરંદ દવેનાં કાવ્યો] – દલાલ સુરેશ
૧૯૮૦ વાર્તાવિશ્વ – મહેતા જયા (+ અન્ય)
૧૯૮૦ સાહિત્યિક વાદ – યાજ્ઞિક અમૃતલાલ
૧૯૮૦ રવિ-દ્યુતિ [રવિશંકર જોશીના વિવેચનલેખો] – દવે ઈશ્વરલાલ
૧૯૮૦ ગમી તે ગઝલ – મોદી મનહર (+ અન્ય)
૧૯૭૯ અધીત ચાર [અધ્યાપકસંઘ વક્તવ્યો] – કોઠારી જયંત, પટેલ સોમાભાઈ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ – જાડેજા દિલાવરસિંહ
૧૯૮૧ ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન – જોષી સુરેશ
૧૯૮૧ કાલેલકર ગ્રંથાવલિ – ત્રિવેદી ચિમનલાલ (+ અન્ય)
૧૯૮૧ અધીત : પાંચ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – કોઠારી જયંત, પટેલ સોમાભાઈ, દવે વસંતરાય
૧૯૮૧ અસમિયા ગુજરાતી કવિતા – પટેલ ભોળાભાઈ
૧૯૮૧ કાશ્મલનનો સાહિત્યસંપુટ – પંડ્યા ઉપેન્દ્ર
૧૯૮૧ કાવ્યસંચય : ભા. ૩ – પાઠક જયંત, પાઠક હીરા રા.
૧૯૮૧ સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૮૧ સાહિત્યચર્ચા [ગુજરાતી વિવેચકોના લેખો] – રાવળ અનંતરાય
૧૯૮૧ માતૃદર્શન – શેઠ ચંદ્રકાન્ત
૧૯૮૧ પ્રથમ મૌલિક વાર્તાઓ – પટેલ સાંકળચંદ
૧૯૮૧ શ્રી કે. કા. શાસ્ત્રી : ગ્વાલ ગ્રંથ – પલાણ નરોત્તમ
૧૯૮૧ મેઘાણી સંદર્ભ – વાઘેલા નવલસિંહ
૧૯૮૧ ભારતીય ભાષાની પહેલી વાર્તાઓ – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૮૧ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ભા. ૪ – જોશી ઉમાશંકર (+ અન્ય, પરિષદ પ્રકાશન) [૧ : ૧૯૭૩]
૧૯૮૧ પ્રતિભા અને પ્રતિભાવ [કાવ્યાસ્વાદો] – જોશી ઉમાશંકર
૧૯૮૧-૮૯ શ્રેષ્ઠ હાસ્યરચનાઓ – ભટ્ટ વિનોદ
૧૯૮૨ ગઝલની આસપાસ – કોઠારી મધુ
૧૯૮૨ માઈક્રોવેવ – જોશી મુકુન્દરાય
૧૯૮૨ અધીત : છ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – દવે વસંતરાય, શેઠ ચંદ્રકાન્ત, પટેલ સોમાભાઈ
૧૯૮૨ ગદ્યસંચય : ૧ – પટેલ પ્રમોદકુમાર, પંડ્યા ઉપેન્દ્ર
૧૯૮૨ ગદ્યસંચય : ૨ – શુક્લ યશવંત, દરજી પ્રવીણ
૧૯૮૨ ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો – પટેલ ભોળાભાઈ
૧૯૮૨ પ્રેમાનંદકૃત કુંવરબાઈનું મામેરું [અભ્યાસ લેખો] – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૮૨ આઠમા દાયકાની કવિતા – શાહ સુમન
૧૯૮૨ સાહિત્યિકવાદ – ત્રિવેદી યશવંત
૧૯૮૨ માનીતી અણમાનીતી (સુરેશ જોષીની વાર્તાઓ) – પંચાલ શિરીષ
૧૯૮૨ કુસુમરજ (કાન્તશતાબ્દીગ્રંથ) – અંજારિયા ભૃગુરાય (+ યશવંત દોશી)
૧૯૮૨ ગાંધીજીનો અક્ષરદેહ (૩૦ ગ્રંથો) – પારેખ નગીનદાસ
૧૯૮૩ ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ – અધ્વર્યુ વિનોદ
૧૯૮૩ ગઝલની આસપાસ – આચાર્ય રમેશ
૧૯૮૩ નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય – ચૌધરી રઘુવીર, દવે પ્રતિભા
૧૯૮૩ ગોવર્ધન પ્રતિભા – જોશી રમણલાલ, જોશી પુરુરાજ
૧૯૮૩ ગુજરાતી ઊર્મિકાવ્યો – પાઠક જયંત, પાઠક રમણ
૧૯૮૩ સાત મહાકાવ્યો – પરીખ ધીરુ
૧૯૮૩ નર્મદાની યશોગાથા – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૮૩ અધીત : સાત [અધ્યાપકસંઘ વક્તવ્યો] – ગાડીત જયંત, સોની રમણ, દવે વસંતરાય
૧૯૮૩-૯૭ માતૃવંદના : ભા. ૧ થી ૨ – મહેતા દીપક
૧૯૮૪ સુવર્ણ કેસૂડાં - એકાંકી – અધ્વર્યુ વિનોદ
૧૯૮૪ જાનન્તિ યે કિમપિ (વિવેચન) – જોષી સુરેશ
૧૯૮૪ ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ – દરજી પ્રવીણ
૧૯૮૪ દર્શક : અધ્યયનગ્રંથ– દવે રમેશ ર.
૧૯૮૪ વેડછીનો વડલો – દેસાઈ નારાયણ (+ કાન્તિ શાહ)
૧૯૮૪ સાહિત્યદિવાકર નરસિંહરાવ – દેસાઈ સુધીર, દેસાઈ કુરંગી
૧૯૮૪ પંચ મહાકાવ્યો – પરીખ ધીરુ
૧૯૮૪ શબ્દયોગ [સુંદરમ્‌ અધ્યયન ગ્રંથ] – પંડ્યા સુધાબહેન, ઓઝા મફત
૧૯૮૪ સુવર્ણકેસૂડાં – મહેતા જ્યંતીલાલ
૧૯૮૪ ગુડ મોર્નિંગ – આચાર્ય રમેશ ‘રવિ સુત’
૧૯૮૪ તાન્કા – આચાર્ય રમેશ ‘રવિ સુત’
૧૯૮૪ ભાવયામિ (સુરેશ જોષીના નિબંધો) – પંચાલ શિરીષ
૧૯૮૪ બુંગિયો વાગે – મંગલમ હરીશ
૧૯૮૪ સર્જકની આંતરકથા – જોશી ઉમાશંકર
૧૯૮૪ અધીત : આઠ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – સોની રમણ, દવે રમેશ ર.
૧૯૮૪ પાલની લગ્નવિધિ – તડવી શંકરભાઈ સો.
૧૯૮૫ સગાઈ : ઈશ્વર પેટલીકર : શબ્દ અને કાર્ય – દવે રમેશ ર. (+ અન્ય)
૧૯૮૫ ગુજરાતી કથા વિશ્વ : નવલકથા – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’, વેદ નરેશ
૧૯૮૫ ગુજરાતી કથાવિશ્વ : લઘુનવલ – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’, વેદ નરેશ
૧૯૮૫ સુરખીભર્યો રવિ મૃદુ – પંડ્યા ભાનુપ્રસાદ
૧૯૮૫ સંધાન : ૧ – શાહ સુમન
૧૯૮૫ શેષ વિશેષ-૧૯૮૪ – દવે હરીશ ‘હરીશ મીનાશ્રુ’
૧૯૮૫ ગદ્ય કાવ્ય – પરીખ ધીરુ
૧૯૮૫ વિદેશિની : ભા. ૧, ૨, ૩ – જોશી સુરેશ, પારેખ જયંત
૧૯૮૫ હાસ્યમાધુરી : ભા. ૧ થી ૫ – ભટ્ટ વિનોદ
૧૯૮૫ ગુજરાતી કવિતામાં મૃત્યુ – રાવલ વિજયકૃષ્ણ
૧૯૮૫ એક મૂઠી આકાશ – લુહાર કરસનદાસ ‘નિરંકુશ’
૧૯૮૬ પ્રયોગશીલ ગુજરાતી ટૂંકીવાર્તા – ઓઝા મફત
૧૯૮૬ એકોક્તિસંચય – ઓઝા મફત
૧૯૮૬ જગભેરુ જયંતિ દલાલ – ચૌધરી રઘુવીર, દવે રમેશ, નાયક પરેશ
૧૯૮૬ જયંતિ દલાલ : અધ્યયનગ્રંથ – ચૌધરી રઘુવીર, દવે રમેશ
૧૯૮૬ અધીત : નવ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – સોની રમણ, દવે રમેશ ર.
૧૯૮૬ શેષવિશેષ ૮૫ [કવિતા] – પટેલ પ્રમોદકુમાર
૧૯૮૬ સંધાન : ૨ – શાહ સુમન
૧૯૮૬ સાબરમતી પૂછે છે – ધ્રુવ સરૂપ
૧૯૮૬ ગિજુભાઈ જીવન અને કાર્ય – પરમાર તખ્તસિંહજી
૧૯૮૬ રણની આંખમાં દરિયો – મહેતા ધીરેન્દ્ર
૧૯૮૬ સાબરમતી પૂછે છે – ધ્રુવ સરૂપ
૧૯૮૭ પંડિત યુગનું પુનર્મૂલ્યાંકન [પરિસંવાદ વક્તવ્યો] – મહેતા નીતિન
૧૯૮૭ આત્મનેપદી – શાહ સુમન
૧૯૮૭ ગુજરાતી દલિત વાર્તાઓ – પરમાર મોહન, મંગલમ્‌ હરીશ
૧૯૮૭ આપણાં ઋતુકાવ્યો – પરીખ ધીરુ
૧૯૮૭ અધીત દસ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – રાવલ વિનાયક, જાની બળવંત, મોદી મનહર
૧૯૮૭ લીલાવતી મુનશીથી હિમાંશી શેલત [વાર્તાચયન] – વૈદ્ય ભારતી
૧૯૮૭ સરસ્વતીચંદ્ર : વીસરાયેલાં વિવેચનો – કોઠારી જયંત, શાહ કાન્તિભાઈ બી.
૧૯૮૭ મેહુલો ગાજે ને માધવ નાચે – જોશી ઉમાશંકર
૧૯૮૭ ચેતોવિસ્તારની યાત્રા [દર્શકના પત્રો] – મહેતા મૃદુલા
૧૯૮૮ સંધાન : ૩, ૪ – શાહ સુમન
૧૯૮૮ લગ્ન કથા – મહેતા દીપક
૧૯૮૮ અધીત ૧૧ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – રાવલ વિનાયક, જાની બળવંત, મોદી મનહર
૧૯૮૮ ‘ક્‌લાન્ત કવિ’ અને બીજાં વિશે (ભૃગુરાય અંજારિયા) – કોઠારી જયંત, અંજારિયા સુધા
૧૯૮૯ ટી. એસ. ઍલિયટ – પરીખ ધીરુ
૧૯૮૯ સરોજ પાઠક : સંવેદન અને સર્જન – દેસાઈ અશ્વિન રણછોડજી
૧૯૮૯ અમૃત લઈ આવ્યો અવનિનું (ઉમાશંકર જોશી સંસ્મરણ ગ્રંથ) – પંડિત શહરીશ
૧૯૮૯ વિવેચનના વિવિધ અભિગમો [અધ્યાપકસંઘ વક્તવ્યો]– રાવલ વિનાયક, જાની બળવંત, મોદી મનહર
૧૯૮૯ અધીત ૧૨ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – મોદી મનહર, રાવલ વિનાયક, જાની બળવંત
૧૯૮૯ નવ લઘુ નાટકો – વ્યાસ સતીશ
૧૯૮૯ ચં. ચી. મહેતા સમગ્રનાટ્યકૃતિઓ : ૧ - ૪ – દલાલ સુરેશ
૧૯૯૦ પરિષ્કૃત ગુજરાતી વાર્તા – ઠાકોર અજિત
૧૯૯૦ લગ્ન ગીતો – રબારી મફાભાઈ ‘મફત રણેલાકર’
૧૯૯૦ અતિક્રમી તે ગઝલ – વાળા સંજુ
૧૯૯૦ અધીત ૧૩ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – મોદી મનહર, રાવલ વિનાયક, પટેલ એમ. આઈ.
૧૯૯૦, ૯૬ રા. વિ. પાઠક ગ્રંથાવલિ ૧ થી ૯ – ત્રિવેદી ચીમનલાલ, પાઠક હીરા, દલાલ સુરેશ
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ અધીત ચૌદ [અધ્યાપકસંઘ વક્તવ્યો] – રાવલ વિનાયક, મોદી મનહર, પટેલ એમ. આઈ.
૧૯૯૧ હાસ્ય પચીસી – પારેખ મધુસૂદન
૧૯૯૧ આપણા શ્રેષ્ઠ નિબંધો – મહેતા જયા
૧૯૯૧ શુક્રતારક સમા મહાદેવભાઈ – પંડ્યા જયંત
૧૯૯૨ ગુજરાતી કવિતાચયન : ૧૯૯૧ – ત્રિવેદી હર્ષદ
૧૯૯૨ સ્વાતંત્ર્યોતર ગુજરાત [વિવિધ લેખકો] – પંચાલ શિરીષ
૧૯૯૨ સુરેશ જોષી સંચય – પારેખ જયંત, પંચાલ શિરીષ
૧૯૯૨ હાસ્ય દેવાય નમઃ – પારેખ મધુસૂદન
૧૯૯૨ અધીત પંદર – રાવલ વિનાયક, ઉપાધ્યાય ઉષા, આર્ય કૃષ્ણદેવ
૧૯૯૨ વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા [મો. દ. દેસાઈ] – કોઠારી જયંત
૧૯૯૩ અનુઆધુનિકતાવાદ – ટોપીવાળા ચન્દ્રકાન્ત
૧૯૯૩ ગુજરાતી કવિતા – ઠાકર દક્ષેશકુમાર
૧૯૯૩ નિબંધ અને - – દરજી પ્રવીણ
૧૯૯૩ અધીત સોળ – પટેલ એમ. આઈ., ઉપાધ્યાય ઉષા, આર્ય કૃષ્ણદેવ, ભોગાયતા જયેશ
૧૯૯૩ ગમતાં ગાઓ ગીત – નાકરાણી હીરજીભાઈ
૧૯૯૩ શોધ નવી દિશાઓની [૯મો દાયકો] – પંચાલ શિરીષ (+ અન્ય)
૧૯૯૩ માતૃછાયા – મહેતા દીપક
૧૯૯૩ કિંશુકલય – વાળા સંજુ
૧૯૯૩ સમકાલીન ગુજરાતી વાર્તાઓ– શર્મા રાધેશ્યામ
૧૯૯૩ સંપાદનઃ ભવાઈ : તત્ત્વચર્ચા – શાહ મહેશ ચંપકલાલ (+ અન્ય)
૧૯૯૩ માવતરને ચરણે – શુક્લ વિજયાબેન ચંદ્રશંકર
૧૯૯૩ સ્વામી અને સાંઈ (પત્રો : સ્વામી આનંદ, મકરંદ દવે) – શેલત હિમાંશી
૧૯૯૩, ૯૫ નર્મકવિતા : ૧-૬ – શુક્લ રમેશ મ.
૧૯૯૪ એકાંકી સંચય : ભા.૧, ૨ – અધ્વર્યુ વિનોદ
૧૯૯૪ હલુલુલુલુ-હા-લ-રે – ઉપાધ્યાય મનસુખલાલ ‘પ્રવીણ ઉપાધ્યાય’ (+ અન્ય)
૧૯૯૪ સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌ [અભ્યાસલેખો] – કડિયા રામજીભાઈ
૧૯૯૪ ભૂપેશ અધ્વર્યુ : વ્યક્તિ અને સર્જક [વિવિધ લેખકો] – ઠાકર દક્ષેશકુમાર
૧૯૯૪ બટુભાઈ ઉમરવાડિયા સમગ્ર સાહિત્ય – પટેલ જશભાઈ જશવંતશેખડીવાળા, ઠાકોર રવીન્દ્ર
૧૯૯૪ તુલનાત્મક કાવ્યશાસ્ત્ર - કેટલાંક પરિમાણ – પટેલ ભોળાભાઈ (+ અન્ય)
૧૯૯૪ આધુનિક ગુજરાતી એકાંકીઓ – ભાયાણી ઉત્પલ
૧૯૯૪ કસુંબીનો રંગ – મેઘાણી મહેન્દ્ર
૧૯૯૪ ગોરંભો – શ્રીમાળી ચંદ્રાબહેન
૧૯૯૪ મારી હકીકત [+ પત્રો] – શુક્લ રમેશ મ.
૧૯૯૪ ગુજરાતી લોકસાહિત્યની જીવનચક્ર... રચનાઓ ૧, ૨ [લોકસાહિત્યમાળા ૧-૧૪ ચયન] – યાજ્ઞિક હસુ
૧૯૯૫ અનંત એકાન્તે – અધ્વર્યુ વિનોદ
૧૯૯૫ દલિત ગુજરાતી વાર્તા – ઠાકોર અજિત
૧૯૯૫ ગુજરાતી કવિતા ચયન : ૧૯૯૨ – દવે રમેશ ર.
૧૯૯૫ ૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ – પરમાર મોહન
૧૯૯૫ અધીત અઢાર – ઉપાધ્યાય ઉષા, આર્ય કૃષ્ણદેવ, ભોગાયતા જયેશ, શુકલ જયદેવ
૧૯૯૫ ગુજરાતી કવિતાચયન ૧૯૯૩ – ટોપીવાળા ચંદ્રકાન્ત
૧૯૯૫ ગુજરાતી મુક્ત-દીર્ઘ કવિતા – વ્યાસ સતીશ, રાવલ દીપક
૧૯૯૫ નિબંધ અને ગુજરાતી નિબંધ [સંવર્ધિત] – કોઠારી જયંત
૧૯૯૫ મા એ મા – બોરીસાગર રતિલાલ
૧૯૯૫, ૯૬ નર્મગદ્ય : ૧-૨ – શુક્લ રમેશ મ.
૧૯૯૬ કચ્છી તારી અસ્મિતા – અજાણી ઉમિયાશંકર
૧૯૯૬ ઉશનસ્‌ અધ્યયન ગ્રંથ – પટેલ લલ્લુભાઈ ભાણાભાઈ
૧૯૯૬ ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪ – પાઠક હરિકૃષ્ણ
૧૯૯૬ ઘોળી ઘોળી પ્યાલા ભરિયા – મેઘાણી મહેન્દ્ર
૧૯૯૬ નેપથ્યેથી પ્રકાશ વર્તુળમાં [સામયિક સંપાદકોની કેફિયતો] – સોની રમણ
૧૯૯૬ જોડણીકોશ વિશે ભૃગુરાય અંજારિયા – કોઠારી જયંત, અંજારિયા સુધા
૧૯૯૬ ડાંડિયો [સામયિક સમગ્ર] – શુક્લ રમેશ મ.
૧૯૯૬ કાવ્યવિનોદ (‘દલપત-નર્મદયુગનાં કાવ્યો’) – અંજારિયા હિંમતલાલ ગ.
૧૯૯૬ ગુજરાતી લોકસાહિત્યની જીવનચક્ર... કથાગીતો [લોકસાહિત્યમાળા ૧-૧૪ચયન] – યાજ્ઞિક હસુ
૧૯૯૭ શબદનો સોદાગર – જાની કનુભાઈ
૧૯૯૭ અધીત વીસ – શુકલ જયદેવ, મહેતા ભરત, ગૂર્જર જગદીશ
૧૯૯૭ સ્મરણરેખ [લેખક-કેફિયતો] – ત્રિવેદી હર્ષદ
૧૯૯૭ ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૬ – દૂધાત કિરીટ
૧૯૯૭ સ્મિત લહરી – પારેખ મધુસૂદન
૧૯૯૭ સોના નાવડી (ઝવેરચંદ મેઘાણીની સમગ્ર કવિતા) – મેઘાણી જયંત
૧૯૯૭ રઢિયાળી રાત (બૃહદ, ઝ. મેઘાણી) – મેઘાણી જયંત
૧૯૯૭ રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા [ભૃગુરાયના પત્રો] – કોઠારી જયંત, અંજારિયા સુધા
૧૯૯૮ ગઝલના દરવાજે – ઉધરાતદાર ઉમર અહમદ ‘અઝીઝ ટંકારવી’
૧૯૯૮ સંસ્કૃત સાહિત્યમાં મહાત્મા ગાંધી – જાની હર્ષદેવ ‘હર્ષદેવ માધવ’
૧૯૯૮ ગૂર્જર પ્રણય કાવ્યસંચય – જોષી યોગેશ (+ અન્ય)
૧૯૯૮ ગૂર્જર ગઝલ સંચય – જોષી યોગેશ (+ અન્ય)
૧૯૯૮ જીવનચરિત્રાત્મક નિબંધસંચય – ત્રિવેદી ચિમનલાલ, ત્રિવેદી આરતી
૧૯૯૮ સંસ્કૃત રૂપકો : ગુજરાતનું પ્રદાન – નાણાવટી રાજેન્દ્ર
૧૯૯૮ નારી સંવેદના – માત્રાવાડિયા મૃદુલા
૧૯૯૮ મેઘાણીની સમગ્ર નવલિકા : ભા. ૧, ૨ – મેઘાણી જયંત
૧૯૯૮ અંતર છવિ (મેઘાણી) – શેલત હિમાંશી
૧૯૯૮ ગુજરાતી કવિતા ચયન : ૧૯૯૫ – સોની રમણ
૧૯૯૮ કલાપી સ્મરણમૂર્તિ – કોઠારી જયંત
૧૯૯૮ લિ. હું આવું છું. [પત્રો, ઝ. મેઘાણી] – મેઘાણી વિનોદ ( સંવર્ધિત આવૃત્તિ બે ભાગમાં ૨૦૦૨, સંપા. વિનોદ મેઘાણી, હિમાંશી શેલત)
૧૯૯૮ કલાપીપત્રસંપુટ [સમગ્ર] – શુક્લ રમેશ
૧૯૯૮ ગુજરાતી કવિતા ચયન૧૯૯૬ – પલાણ નરોત્તમ
૧૯૯૮-૨૦૦૨ આનંદશંકર ધ્રુવ શ્રેેણી : ૧-૫ [સમગ્ર] – શુક્લ યશવંત, પરીખ ધીરુ, અધ્વર્યુ વિનોદ
૧૯૯૯ મેઘાણી શતાબ્દીવંદના – જાની કનુભાઈ
૧૯૯૯ ગુજરાતી નવલિકાચયન – જોષી યોગેશ
૧૯૯૯ ગઝલશતક – ત્રિવેદી હર્ષદ
૧૯૯૯ તપસીલ[લેખકો સાથે પ્રશ્નોત્તરી] – ત્રિવેદી હર્ષદ
૧૯૯૯ અનોખાં જીવનચિત્રો – બોરીસાગર રતિલાલ
૧૯૯૯ માંડી મને સાંભરે રે – મહેરિયા ચંદુ
૧૯૯૯ ચહેરા અને રસ્તો (કાવ્યો) : ઉશનસ્‌ની ઉત્તમ સોનેટ માળાઓ – સોની રમણ
૧૯૯૯ દ્વિરેફની ઉત્તમ વાર્તાઓ – સોની રમણ
૧૯૯૯ ગુજરાતી વાર્તાસંચય : ૧, ૨ – પારેખ જયંત, શિરીષ પંચાલ
૧૯૯૯ નર્મદના કાવ્યશાસ્ત્રીય ગ્રંથો – શુક્લ રમેશ મ.
૧૯૯૯ નર્મનાટ્યો અને સંવાદો (નર્મદ) – શુક્લ રમેશ મ.
૧૯૯૯ ગઝલ સુભાષિત – સંપા. મોદી મનહર
૧૯૯૯, ૨૦૦૦ દલપતરામ ગ્રંથાવલિ : ૩, ૪ [ગદ્ય સમગ્ર] – પારેખ મધુસૂદન
૧૯૯૯-૨૦૦૧ દલપતરામ ગ્રંથાવલિ : ભા. ૧ થી ૩ [સમગ્ર દલપતકાવ્ય] – ત્રિવેદી ચિમનલાલ
૧૯૯૯-૨૦૦૭ મ. ન. દ્વિવેદી સાહિત્ય શ્રેણી : ૧ થી ૮ [સમગ્ર] – ઠાકર ધીરુભાઈ
૨૦૦૦ અમર પ્રેમકથાઓ – અડાલજા વર્ષા
૨૦૦૦ પૂર્વાલાપ (ચયન) – અધ્વર્યુ વિનોદ
૨૦૦૦ ગુજરાતી કવિતાચયન : ૧૯૯૭ – દેસાઈ હેમંત
૨૦૦૦ Contemperory Gujarati short stories – જાદવ કિશોર
૨૦૦૦ અમર બાલકથાઓ : ભા. ૧, ૨ – ત્રિવેદી શ્રદ્ધા
૨૦૦૦ ૨૧મી સદીનું બાળસાહિત્ય – દેસાઈ કુમારપાળ
૨૦૦૦ ગુજરાતી દલિત સાહિત્ય – પરમાર મોહન
૨૦૦૦ જે પીડ પરાઈ જાણે રે – ભટ્ટ દિનેશ
૨૦૦૦ ગુર્જર રંગભૂમિના ઘડતરમાં શ્રી મૂળશંકર મૂલાણીનું પ્રદાન – ભટ્ટ દિનેશ
૨૦૦૦ માતૃસંહિતા – મહેતા દીપક
૨૦૦૦ સુરેશ જોષી કેટલીક નવલિકાઓ – મહેતા નીતિન
૨૦૦૦ રખે વીસરાય, ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ – માંકડઅસ્મા
૨૦૦૦ ૨૦૦૦ની ટૂંકી વાર્તાઓ – વીજળીવાળા શરીફા
૨૦૦૦ ગુર્જર એકાંકી – વ્યાસ સતીશ
૨૦૦૦ ગુજરાત વંદના – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૨૦૦૦ અમરગીતો [ગુજરાતી] – શેઠ ચંદ્રકાન્ત
૨૦૦૦ ગુજરાતી કવિતાચયન ૧૯૯૯ – ઉપાધ્યાય ઉષા