અથવા અને/લીલા ફ્લાવરવાઝવાળું સ્ટીલ લાઇફ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લીલા ફ્લાવરવાઝવાળું સ્ટીલ લાઇફ| ગુલામમોહમ્મદ શેખ}} <br> <br> <poem>...") |
(No difference)
|
Latest revision as of 00:48, 29 June 2021
લીલા ફ્લાવરવાઝવાળું સ્ટીલ લાઇફ
ગુલામમોહમ્મદ શેખ
કાગળના ફૂલ જેવો નમણો
હાથ,
સિફતથી કોરેલો, બિલ્લીની રુવાંટી જેવો નાજુક,
જ્યારે
ટેબલ પરનો કપ ધીમે રહીને ઉપાડે છે
ત્યારે
એવો તો કપના ક્રીમ રંગમાં ભળી જાય છે કે
જાણે એનો જ ભાગ ન હોય!
ટેબલ પર
કાચના વાસણ નીચે સફેદ રંગનું
બાંયના કપડાના રંગ જેવું જ
ટેબલક્લોથ
અને ટેબલની બરાબર વચ્ચે લીલુંકચ ફ્લાવરવાઝ –
– ઝેર આવા રંગનું હશે? –
અને એમાં રમતાં નારંગી ફૂલ.
માર્ચ, ૧૯૬૩
અથવા