પ્રથમ સ્નાન/રણનું સ્મરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+)
(No difference)

Revision as of 01:14, 29 August 2023

રણનું સ્મરણ


રણનું સ્મરણ, ઝાંઝવા હરણ
રણમાં આરબ-ઊંટ ને દમામ-મ્હેંકતા મરણ?
ખરતી સૂરજ રજ તે રેતી, ઊડતી રે’તી,
પડતી ક્યાંક ને કોકને ઢાંકતી, વાયરે વે’તી
રણયે ફરતું તન ને ગળે* [1] મનમાં જામતું રણ
પાતાળે બાવડે ઝપ્-ઝીંગોરા તરણ.
ફૂટતો હાથિયો થોર, લાંબી ઊંટની લાંબી દોર
ઘરમાં આવી રેતને ઊભી ગામમાં રણની કોર
ઊડતો સાંઢણી સવાર ને આભે કુંજ કલંગની હાર.
લીલાંછમ બેટ ને જલનાં ઝરણ

૭-૮-૭૧

  1. * ગળે-ગળામાં