ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/ટપુભાઈ રાતડિયા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ટપુભાઈ રાતડિયા| જયંતી દલાલ}}
{{Heading|ટપુભાઈ રાતડિયા| જયંતી દલાલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/0/01/KAURESH_TAPUBHAI_RATADIYA.mp3
}}
<br>
ટપુભાઈ  રાતડીયા • જયંતિ દલાલ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
<br>
<center>&#9724;
</center>
<hr>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 17: Line 31:
સહુથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરેઅક્ષર યાદ રહે એનો થયો. અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ.
સહુથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરેઅક્ષર યાદ રહે એનો થયો. અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ.

વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય, અને એકેએક સભા ખાસ્સી ચાર-પાંચ કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ વર્યો, પણ બધી સભાઓમાં હાજરી અપાતી નહિ એનું ભારે દુઃખ પણ થયું. એક ઇલાજ તરીકે ટપુભાઈએ પણ એ ક્રમ રાખ્યો. વક્તા સભા પતાવીને બીજી સભામાં જાય ત્યારે ટપુભાઈ એક એક સભામાંથી નીકળીને સડક માપવા માંડે અને બીજી સભામાં જાય.
વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય, અને એકેએક સભા ખાસ્સી ચાર-પાંચ કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ વધ્યો, પણ બધી સભાઓમાં હાજરી અપાતી નહિ એનું ભારે દુઃખ પણ થયું. એક ઇલાજ તરીકે ટપુભાઈએ પણ એ ક્રમ રાખ્યો. વક્તા સભા પતાવીને બીજી સભામાં જાય ત્યારે ટપુભાઈ એક એક સભામાંથી નીકળીને સડક માપવા માંડે અને બીજી સભામાં જાય.

આમાં ટપુભાઈ છાપાવાળાની નજરે ચડ્યા. ટપુભાઈ પણ એટલું જાણી ગયેલા કે આ ભાઈ છાપાવાળા છે. છાપામાં આ સભામાં જે બોલાતું તેનો હેવાલ નીકળતાં ટપુભાઈ પોતે નિયમિત પડોશીનું છાપું વાંચે. એમાં આ હેવાલ નીકળે અને એમાં ઘણું આડુંઅવળું હોય. બોલ્યા હોય તે ન હોય અને ન બોલ્યા હોય તે ગોઠવીને મૂક્યું હોય. અને ટપુભાઈનું દિલ ખાટું થાય. એમને કોઈ પક્ષ ન હતો, ન કોઈ એમનો આરાધ્ય દેવ હતો, પણ એમનાથી ખોટું સહન થતું નથી. બોલેલું ફરી જાય કે ન બોલ્યા હોય તેવું છપાય, એની એમને ભારે ચીડ ચડે.

Line 79: Line 93:
આનો તો પોતાની પાસે જવાબ ન હતો.
આનો તો પોતાની પાસે જવાબ ન હતો.

એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાઝી પડેલો તે કુંભી પાંસળીમાં કઠતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત – ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને? જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાંલ્લું કે માણસ કશુંય જોયા વિના બસ ધીબે જ રાખતું હોય અને એમાંથી બચવા જેની મળે તેની આડ લઈએ તેવું હતું. ખરું શું એની સમજણ ન પડે એ ખોટું બોલવા-કરવા જેટલું ભૂંડું નથી, પણ અજાણ્યું ને આંધળું બેય બરાબર છે ને? એવું જ આ અજ્ઞાની અને… અને ભલાભોળાનું થાય.
એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાઝી પડેલો તે કુંભી પાંસળીમાં કઠતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત – ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને? જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાંલ્લું કે માણસ કશુંય જોયા વિના બસ ઢીબે જ રાખતું હોય અને એમાંથી બચવા જેની મળે તેની આડ લઈએ તેવું હતું. ખરું શું એની સમજણ ન પડે એ ખોટું બોલવા-કરવા જેટલું ભૂંડું નથી, પણ અજાણ્યું ને આંધળું બેય બરાબર છે ને? એવું જ આ અજ્ઞાની અને… અને ભલાભોળાનું થાય.

અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાહ્યામાં ખપવાનો દુનિયાનો વહેવાર છે એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો.
અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાહ્યામાં ખપવાનો દુનિયાનો વહેવાર છે એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો.
Line 185: Line 199:
ત્યાં એને કાને પડ્યું: ‘ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રે’વા દેવો. ને’શ છે! વાણોવાણ દેખાય તો આખો દા’ડો કાગડુંય ન ફરકે! ને’શ!’
ત્યાં એને કાને પડ્યું: ‘ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રે’વા દેવો. ને’શ છે! વાણોવાણ દેખાય તો આખો દા’ડો કાગડુંય ન ફરકે! ને’શ!’

ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી ખોડંગાતાં આગળ ચાલ્યા; પગ કરતાંય મન વિશેષ ખોડંગાતું હતું.
ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી ખોડંગાતા આગળ ચાલ્યા; પગ કરતાંય મન વિશેષ ખોડંગાતું હતું.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu