ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/ધાડ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{Poem2Open}} હું ફરી પાછો બેકાર બન્યો.. ખભા પર કોથળો લઈ, કિનારે કિનારે ચાલત...")
 
(પ્રૂફ)
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ધાડ | જયંત ખત્રી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fb/Dhaad-jkhatri-kauresh.mp3
}}
<br>
ધાડ • જયંત ખત્રી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરજની
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
હું ફરી પાછો બેકાર બન્યો..
હું ફરી પાછો બેકાર બન્યો..
Line 48: Line 65:
હું ધરતી ખૂંદતો ભટક્યા કરું છું – એ મારો શોખ છે, બેકારી મારો ધંધો છે.

*
<center>*</center>

હું ઘેલાના ગામ તરફ જઈ રહ્યો હતો. આ પર્યટન દરમ્યાન આ જાકારો દેતી ધરતી પર જીવન સમાધિસ્થ થઈ બેઠું હતું. દિવસે અને રાતે આકાશની એકધારી બદલાતી કંટાળાભરી ક્રિયા અને બેફામ દોટ મૂકતો પવન – એ જ ફક્ત જીવનનાં અહીં પ્રતીક હતાં. બાકી અહીંની ધરતીનું જીવન તો મૂરઝાઈ ગયું હતું.

Line 90: Line 107:
મને ઊંઘ ન આવી…
મને ઊંઘ ન આવી…

ઘેલાની માલિકીનાં ચાર ઝૂંપડાં હતાં. એકમાં રસોડું, બીજામાં એની સ્ત્રી રહેતી, ત્રીજામાં ઘેલો રહેતો અને ચોથો મહેમાનોના ઉતારા તરીકે વપરાતો એવું મને લાગ્યું. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળના ઝાડોનું ઝુંડ હતું. બાજુના વાડામાં એક ગાય, એક ઊંટ અને બે બકરી પુરાયેલાં હતાં. વચ્ચે એક કૂવો હતો.
ઘેલાની માલિકીનાં ચાર ઝૂંપડાં હતાં. એકમાં રસોડું, બીજામાં એની સ્ત્રી રહેતી, ત્રીજામાં ઘેલો રહેતો અને ચોથો મહેમાનોના ઉતારા તરીકે વપરાતો એવું મને લાગ્યું. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળનાં ઝાડોનું ઝુંડ હતું. બાજુના વાડામાં એક ગાય, એક ઊંટ અને બે બકરી પુરાયેલાં હતાં. વચ્ચે એક કૂવો હતો.

આખાય ગામમાં બીજે કયાંય જોવા ન મળે એવું ઘેલાનું આ નિવાસસ્થાન ચીવટ અને ચોકસાઈભરી સ્વચ્છતાવાળું હતું.

Line 140: Line 157:
‘જવું છે એક જોખમ ખેડવા. પણ હું જ્યારે જોખમથી લખું છું ત્યારે જોખમ હંમેશ હારે છે, સમજ્યો? બીજું કોઈ હોત તો કહેત કે આવવું હોય તો આવ સાથે, નહિ તો રોટલો ખાઈને ચાલતી પકડ. નામર્દો માટે આ અમારી સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંયે સ્થાન નથી!’

વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતા પવનનો એક ઝાપટો અમારા ઝૂંપડામાં બારી વાટે પેઠો. સામેના ઝૂંપડાની છત પરના ઘાસમાં એ જ ઝાપટાએ એક લાંબું રૂદન કર્યુંં. ત્રીજા ઝૂંપડાની છત પરથી ચકલીઓનું એક ટોળું ચિચિયારી કરતું ઊડી ગયું અને પેલી સુંદર સ્ત્રીને પોતાનાં કીમતી વસ્ત્રો લહેરાવતી દોડતી પોતાના ઝૂંપડામાં પેસી જતી મેં જોઈ.
વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતા પવનનો એક ઝપાટો અમારા ઝૂંપડામાં બારી વાટે પેઠો. સામેના ઝૂંપડાની છત પરના ઘાસમાં એ જ ઝપાટાએ એક લાંબું રૂદન કર્યુંં. ત્રીજા ઝૂંપડાની છત પરથી ચકલીઓનું એક ટોળું ચિચિયારી કરતું ઊડી ગયું અને પેલી સુંદર સ્ત્રીને પોતાનાં કીમતી વસ્ત્રો લહેરાવતી દોડતી પોતાના ઝૂંપડામાં પેસી જતી મેં જોઈ.

*
<center>*</center>

થોડી ક્ષણો બાદ ફરી પાછી એ જ બેચેન ચૂપકી, ચીવટભરી સ્વચ્છતાવાળું, અંદરનું અંદર મલિન હોય એવો ભ્રમ પેદા કરતું એ જ વાતાવરણ…

Line 172: Line 189:
મેં એક લાંબો નિઃશ્વાસ છોડ્યો અને બીજું કશું કરવાનું નહોતું એટલે હું બારી બહાર જોઈ રહ્યો. આ સૂકી નિ:સત્ત્વ અને નિર્વીર્ય ધરતી પર પ્રકૃતિ બેફામ બનીને દુશ્મની આદરી રહી હતી અને એ વચ્ચે માનવીએ તાકાતથી જીવવાનું હતું એ વાત અત્યાર સુધી હું કેમ ભૂલી ગયો હતો. ખરેખર મારા જેવા કાયર અને નિર્બળ માટે આરામ કરવા બે ગજ ધરતીનો ટુકડો પણ અહીં નહોતો. આ પ્રદેશમાં જીવવા માટે મારી લાયકાત નહોતી.

જ્યાં પ્રકૃતિ વીફરે અને માણસ અમિત્ર બને ત્યારે કોણ જીવે અને કોણ મરે એ માત્ર જુગારની સોગઠાબાજીનો પ્રશ્ન હતો.

Line 204: Line 221:
ત્યારે નમેલા બપોર વધારે નમવા લાગ્યા.
ત્યારે નમેલા બપોર વધારે નમવા લાગ્યા.

*
<center>*</center>

ઘેલો આવી ગયો હતો.
ઘેલો આવી ગયો હતો.
Line 216: Line 233:
ઘડી વારમાં અમારું ઊંટ ગામની ભાગોળ છોડી વંટોળિયાની જેમ મેદાનમાં દોડવા લાગ્યું.
ઘડી વારમાં અમારું ઊંટ ગામની ભાગોળ છોડી વંટોળિયાની જેમ મેદાનમાં દોડવા લાગ્યું.

*
<center>*</center>

અંધારાં વીંટળાઈ વળ્યાં હતાં, ખુલ્લા મેદાનો પર વૈશાખના વાયરા વાઈ રહ્યા હતા. તાલબદ્ધ એક ગતિએ દોડ્યે જતા ઊંટ પર સવારી કરતાં મેં સ્થળ અને સમયનું ભાન ગુમાવ્યું.

Line 258: Line 275:
અને ઊંટ એ જ ગતિએ આગળ વધી રહ્યું હતું.
અને ઊંટ એ જ ગતિએ આગળ વધી રહ્યું હતું.

*
<center>*</center>

સામે ડુંગરાની ધાર સ્પષ્ટ દેખાઈ. નદી પસાર કરી એક ટેકરીની તળેટીમાં ઝીણા બળતા દીવાઓ મેં જોયા. એક મોટો ઢોળાવ ઊતરતાં ઊંટની ગતિ ધીમી પડી. સામેના ખૂણામાંથી દોડી આવતાં ત્રણચાર શિયાળવાં જારના જૂથમાં લપાઈ જતાં મેં અંધારમાં પણ જોઈ લીધાં.

Line 380: Line 397:
‘હવે તું છાની રહે તો એક વાત કરું.’ મેં શેઠની દીકરીને સંબોધીને કહ્યું ત્યારે તે બિછાનામાં બેઠી થઈ અને એણે મારી સામે જોયું. કેવા સુંદર હોઠ અને કેવા ધૂજી રહ્યા હતા!
‘હવે તું છાની રહે તો એક વાત કરું.’ મેં શેઠની દીકરીને સંબોધીને કહ્યું ત્યારે તે બિછાનામાં બેઠી થઈ અને એણે મારી સામે જોયું. કેવા સુંદર હોઠ અને કેવા ધૂજી રહ્યા હતા!

*
<center>*</center>

શેઠને ઇશારત કરી મેં આગળ બોલાવ્યા અને એ ત્રણે તરફ બંદૂક તાકી મેં કહ્યું : ‘આને ટેકો આપી ઊભો કરો.’

Line 424: Line 441:
ઘેલાનાં અંગ હવે મારા ડાબા હાથ પર લટકી રહ્યાં હતાં, એનું નીચું નમી પડેલું માથું કોઠાના મોરા પર અથડાતું હતું.
ઘેલાનાં અંગ હવે મારા ડાબા હાથ પર લટકી રહ્યાં હતાં, એનું નીચું નમી પડેલું માથું કોઠાના મોરા પર અથડાતું હતું.

*
<center>*</center>

સંશય આવે એટલાં જ માત્ર અજવાળાં પૂર્વમાં પ્રગટ્યાં હતાં ત્યારે અમે અમારા, ગામને પાદરે પહોંચ્યા.

Line 452: Line 469:
સર્વ શૃંગાર અને સર્વ વસ્ત્રોનો ત્યાગ કરી, પોતાની રંગબેરંગી નજાકતને હણી નાખી સંધ્યા રાત્રિના અંધારા બાહુઓમાં સમાઈ ગઈ, ડૂસકાં ખાવા લાગી.
સર્વ શૃંગાર અને સર્વ વસ્ત્રોનો ત્યાગ કરી, પોતાની રંગબેરંગી નજાકતને હણી નાખી સંધ્યા રાત્રિના અંધારા બાહુઓમાં સમાઈ ગઈ, ડૂસકાં ખાવા લાગી.

*
<center>*</center>

નમતા બપોર પછી ઘેલાની આંખો બંધ પડી, પછી ક્યારેય ખૂલી નહીં. ક્યારેક એકધારી મારે સામે જોઈ રહેતી મોંઘીની આંખોમાં તોફાન વિનાની રણનાં મેદાનોની ગહન મોકળાશ મેં ડોકિયું કરતી જોઈ.
નમતા બપોર પછી ઘેલાની આંખો બંધ પડી, પછી ક્યારેય ખૂલી નહીં. ક્યારેક એકધારી મારી સામે જોઈ રહેતી મોંઘીની આંખોમાં તોફાન વિનાની રણનાં મેદાનોની ગહન મોકળાશ મેં ડોકિયું કરતી જોઈ.

ભીંતને અઢેલીને બેસી રહેતાં મેં અવારનવાર બેડોળ સ્વપ્નાંવાળી ઊંઘ ચોરી લીધી, પણ પોતાના શરીરને ક્યારેય શિથિલ કર્યા વગર અમારા બન્નેની ચોકી કરતી મોંઘી આખી રાત જાગતી રહી.

Line 462: Line 479:
હું ઝાંપો બંધ કરી રહ્યો હતો ત્યારે મોંઘી દોડતી મને વિદાય આપવા આવી. એના ચહેરા પર આંસુઓ સિવાયનો રુદનનો સર્વ સરંજામ હાજર હતો અને એની આંખોની ભૂરી કીકીઓમાં વળ ખાતો એક પ્રશ્ન ઊભરાઈ રહ્યો હતો જે શું હતું તે હું સમજ્યો નહિ. આજ દિવસ સુધી વિચારું છું તોયે સમજતો નથી.

છિન્નભિન્ન કરી નાખે એવી આ બેચેનીને ટૂંકાવવા મેં ઝાંપો બંધ કર્યો અને મોંઘી તરફ પીઠ ફેરવી અને આગળ વધ્યો કે તરત જ મારી કલ્પનામાં મેં એક મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. એ પ્રાણીની ખબરદાર ચૂપકી, ધીરજ અને ઉદર પર તૂટી પડવાના પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં આજ દી સુધી ગોઠવાઈ રહ્યું.
છિન્નભિન્ન કરી નાખે એવી આ બેચેનીને ટૂંકાવવા મેં ઝાંપો બંધ કર્યો અને મોંઘી તરફ પીઠ ફેરવી અને આગળ વધ્યો કે તરત જ મારી કલ્પનામાં મેં એક મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. એ પ્રાણીની ખબરદાર ચૂપકી, ધીરજ અને ઉદર પર તૂટી પડવાના પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં આજ દિ સુધી ગોઠવાઈ રહ્યું.

બપોરે ભંયકર પવન વાવો શરૂ થયો. કાંટાળા છોડવાઓની આજુબાજુની બખોલોમાંથી નોળિયા, ઉંદર અને સાપ નાસભાગ કરી રહ્યા હતા. ધૂળના રજકણોએ ઉપર ઊંચકાઈ ઊંચકાઈ આકાશને મેલું કરી દીધું હતું.

ઉઝરડા પડેલી, ખંડિત ધરતીના દેહની મોકળાશ પર મેં ફરી મારું પ્રયાણ આદર્યું.

{{Poem2Close}}

{{Poem2Close}}
 
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/લોહીનું ટીપું|લોહીનું ટીપું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/નાગ|નાગ]]
}}

Navigation menu