ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/ધાડ: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ધાડ'''}}
{{SetTitle}}
----
{{Heading|ધાડ | જયંત ખત્રી}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fb/Dhaad-jkhatri-kauresh.mp3
}}
<br>
ધાડ • જયંત ખત્રી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરજની
<br>
<center>&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
હું ફરી પાછો બેકાર બન્યો..
હું ફરી પાછો બેકાર બન્યો..
Line 92: Line 107:
મને ઊંઘ ન આવી…
મને ઊંઘ ન આવી…

ઘેલાની માલિકીનાં ચાર ઝૂંપડાં હતાં. એકમાં રસોડું, બીજામાં એની સ્ત્રી રહેતી, ત્રીજામાં ઘેલો રહેતો અને ચોથો મહેમાનોના ઉતારા તરીકે વપરાતો એવું મને લાગ્યું. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળના ઝાડોનું ઝુંડ હતું. બાજુના વાડામાં એક ગાય, એક ઊંટ અને બે બકરી પુરાયેલાં હતાં. વચ્ચે એક કૂવો હતો.
ઘેલાની માલિકીનાં ચાર ઝૂંપડાં હતાં. એકમાં રસોડું, બીજામાં એની સ્ત્રી રહેતી, ત્રીજામાં ઘેલો રહેતો અને ચોથો મહેમાનોના ઉતારા તરીકે વપરાતો એવું મને લાગ્યું. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળનાં ઝાડોનું ઝુંડ હતું. બાજુના વાડામાં એક ગાય, એક ઊંટ અને બે બકરી પુરાયેલાં હતાં. વચ્ચે એક કૂવો હતો.

આખાય ગામમાં બીજે કયાંય જોવા ન મળે એવું ઘેલાનું આ નિવાસસ્થાન ચીવટ અને ચોકસાઈભરી સ્વચ્છતાવાળું હતું.
આખાય ગામમાં બીજે કયાંય જોવા ન મળે એવું ઘેલાનું આ નિવાસસ્થાન ચીવટ અને ચોકસાઈભરી સ્વચ્છતાવાળું હતું.
Line 142: Line 157:
‘જવું છે એક જોખમ ખેડવા. પણ હું જ્યારે જોખમથી લખું છું ત્યારે જોખમ હંમેશ હારે છે, સમજ્યો? બીજું કોઈ હોત તો કહેત કે આવવું હોય તો આવ સાથે, નહિ તો રોટલો ખાઈને ચાલતી પકડ. નામર્દો માટે આ અમારી સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંયે સ્થાન નથી!’

વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતા પવનનો એક ઝાપટો અમારા ઝૂંપડામાં બારી વાટે પેઠો. સામેના ઝૂંપડાની છત પરના ઘાસમાં એ જ ઝાપટાએ એક લાંબું રૂદન કર્યુંં. ત્રીજા ઝૂંપડાની છત પરથી ચકલીઓનું એક ટોળું ચિચિયારી કરતું ઊડી ગયું અને પેલી સુંદર સ્ત્રીને પોતાનાં કીમતી વસ્ત્રો લહેરાવતી દોડતી પોતાના ઝૂંપડામાં પેસી જતી મેં જોઈ.
વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતા પવનનો એક ઝપાટો અમારા ઝૂંપડામાં બારી વાટે પેઠો. સામેના ઝૂંપડાની છત પરના ઘાસમાં એ જ ઝપાટાએ એક લાંબું રૂદન કર્યુંં. ત્રીજા ઝૂંપડાની છત પરથી ચકલીઓનું એક ટોળું ચિચિયારી કરતું ઊડી ગયું અને પેલી સુંદર સ્ત્રીને પોતાનાં કીમતી વસ્ત્રો લહેરાવતી દોડતી પોતાના ઝૂંપડામાં પેસી જતી મેં જોઈ.

<center>*</center>
<center>*</center>
Line 456: Line 471:
<center>*</center>
<center>*</center>

નમતા બપોર પછી ઘેલાની આંખો બંધ પડી, પછી ક્યારેય ખૂલી નહીં. ક્યારેક એકધારી મારે સામે જોઈ રહેતી મોંઘીની આંખોમાં તોફાન વિનાની રણનાં મેદાનોની ગહન મોકળાશ મેં ડોકિયું કરતી જોઈ.
નમતા બપોર પછી ઘેલાની આંખો બંધ પડી, પછી ક્યારેય ખૂલી નહીં. ક્યારેક એકધારી મારી સામે જોઈ રહેતી મોંઘીની આંખોમાં તોફાન વિનાની રણનાં મેદાનોની ગહન મોકળાશ મેં ડોકિયું કરતી જોઈ.

ભીંતને અઢેલીને બેસી રહેતાં મેં અવારનવાર બેડોળ સ્વપ્નાંવાળી ઊંઘ ચોરી લીધી, પણ પોતાના શરીરને ક્યારેય શિથિલ કર્યા વગર અમારા બન્નેની ચોકી કરતી મોંઘી આખી રાત જાગતી રહી.
ભીંતને અઢેલીને બેસી રહેતાં મેં અવારનવાર બેડોળ સ્વપ્નાંવાળી ઊંઘ ચોરી લીધી, પણ પોતાના શરીરને ક્યારેય શિથિલ કર્યા વગર અમારા બન્નેની ચોકી કરતી મોંઘી આખી રાત જાગતી રહી.
Line 464: Line 479:
હું ઝાંપો બંધ કરી રહ્યો હતો ત્યારે મોંઘી દોડતી મને વિદાય આપવા આવી. એના ચહેરા પર આંસુઓ સિવાયનો રુદનનો સર્વ સરંજામ હાજર હતો અને એની આંખોની ભૂરી કીકીઓમાં વળ ખાતો એક પ્રશ્ન ઊભરાઈ રહ્યો હતો જે શું હતું તે હું સમજ્યો નહિ. આજ દિવસ સુધી વિચારું છું તોયે સમજતો નથી.

છિન્નભિન્ન કરી નાખે એવી આ બેચેનીને ટૂંકાવવા મેં ઝાંપો બંધ કર્યો અને મોંઘી તરફ પીઠ ફેરવી અને આગળ વધ્યો કે તરત જ મારી કલ્પનામાં મેં એક મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. એ પ્રાણીની ખબરદાર ચૂપકી, ધીરજ અને ઉદર પર તૂટી પડવાના પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં આજ દી સુધી ગોઠવાઈ રહ્યું.
છિન્નભિન્ન કરી નાખે એવી આ બેચેનીને ટૂંકાવવા મેં ઝાંપો બંધ કર્યો અને મોંઘી તરફ પીઠ ફેરવી અને આગળ વધ્યો કે તરત જ મારી કલ્પનામાં મેં એક મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. એ પ્રાણીની ખબરદાર ચૂપકી, ધીરજ અને ઉદર પર તૂટી પડવાના પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં આજ દિ સુધી ગોઠવાઈ રહ્યું.

બપોરે ભંયકર પવન વાવો શરૂ થયો. કાંટાળા છોડવાઓની આજુબાજુની બખોલોમાંથી નોળિયા, ઉંદર અને સાપ નાસભાગ કરી રહ્યા હતા. ધૂળના રજકણોએ ઉપર ઊંચકાઈ ઊંચકાઈ આકાશને મેલું કરી દીધું હતું.
બપોરે ભંયકર પવન વાવો શરૂ થયો. કાંટાળા છોડવાઓની આજુબાજુની બખોલોમાંથી નોળિયા, ઉંદર અને સાપ નાસભાગ કરી રહ્યા હતા. ધૂળના રજકણોએ ઉપર ઊંચકાઈ ઊંચકાઈ આકાશને મેલું કરી દીધું હતું.
Line 470: Line 485:
ઉઝરડા પડેલી, ખંડિત ધરતીના દેહની મોકળાશ પર મેં ફરી મારું પ્રયાણ આદર્યું.
ઉઝરડા પડેલી, ખંડિત ધરતીના દેહની મોકળાશ પર મેં ફરી મારું પ્રયાણ આદર્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/લોહીનું ટીપું|લોહીનું ટીપું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/નાગ|નાગ]]
}}