ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/નાગ: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 60: Line 60:
કાનાની નજર મેઘજીની પાછળ પાછળ ગઈ. પછી ખુલ્લા આકાશમાં ઊંચે ચઢતી એની નજર અસ્વસ્થ બેચેનીથી ઠાલી થઈ ગઈ
કાનાની નજર મેઘજીની પાછળ પાછળ ગઈ. પછી ખુલ્લા આકાશમાં ઊંચે ચઢતી એની નજર અસ્વસ્થ બેચેનીથી ઠાલી થઈ ગઈ

બપોરના તાપમાં ચકલીઓ ધોરિયાના પાણીમાં નાહી રહી હતી. આંબલીની ઘટામાંથી નીચે ઊતરતાં અને ઉપર ચડતાં પારેવડાં ગેલ કરી રહ્યાં હતાં. કેળાંની હરોળ પર રંગબેરંગી પતંગિયાંનાં દળ ભમી રહ્યાં હતાં. આવા સુંદર બપોરે કોઈ દહાડો ન અનુભવેલી મૂંઝવણ અને બેચેનીથી કાનાનું મન દુભાઈ ગયું.
બપોરના તાપમાં ચકલીઓ ધોરિયાના પાણીમાં નાહી રહી હતી. આંબલીની ઘટામાંથી નીચે ઊતરતાં અને ઉપર ચડતાં પારેવડાં ગેલ કરી રહ્યાં હતાં. કેળની હરોળ પર રંગબેરંગી પતંગિયાંનાં દળ ભમી રહ્યાં હતાં. આવા સુંદર બપોરે કોઈ દહાડો ન અનુભવેલી મૂંઝવણ અને બેચેનીથી કાનાનું મન દુભાઈ ગયું.

દિવસો વીતવા લાગ્યા અને ઋતુઓ પોતાનો મિજાજ બદલવા લાગી.
દિવસો વીતવા લાગ્યા અને ઋતુઓ પોતાનો મિજાજ બદલવા લાગી.
Line 88: Line 88:
‘પણ ધીરી તો પડ.’ મેઘજી ઠંડી, ગલીચ સ્વસ્થતાથી કાશીની આંખોમાં જોઈ રહ્યો. ‘કંઈ વાત સાંભળીશ મારી કે તારી જ ધડ કૂટે રાખીશ?’ અને મેઘજીએ બળ કરીને કાશીને પોતા નજીક ખેંચી.
‘પણ ધીરી તો પડ.’ મેઘજી ઠંડી, ગલીચ સ્વસ્થતાથી કાશીની આંખોમાં જોઈ રહ્યો. ‘કંઈ વાત સાંભળીશ મારી કે તારી જ ધડ કૂટે રાખીશ?’ અને મેઘજીએ બળ કરીને કાશીને પોતા નજીક ખેંચી.

કાશી વાંકી વળી તરફડિયાં મારવા લાગી : ‘મેઘજી! તારે પગે પડું, મને જવા ! તારે પગે પડું – પગે પડું!’
કાશી વાંકી વળી તરફડિયાં મારવા લાગી : ‘મેઘજી! તારે પગે પડું, મને જવા દે! તારે પગે પડું – પગે પડું!’

‘કાનિયાને પગે પડને – મારે શું પગે પડે છે?’ મેઘજી દાંત ભીંસીને હસ્યો ત્યારે એના હોઠને ખૂણે ફીણોટી થૂંકનાં ટીપાં ઊપસી આવ્યાં.
‘કાનિયાને પગે પડને – મારે શું પગે પડે છે?’ મેઘજી દાંત ભીંસીને હસ્યો ત્યારે એના હોઠને ખૂણે ફીણોટી થૂંકનાં ટીપાં ઊપસી આવ્યાં.
Line 240: Line 240:
‘ના, ના!’ કહેતો મેઘજી પાછળ રહ્યો. એના હોશકોશ ઊડી ગયેલા દેખાયા : ‘ના,ના, એને મેલી દે, કાશી, એને મેલી દે!’
‘ના, ના!’ કહેતો મેઘજી પાછળ રહ્યો. એના હોશકોશ ઊડી ગયેલા દેખાયા : ‘ના,ના, એને મેલી દે, કાશી, એને મેલી દે!’

‘અરે! પણ આ તો ગલૂડિયા જેવું સાવ અપાપ છે!’ કહેતી કાશી મેઘજી તરફ આગળ વધી. પાછળ હટતાં મેઘજી ખાતરના ઢગલા પર પડ્યો. એનું મોઢું બીકથી ખૂલી ગયું. એને કપાળે પસીનાનાં ટીપાં જામ્યાં. એ ઉતાવળે ઊભો થયો અને ઝાંપા તરફ ભાગ્યો.
‘અરે! પણ આ તો ગલૂડિયા જેવો સાવ અપાપ છે!’ કહેતી કાશી મેઘજી તરફ આગળ વધી. પાછળ હટતાં મેઘજી ખાતરના ઢગલા પર પડ્યો. એનું મોઢું બીકથી ખૂલી ગયું. એને કપાળે પસીનાનાં ટીપાં જામ્યાં. એ ઉતાવળે ઊભો થયો અને ઝાંપા તરફ ભાગ્યો.

‘તું નાહકનો બીએ છે મેઘજી! અહીં આવ, તને બતાવું.’ ભાગતા મેઘજીને સંબોધતાં કાશી બોલીઃ ‘હું એને પકડી રાખું અને તું એને શરીરે હાથ ફેરવ. તારી બીક જતી રહેશે!’ પણ મેઘજી કાશીનું સાંભળવા ઊભો નહોતો રહ્યો.
‘તું નાહકનો બીએ છે મેઘજી! અહીં આવ, તને બતાવું.’ ભાગતા મેઘજીને સંબોધતાં કાશી બોલીઃ ‘હું એને પકડી રાખું અને તું એને શરીરે હાથ ફેરવ. તારી બીક જતી રહેશે!’ પણ મેઘજી કાશીનું સાંભળવા ઊભો નહોતો રહ્યો.
Line 300: Line 300:
‘શું કહ્યું તે?’
‘શું કહ્યું તે?’

‘મારે આમ નથી મરવું – નથી મરવું મારે આમ! અહીંથી હાલ્યો જઈશ, આફ્રિકા ભાગી જઈશ, પણ પણ હું સાપ કરડવાથી નહિ મરું!’ રાડારાડ કરતા, ધ્રૂજતા મેઘજીએ ઉપરની નાની ડાળીને હાથ લાંબો કરીને પકડી અને જોરથી નીચી નમાવી. સૂકાં પાંદડાં, પેટ્રોમેક્સને અજવાળે તેજનાં પતીકા બની ખરવા લાગ્યાં.
‘મારે આમ નથી મરવું – નથી મરવું મારે આમ! અહીંથી હાલ્યો જઈશ, આફ્રિકા ભાગી જઈશ, પણ પણ હું સાપ કરડવાથી નહિ મરું!’ રાડારાડ કરતા, ધ્રૂજતા મેઘજીએ ઉપરની નાની ડાળીને હાથ લાંબો કરીને પકડી અને જોરથી નીચી નમાવી. સૂકાં પાંદડાં, પેટ્રોમેક્સને અજવાળે તેજનાં પતીકાં બની ખરવા લાગ્યાં.

એમ કે?’ ગર્વથી કમર પર હાથ મૂકતાં, કાશી તુચ્છકારથી મેઘજી સામે જોતી બોલી.
એમ કે?’ ગર્વથી કમર પર હાથ મૂકતાં, કાશી તુચ્છકારથી મેઘજી સામે જોતી બોલી.
Line 338: Line 338:
કાશી જ્યાં નહાવા પડી હતી તે પ્રવાહ છેક ભેખડની બાજુમાં થઈને જતો હતો અને ત્યાં સાથળઊંડાં પાણી હતાં. સાંજ સોહામણી બની ઊતરી પડવાની તૈયારીમાં હતી. આપ્તજન નજીક આવે એમ સામેની ભેખડના ઓળા કાશી તરફ લંબાતા, એને ભેટી પડવા ચૂપકીથી આવી રહ્યા હતા. પ્રવાહના સ્વચ્છ ધોધને પોતાનાં તપ્ત અંગો પર વહેવા દઈ કાશીએ આકાશમાં જોયા કર્યું. એક શકરો શિકારની શોધમાં ઊંચે આકાશમાં ચક્કર મારી રહ્યો હતો. કાશી નહાતી હતી તે ભેખડની ટોચ પર જારના ઝાડમાં બુલબુલોનું ટોળું ગાનમાં તૂટી પડ્યું હતું. બુલબુલો, ચકલીઓ અને પારેવડાંઓ સાથે સંધ્યાની ગુલાબી લહરીઓ પણ ઊડી રહી હતી અને કાશીનાં અંગો પર નાગની પેઠે સરતો, એને પંપાળતો અને ગલગલિયાં કરતો પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો.

કાશી પ્રવાહમાં એક પથ્થર પર ઊભી થઈ. એણે ક્ષોભભર્યા કુતુહલથી પોતાનાં અંગો તરફ જોયું. ખભેથી વક્ષ પર, ત્યાંથી પેટ પર અને સાથળ પર પાણીના રેલા, નાગ જેમ વાંકાચૂકા થતા વહી જતા એણે જોયા. તરત જ એની છાતીમાં હૂંફ ધસી આવી. એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. સંકોચથી શરમાઈ કાશી વાંકી વળી ત્યાં માથાના ભીના વાળ અસંખ્ય નાગણો જેવા બાજુમાં ઝૂલી રહ્યા. કાશીના હોઠ પર એક સ્મિત વિકસ્યું. એણે હળવેથી નેતરના દાબડા તરફ, આંખને ખૂણેથી છાની નજર ફેંકી.
કાશી પ્રવાહમાં એક પથ્થર પર ઊભી થઈ. એણે ક્ષોભભર્યા કુતૂહલથી પોતાનાં અંગો તરફ જોયું. ખભેથી વક્ષ પર, ત્યાંથી પેટ પર અને સાથળ પર પાણીના રેલા, નાગ જેમ વાંકાચૂકા થતા વહી જતા એણે જોયા. તરત જ એની છાતીમાં હૂંફ ધસી આવી. એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. સંકોચથી શરમાઈ કાશી વાંકી વળી ત્યાં માથાના ભીના વાળ અસંખ્ય નાગણો જેવા બાજુમાં ઝૂલી રહ્યા. કાશીના હોઠ પર એક સ્મિત વિકસ્યું. એણે હળવેથી નેતરના દાબડા તરફ, આંખને ખૂણેથી છાની નજર ફેંકી.

પણ એ નજર, એ જ ઘડીએ છોભીલી બની. કાશી ચમકી, અને પોતાનાં કપડાં પર કૂદી.
પણ એ નજર, એ જ ઘડીએ છોભીલી બની. કાશી ચમકી, અને પોતાનાં કપડાં પર કૂદી.