ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/કમાઉ દીકરો: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''કમાઉ દીકરો'''}}
{{SetTitle}}
----
{{Heading|કમાઉ દીકરો | ચુનીલાલ મડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભેંસ ગાભણી હતી ત્યારથી જ ગલાશેઠે અઘરણિયાત વહુની જેમ એની ચાકરી કરવા માંડી હતી. શેઠને તો ઘરનાં જ ખેતરવાડી રહ્યાં એટલે ઘાસ કે નીરણ–પૂળાની તો ખેંચ ન જ હોય, પણ ઓછામાં પૂરું ખેડુસાઈ વેપારધંધો હોવાથી કપાસિયાની કમી ન હતી, વળી, ગલાશેઠને મૂળથી જ ઢોરઢાંખર ઉપર બહુ ભાવ. આ ભેંસને તો તેમણે હથેળી ઉપર જ રાખી હતી, પણ જ્યારે ભેંસ વિયાણી અને પાડીની આશા રાખી હતી, ત્યાં પાડો આવ્યો ત્યારે ગલાશેઠ સિવાયનાં સૌ માણસો નિરાશ થયાં. શેઠનેય ઘડીભર લાગ્યું તો ખરું કે આ તો દવરામણનો સવા રૂપિયો પણ માથે પડ્યો. પણ શેઠ ગમે તેવા તોય મોટા માણસ, અને એમનાં મન પણ મોટાં, એટલે પાડીને બદલે પાડો આવતાં એમણે બહુ વિમાસણ ન અનુભવી.

Line 8: Line 8:
‘પાડો તો લીલાંછમ રાડાં ને માથે બોઘરું બોઘરું છાસ પીને વર્ષની આખરે તો ક્યાંય વધી ગયો. તોય શેઠે તો કીધું કે, મારે એને પાંજરાપોળ નથી મોકલવો. એમાં અમારા ઘરની આબરૂ શી? ભલે મારા વાડામાં ભારો સાંઠા બગાડે, અમને ભગવાન દઈ રહેશે.’

પણ ન–દૂઝણિયાત ઢોરનું પાટું ખમી ખમીને કેટલાક દી ખમાય? પાડો મોટો થતો ગયો તેમ તેમ એનો આહાર પણ વધતો ગયો. સાંજ-સવાર ચાર-ચાર કોળી રાડાં પણ હવે એને ઓછાં પડવા લાગ્યાં. તુરત શેઠની આંખ ઊઘડી.
પણ ન–દૂઝણિયાત ઢોરનું પાટું ખમી ખમીને કેટલાક દિ ખમાય? પાડો મોટો થતો ગયો તેમ તેમ એનો આહાર પણ વધતો ગયો. સાંજ-સવાર ચાર-ચાર કોળી રાડાં પણ હવે એને ઓછાં પડવા લાગ્યાં. તુરત શેઠની આંખ ઊઘડી.

એક સવારે પાડાને પાંજરાપોળ મૂકવા જવા સારુ ગલાશેઠ પાદર થઈને નીકળ્યા. લખૂડો ગોવાળ પણ એક ખડાયાને ડચકારતો ડચકારતો પડખેથી પસાર થયો. ખડાયું હજી હતું તો નાનકડું, પણ જોયું હોય તો પહેલા વેતરવાળી ભગરી ભેંસ જેવું જ લાગે. રંગરૂપે પણ એવું જ. ચારેય પગ ને મોં ઉપર ધોળાંફૂલ ચકરડાં ને કપાળ વચ્ચોવચ્ચ મજાની ટીલડી. આંખ કાળી બોઝ જેવી, ને ચામડીની રુવાંટી તો મુલાયમ મખમલની જ જોઈ લ્યો! ડિલ આખું જાણે કે રૂના પોલથી જ ભર્યું છે ને હાડકું તો ક્યાંય વાપર્યું જ નથી એવું પોચું પોચું ગાભા જેવું. ભેંસ એક તો ભરાઉ ડિલવાળી ને એમાં પાછું ચડતું લોહી, એટલે આંચળ પણ ખોબામાં ન સમાય એવાં. એને જોઈને પાડાના પગમાં તો કોકે મણ મણ સીસાના ઢાળિયા ઢાળી દીધા હોય એમ એ રણકીને ઊભો રહ્યો. લખૂડાએ પાડાને ડચકારા કરી જોયા, પણ સાંભળે જ કોણ? પૂંછડું ઊંબેળ્યું, પણ ખસે એ જ બીજા!

Line 66: Line 66:
લખૂડો જીવનની ધન્યતા અનુભવી રહ્યો. રાણા ઉપર – એક દિવસ મહાજનવાડે પુરાવા જતાં એક અનાથ પાડરડા ઉપર – પોતે લીધેલી મહેનત લેખે લાગી હતી. પોતાના પુત્ર રાણાને પણ એની મા સુવાવડમાંથી જ મા-વિહોણો કરીને ચાલી નીકળી હતી. લખૂડાએ એ બાળકનાં બાળોતિયાં ધોઈને એની માનું સ્થાન લીધું હતું. નમાયા છોકરાને પોતે વીસ વર્ષનો જુવાનજોધ બનાવ્યો, પણ અદેખું કોગળિયું એની જુવાની ન સાંખી શક્યું. લખૂડાના પિતૃવાત્સલ્યની અભંગ ધારા નીચે પુત્રની જગ્યાએ આ પ્રાણી આવીને ઊભું અને આંખ ઉઘાડતાં વારમાં તો એણે પુત્રની ખોટ વિસારે પાડી દીધી. આજે આ કમાઉ દીકરાએ એને પાંચ પૈસાનો ધણી બનાવ્યો હતો અને જાતી જિંદગીએ સુખનો રોટલો અપાવ્યો હતો.

તે દિવસે સનાળીના ગામપટેલ પંડે જ પોતાની ભગરી ભેંસ લઈને રાણા પાસે દવરાવવા આવ્યા ત્યારે લખૂડાના હર્ષનો પાર ન રહ્યો. ગલાશેઠને ખબર પડી ત્યારે તેમને પણ આનંદ થયો, પણ તેમનો આનંદ લખૂડાના આનંદથી જુદી જાતનો હતો. તેમને થયું કે ગામપટેલ જેવા ખમતીધર માણસ પાસેથી પાવલું–આઠ આના વધારે મળે તો સારું! પટેલ તેમની ભેંસ સાથે પાદરની એક હોટલ પાસે ઊભા હતા. તેમણે લખૂડાને કહેવરાવ્યું એટલે લખૂડો તો રાણાને દોરતો, કોઈ શહેનશાહી મલપતી ચાલે આવ્યો. પટેલની ભેંસ અવેડા પાસે ઊભી રાખી હતી, એટલે રાણો તો સીધો એ તરફ જ દોડવા જતો હતોપણ લખૂડાએ ચેતી જઈને એની નાકર પગના તોડા સાથે બાંધી દીધી. તુરત રાણો સાવ સોજો થઈને ઊભો રહ્યો. ન તો એ ડગલું આગળ ચાલી શકે, ન એક તસુ પાછો હઠી શકે. રાણાની નાકર બંધાયા પછી જ બીકણ છોકરાં ઓરાં આવવાની હિંમત કરી શક્યાં; કારણ કે આમ આડે દિવસેય રાણાને છુટ્ટી નાકરે આડા ઊતરવાનું જોખમ કોઈ ન ખેડતું, ત્યાં તો આવા દવરાવવા ટાણે – જ્યારે હાથણી જેવી ભેંસ નજર સામે ઊભી હોય ત્યારે – રાણાની આંખ સામે મીટ માંડવાની પણ કોની છાતી ચાલે?
તે દિવસે સનાળીના ગામપટેલ પંડે જ પોતાની ભગરી ભેંસ લઈને રાણા પાસે દવરાવવા આવ્યા ત્યારે લખૂડાના હર્ષનો પાર ન રહ્યો. ગલાશેઠને ખબર પડી ત્યારે તેમને પણ આનંદ થયો, પણ તેમનો આનંદ લખૂડાના આનંદથી જુદી જાતનો હતો. તેમને થયું કે ગામપટેલ જેવા ખમતીધર માણસ પાસેથી પાવલું–આઠ આના વધારે મળે તો સારું! પટેલ તેમની ભેંસ સાથે પાદરની એક હોટલ પાસે ઊભા હતા. તેમણે લખૂડાને કહેવરાવ્યું એટલે લખૂડો તો રાણાને દોરતો, કોઈ શહેનશાહી મલપતી ચાલે આવ્યો. પટેલની ભેંસ અવેડા પાસે ઊભી રાખી હતી, એટલે રાણો તો સીધો એ તરફ જ દોડવા જતો હતો પણ લખૂડાએ ચેતી જઈને એની નાકર પગના તોડા સાથે બાંધી દીધી. તુરત રાણો સાવ સોજો થઈને ઊભો રહ્યો. ન તો એ ડગલું આગળ ચાલી શકે, ન એક તસુ પાછો હઠી શકે. રાણાની નાકર બંધાયા પછી જ બીકણ છોકરાં ઓરાં આવવાની હિંમત કરી શક્યાં; કારણ કે આમ આડે દિવસેય રાણાને છુટ્ટી નાકરે આડા ઊતરવાનું જોખમ કોઈ ન ખેડતું, ત્યાં તો આવા દવરાવવા ટાણે – જ્યારે હાથણી જેવી ભેંસ નજર સામે ઊભી હોય ત્યારે – રાણાની આંખ સામે મીટ માંડવાની પણ કોની છાતી ચાલે?

સૌની ધારણા એવી હતી કે વહેલામાં વહેલી રોંઢા ટાણે ભેંસ દવરાવાશે, અને બન્યું પણ એમ જ. રોંઢા નમતાં રાણો બરોબર તૈયાર થઈ ગયો હતો.

Line 120: Line 120:
[‘ઘૂઘવતાં પૂર’]
[‘ઘૂઘવતાં પૂર’]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/ચંપો ને કેળ|ચંપો ને કેળ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/થીગડું|થીગડું]]
}}

Navigation menu