ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહમ્મદ માંકડ/તપ: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 4: Line 4:
પ્રતાપગઢની સીમમાં ભરવાડ અને કોળી વચ્ચે ધીંગાણું થયું અને બે ભરવાડની લાશો ઢળી ગઈ ત્યારે દિવાળીને ગયે હજી માંડ માંડ પાંચ-સાત દિવસ થયા હતા. હુંસાતુંસી ઘણા વખતથી ચાલતી હતી. પણ બંને પક્ષો આમ ઓચિંતા જ સામસામા આવી જશે અને ફટાફટી થઈ જશે એમ કોઈએ માન્યું નહોતું. ગામમાં સમાચાર આવ્યા ત્યારે માણસોને આંચકો લાગી ગયો, શું કહો છો!

પણ એથીય મોટો આંચકો તો એ મારામારીનો કેસ ચાલ્યો અને મોહનને જનમટીપની સજા પડી ત્યારે ઘણાંને લાગ્યો. મોહન જુવાનજોધ હતો અને એની વહુ લાખુ હજી હમણાં જ આણું વાળીને આવી હતી અને ધીંગાણામાં મોહન કાંઈ એકલો નહોતો. સાત ભરવાડ હતા અને આઠ કોળી હતા, પણ કોર્ટમાં બધા નિર્દોષ છૂટી ગયા હતા, ફક્ત બે જણાને સજા પડી હતી. રવલાને પાંચ વરસની પડી હતી અને મોહનને જનમટીપ પડી હતી. પ્રતાપગઢ ગામમાં રવલાને પાંચ વરસની સજા પડી એમાં કોઈને નવાઈ લાગી નહોતી, પણ મોહનને જનમટીપ કઈ રીતે પડી એ માણસોને સમજાતું નહોતું. આ તો ઓળિયોઘોળિયો જાણે એના એકલા ઉપર જ આવી ગયો.
પણ એથીય મોટો આંચકો તો એ મારામારીનો કેસ ચાલ્યો અને મોહનને જનમટીપની સજા પડી ત્યારે ઘણાંને લાગ્યો. મોહન જુવાનજોધ હતો અને એની વહુ લાખુ હજી હમણાં જ આણું વળીને આવી હતી અને ધીંગાણામાં મોહન કાંઈ એકલો નહોતો. સાત ભરવાડ હતા અને આઠ કોળી હતા, પણ કોર્ટમાં બધા નિર્દોષ છૂટી ગયા હતા, ફક્ત બે જણાને સજા પડી હતી. રવલાને પાંચ વરસની પડી હતી અને મોહનને જનમટીપ પડી હતી. પ્રતાપગઢ ગામમાં રવલાને પાંચ વરસની સજા પડી એમાં કોઈને નવાઈ લાગી નહોતી, પણ મોહનને જનમટીપ કઈ રીતે પડી એ માણસોને સમજાતું નહોતું. આ તો ઓળિયોઘોળિયો જાણે એના એકલા ઉપર જ આવી ગયો.

અને એય ઠીક, પણ હવે?
અને એય ઠીક, પણ હવે?

આમ તો હવે વાત પૂરી થઈ હતી, પણ પ્રતાપગઢમાં કોળીની વસ્તી વધારે હતી અને એમને મન તો હવે જ વાત શરૂ થતી હતી – લાખુનું શું! ઊંચી, પાતળી, નકોર લાકડામાંથી કંડારીને ઘડી હોય એવી મરોડદાર લાખુનું શું! મોહનો જનમટીપ ભોગવીને પાછો આવ્યો ત્યાં સુધી લાખુ –
આમ તો હવે વાત પૂરી થઈ હતી, પણ પ્રતાપગઢમાં કોળીની વસ્તી વધારે હતી અને એમને મન તો હવે જ વાત શરૂ થતી હતી – લાખુનું શું! ઊંચી, પાતળી, નકોર લાકડામાંથી કંડારીને ઘડી હોય એવી મરોડદાર લાખુનું શું! મોહનો જનમટીપ ભોગવીને પાછો આવે ત્યાં સુધી લાખુ –

ના રે ના, માણસો માથું ધુણાવતા. જનમટીપ ભોગવીને મોહનો પાછો આવે ત્યાં સુધી ભગવાનનું નામ લ્યો! અને કોળીની નાતમાં નાતરાની ક્યાં નવાઈ હતી! અને આમાં લાખુનો કાંઈ વાંક પણ કાઢી ન શકાય. લાખુ સવળોટી હતી. સહેજ કાળી હતી પણ કચકડા જેવી હતી અને હજી નછોરવી હતી અને મોહનના કુટુંબમાં, પાછળ એક ઘરડી મા સિવાય બીજું કોઈ નહોતું. લાખુનો મારગ મોકળો હતો. પ્રતાપગઢના માણસો, માછલા ઉપર બગલો ટાંપીને બેસે એમ લાખુની વાત ઉપર ટાંપીને બેઠા હતા – આજ જાય કે કાલ જાય.

Line 60: Line 60:
પણ, એમ જ બનતું હતું. લાખુ ઘર છોડીને જતી નહોતી. બે વરસ વીતી ગયાં. ત્રણ વરસ પૂરાં થયાં. એક દિવસ ડોશી બીમાર પડી અને લાખુ પાસે બહુ ચાકરી કરાવ્યા વિના જ ગુજરી ગઈ. લાખુ હેબત ખાઈ ગઈ – હવે?!

*
<center>*</center>

એક વંટોળ ઊભો થયો. લાખુ આંખો બંધ કરીને, બે પગ વચ્ચે માથું છુપાવીને, જાણે બેસી ગઈ. વંટોળે થોડા દિવસ ઘૂમરીઓ લીધી અને પછી હળવે હળવે વીંખાઈ ગયો. લાખુ ફરીથી જીવવા લાગી. ભાઈ સાથે થોડી રકઝક કરીને, થોડુંક રોઈને, એના બાપ સુખાને પોતાની સાથે રહેવા એ લઈ આવી. પ્રતાપગઢમાં માણસોને વાતની ખબર પડી એટલે એકબીજાને કહેવા લાગ્યાં, માળી આ તો ભગતાણી થઈ ગઈ!

Line 124: Line 124:
ભાઈની વાત સાંભળીને લાખુએ પોતાનું મોં ફેરવી લીધું. દાબી રાખવા ખૂબ મહેનત કરી, છતાં ડૂસકું આવી ગયું.
ભાઈની વાત સાંભળીને લાખુએ પોતાનું મોં ફેરવી લીધું. દાબી રાખવા ખૂબ મહેનત કરી, છતાં ડૂસકું આવી ગયું.

*
<center>*</center>

દિવસો, મહિનાઓ, વરસો વીતતાં હતાં. ખેતરમાં એકલ-દોકલ ચાડિયો ઊભો હોય એમ લાખુ સમયના સુક્કા મેદાનમાં ઊભી હતી. ઠંડી, ગરમી, વરસાદ, ઋતુઓ બદલાતાં હતાં. ચાડિયો ઊભો હતો. ધરતીના રંગ બદલાતા હતા, આસમાનના રંગ બદલાતા હતા, ચાડિયાના રંગ બદલતા નહોતા – રંગ ધીમે ધીમે ઊડતા જતા હતા. તડકાના તપારાથી, હવાની થપાટોથી, ક્લેવર ઘસાતું જતું હતું. ફાટી-તૂટીને, રદ્દી થતું જતું હતું.

Line 144: Line 144:
અને, પૂરાં સત્તર વરસ પછી એક દિવસ મોહન જેલમાંથી છૂટીને ઘેર આવ્યો.
અને, પૂરાં સત્તર વરસ પછી એક દિવસ મોહન જેલમાંથી છૂટીને ઘેર આવ્યો.

*
<center>*</center>

મોહન જેલમાંથી છૂટીને આવ્યો તે દિવસે કાનજી બહેનના ઘેર હતો. બનેવીને મળવા એ આવ્યો હતો અને ખાસ તો એના બાપ સુખાને તેડવા આવ્યો હતો. હવે સુખો, એક દિવસ પણ દીકરીના ઘરે રહેવા માગતો નહોતો.

રાત્રે કાનજી અને મોહન ફળિયામાં ખાટલા નાખીને સૂતા, અને લાખુ ઓરડામાં સૂતી, પણ આખી રાત, સવારોસવાર એ જાગતી રહી. કાનજી અને મોહન મોડી રાત સુધી વાતો કરતા રહ્યા, બીડીઓ પીતા રહ્યા, લાખુ એમની વાતો સાંભળતી રહી. મોહન બહુ બોલતો નહોતોપણ જે બોલતો એ લાખુ પોતાના કાનમાં સંઘરી લેતી અને પછી એકલી સાંભળ્યા કરતી. બીજે દિવસે કાનજી અને સુખો જતા રહ્યા.
રાત્રે કાનજી અને મોહન ફળિયામાં ખાટલા નાખીને સૂતા, અને લાખુ ઓરડામાં સૂતી, પણ આખી રાત, સવારોસવાર એ જાગતી રહી. કાનજી અને મોહન મોડી રાત સુધી વાતો કરતા રહ્યા, બીડીઓ પીતા રહ્યા, લાખુ એમની વાતો સાંભળતી રહી. મોહન બહુ બોલતો નહોતો પણ જે બોલતો એ લાખુ પોતાના કાનમાં સંઘરી લેતી અને પછી એકલી સાંભળ્યા કરતી. બીજે દિવસે કાનજી અને સુખો જતા રહ્યા.

સત્તર વરસ પછી તે દિવસે મોહને લાખુને બરાબર ધારી ધારીને જોઈ, અને દિવસે ન જોઈ એટલી રાતે ધારી ધારીને જોઈ. ઘાસલેટના દીવાના અજવાળે બેઠી બેઠી લાખુ ઓઢણાને થીંગડું દેતી હતી. મોહન બીડી પીતો હતો. સત્તર વરસ પહેલાં લાખુ કેવી લાગતી હતી – જેલમાં મળવા આવતી ત્યારે કેવી લાગતી – એની કોઈ છાપ મોહનના મનમાં નહોતી, પણ હવે સત્તર વરસ પછી લાખુ એની નજર સામે નિરાંતે બેઠી હતી. ઓઢણાને થીંગડું દેતી હતી. હળવા દબાયેલા અવાજે વાતો કરતી હતી.