ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સ...") |
(પ્રૂફ - કોઈ સુધારા નથી) |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ | રઘુવીર ચૌધરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનું સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું: | કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનું સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું: | ||
Line 131: | Line 133: | ||
કદાચ આજે થોડુંક સમજ્યો હોઉં તો,’ વધુ બોલ્યો નહીં. કદાચ આંખના ખૂણા તો ભીના થઈ ગયા હશે પણ શબ્દને સાચવી લીધો. | કદાચ આજે થોડુંક સમજ્યો હોઉં તો,’ વધુ બોલ્યો નહીં. કદાચ આંખના ખૂણા તો ભીના થઈ ગયા હશે પણ શબ્દને સાચવી લીધો. | ||
{{Right|''[ | {{Right|''[‘નંદીઘર’]''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ચિતા|ચિતા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/મંદિરની પછીતે|મંદિરની પછીતે]] | |||
}} |
Latest revision as of 00:12, 2 September 2023
રઘુવીર ચૌધરી
કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનું સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું:
‘એક મિનિટ.’
અને પ્રવેશ અટકી ગયો.
મને નવાઈ લાગી. હું કેમ ના પાડી બેઠો? એક મિનિટ રોકાવા કહ્યું એટલે આગંતુકે ઇચ્છેલી ક્ષણે તો મેં ઇનકાર જ કર્યો ને! સહુ જાણે છે કે હું કામમાં હોઉં તોપણ ગમે તે વ્યક્તિને આ કૅબિનમાં આવવાની છૂટ છે. એથી મારું કામ કદી બગડવું નથી. અને વખત બગડ્યો એમ કહેવું એટલે તો વખત પર માલિકીહક દાખવવો. આ જરા ઝીણી વાત છે ને ઑફિસના માણસોને એની સાથે નિસબત નથી. એ લોકો સૌ જુએ છે ને સમજે છે કે બીજી વ્યક્તિ સાથે અંદર કામની વાત થઈ રહી હોય તો બહાર રોકાવું. કોઈને અટકાવવામાં આવે એ મને નાપસંદ છે એ બધા પટાવાળા જાણે છે. આપણે કામમાં તો હોઈએ પણ એનો દેખાવ થાય એ રુચતું નથી. તાકીદના કામનો ખ્યાલ તો મહેમાનનેય આવી જાય છે. એમની ઉદારતાનો મને અનુભવ છે. બીજી બાજુ મારો સ્વભાવ પણ મળતાવડો ગણાય છે. કોઈકે હમણાં જ કહ્યું કે માનસશાસ્ત્ર ભણીને હું એમાંથી શીખવા જોગું શીખ્યો છું. પણ મને ખબર છે કે બાળપણથી જ માણસભૂખ્યો છું. તેથી તો વિના કારણેય લોકો મળવાનું પસંદ કરે છે. ઓશિંગણ છું એમનો. માણસને મળતાં જાગેલી લાગણી જ પછી આપણા એકાંતને અજવાળે છે. એક વાર મેં જાહેરમાં કહેલું: વિચારનો પ્રકાશ ક્યારેક આંખને આંજી નાખે છે. ત્યારે લાગણી હોય તો નજરને અમી વળે. જગ રૂપાળું લાગે.
વિચારમાં ને વિચારમાં મેં પાછો પત્ર ઉપાડ્યો. ખોલ્યો. વિજયા સ્વદેશ આવી હતી. બે જૂનાં સરનામાં પાર કરીને એનો પત્ર મારા સુધી આવી શક્યો હતો. ટપાલખાતાએ સારી કાળજી લીધી હતી. આભાર માનવાનું મન થાય. પત્ર લખવામાં થોડીક આળસ છે, નહીં તો આ કામગીરીની આ ક્ષણે જ કદર કરી હોત.
વળી, પાછો ખ્યાલ આવ્યો કે હમણાં કોઈક અંદર આવતાં આવતાં અટકી ગયું છે. ખ્યાલ તીવ્ર બન્યો અને સ્થિતિજડતા અનુભવાઈ. આ ઠીક ન થયું. કોઈ દિવસ નહીં ને આજે મેં શા માટે આમ કર્યું? એમ કોઈને રોકવાની શી જરૂર હતી? આવીને બેસત. મારા હાથમાં પત્ર હતો તેથી શું થયું? એક વાર તો વાંચી ચૂક્યો હતો. અને પત્ર વિજયાનો છે કે વિજયનો એની આવીને સામે બેસનારને શી ખબર પડત? પડે તોપણ શું? આમાં છુપાવવા જેવું શું હતું? એક વ્યક્તિ સ્વદેશ આવી છે. થોડાક દિવસ રોકાવાની છે. એ દરમિયાન આકાશપાતાળ એક કરીને મને મળવાની છે. એવું બધું લખ્યું છે. બીજું લખવાનું હોય પણ શું? વિજયા એક સુશીલ અને સુંદર યુવતી છે. ત્યારે તો હતી જ. એક વર્ષ મેં એને ટ્યૂશન આપેલું અને બદલામાં કશું લીધેલું નહીં. કહેલું જરૂર પડશે ત્યારે માગી લઈશ. શું માગીશ એ વિશે કશું કહેલું નહીં. વિચારેલું પણ નહીં. પછી તો બધું ભૂલી ગયેલો. હા, એક વાર એ યાદ આવેલી. એ માટે એક પ્રસંગ ઊભો થયેલો. મારા મિત્રની દીકરી એક સાવ અજાણ્યા છોકરાના પ્રેમમાં પડેલી. મિત્ર ગભરાઈ ગયેલા. એમની વાત સાંભળીને વિજયા મને યાદ આવેલી, દાખલા તરીકે. એનો દાખલો આપવાથી મિત્રને મોટું આશ્વાસન મળેલું. બસ, પછી એ ખાસ યાદ આવી ન હતી, સ્વપ્નની વાત જુદી છે.
આજે ઓશિંગણ થવાનો ભાવ જાગ્યો છે. એ છોકરીએ – વિજયાએ મને એના અંગત જીવનની વાતો કરેલી. મારામાં વિશ્વાસ મૂકેલો. એ કંઈ જેવીતેવી કદર ન કહેવાય. જીવનમાં આથી વધુ શું જોઈએ? એક વ્યક્તિ એના અંગત જીવનનું સત્ય આપણા એકાંતમાં પ્રગટ કરે અને આપણે એ સત્યને હૃદયના કોઈક ખૂણે ગોપવી શકીએ એથી વધુ જોઈએ શું? જોકે હું મારા તરફથી એમાં નિષ્ફળ ગયો હતો. વિજયાની વાતનો દાખલો બનાવી દઈને મેં એ આણ તોડી હતી. ખેર…
મારા માટે એ અશક્ય ન હતું. હું ઘણુંબધું છુપાવી શકું એમ છું. ક્યારેક મારી જાત સામે પણ અપ્રગટ રહી શક્યો છું. જીવનમાં એવા એક-બે પ્રસંગો તો. છે જ, જેમનો અર્થ સમજવામાં મેં સારું એવું મોડું કર્યું હોય. તે વખતે તો હું એમ જ માનતો રહ્યો કે આ તો રીતભાત કહેવાય, નજીકનો સંપર્ક કહેવાય, વયસહજ મૈત્રી કહેવાય – બસ, એથી કશું આગળ માનવાની મારી તૈયારી ન હતી. કદાચ હિમ્મત ન હતી. આજે લાગે છે કે માણસમાં ખોટા પડવાની પણ હિમ્મત હોય તો જ એ સત્ય સુધી જઈ શકે. અને પ્રેમનું સત્ય તો સર્વ સત્યોમાં સવિશેષ રહસ્યમય. હવામાં રહેલી ફોરમ સમું અદૃશ્ય. આ ફોરમ કયા ફૂલની એ જાણવા કયારેક દૂર સુધી જવું પડે; ક્યારેક ધૃષ્ટ થઈ પૂછવું પડે, તો ક્યારેક રૂપના મૌનમાં ઊંડે ડૂબકી લગાવવી પડે. રવીન્દ્રનાથે ક્યાં કહ્યું નથી? – ‘રૂપ સાગરે ડૂબ દેયેછિ અરૂપરતન આશા કરિ.’ અરૂપ-રતનને પામવા રૂપસાગરમાં ડૂબકી લગાવવાનું હું ચૂક્યો છું, હું તો એટલું માનીને જ અટકેલો કે પ્રેમ અરૂપ છે. રૂપનો મહિમા કરવાની ક્ષણે જ એનાથી વિમુખ રહી ગયો. પછી તો…
પાંચેક મિનિટ થઈ ગઈ. આવનાર પાછું તો જતું રહ્યું નહીં હોય ને? મેં તો એક જ મિનિટ રોકાવા કહેલું. પછી? અત્યારે તો કશો અણસાર પણ નથી.
હું બહાર નીકળ્યો. કોઈ દેખાયું નહીં. ટેલિફોન ઓપરેટર બહેન કોઈની સાથે વાત કરતાં લાગ્યાં. વચ્ચે પાર્ટિશન હતું. સામાન્ય રીતે હું એ બાજુ જતો નથી. કેમ કે આંટા લગાવવાથી અસર પડતી હોય એવું માનતો નથી. વિશ્વાસથી વધુ સારું ચાલે છે. આજે એ બાજુ જાઉં એનો અર્થ એવો તો નહીં થાય ને કે હું તપાસ કે દેખરેખ માટે નીકળ્યો છું? સંકોચ સાથે હું પાર્ટિશન પાર કરીને એ બાજુ ગયો જ.
અરે!
— ઉદ્ગાર માંડ માંડ દબાવી રાખ્યો. એ વિજયા જ હતી. ઘેરું ચમકતું ઓલિવ ગ્રીન પૅન્ટ અને સફેદ રેશમી કૂરતું. ઘાટીલાં અંગોને અનુરૂપ કપડાં. વિજયા ઊભી હતી, મારી બાજથી કંઈક ત્રાંસી લાગે એ રીતે: એ પીઠ પર નજર પડતાં જ ઓળખ તાજી થઈ ગઈ. એણે કદાચ મારો પદરવ સાંભળ્યો હશે. સહેજ નજર કરી, વાળી લીધી. મને એનો ચહેરો પહેલાં કરતાં પણ વધુ ચમકતો લાગ્યો. સૌંદર્ય સાથે શીતળતા હતી. એને આ ક્ષણની પ્રસન્નતા પણ કહી શકાય. એક વાર એ મને મળવા આવેલી ત્યારે પહેલી નજરે થયેલું એનાં અંગો પર વરતાય છે એને રૂપની ખુમારી કહેવાય કે યૌવનની તાજગી? આજે એવું કશુંક હું અનુભવી રહ્યો હતો ત્યાં વળી પ્રશ્ન થયો: શું એણે જાણીજોઈને મારી સાથે નજર મળવા ન દીધી? આત્મીયતા ઘટી કે એણે એવો દેખાવ કર્યો? ના. એ દેખાવ તો ન જ કરે, તો શું એણે મને ઓળખ્યો નહીં હોય? કે પછી એને આમ બહાર ઊભી રાખી એથી ખોટું લાગ્યું હશે? કશું સમજી ન શકવાને લીધે મને રંજ થયો, કદાચ તેથી જ અવાજમાં ઉમળકો ન આવ્યો. આ સાવ ઔપચારિક લાગે એ રીતે હું બોલ્યો:
“કોણ વિજયા!”
સામેથી પણ એવો જ શાન્ત બલ્કે ઠંડો અવાજ, પણ સહેજ મધુરઃ ‘હા, કેમ છો? મજામાં?’
‘હા, તમે? ચાલો, બેસીએ.’
આમની સાથે વાત પૂરી કરી લઉં. અને તમે કામમાં હો તો પછી આવું.’
‘મને ખબર ન હતી કે તમે છો. ખોટું લાગ્યું કે શું?’
‘કયા અધિકારે?’
ટેલિફોન ઓપરેટર બહેન મલકાયાં, નિર્દોષ રીતે. નજર મળતાં વિજયાએ પણ નમણું સ્મિત કર્યું. ખુશીનું વાતાવરણ રચાવા લાગ્યું પણ મને ચાતુરીભર્યો જવાબ સૂઝ્યો નહીં. કદાચ હું એના પ્રશ્નમાં ઊંડો ઊતરી ગયો હતો, હું ખેંચાયો હતો. આ એક આશ્વાસન પણ હતું. ચાલો, કોઈક તો આ રીતે પૂછનાર મળ્યું.
એક વાર કર્મચારીઓની હડતાલ ચાલે, ઑફિસમાં હું એકલો. કશું ચેન ન પડે. તે દિવસ થયેલી એવી જ ખાલીપાની લાગણી આજે થઈ. ભલે વિજયા નિરાંતે આવે. મન મનાવવા કામ શોધ્યું, પણ એથી અજંપો ઘટ્યો નહીં. ટેબલ પર વિજયાનો પત્ર વાળેલો પડ્યો હતો, એ પણ જાણે પીઠ ફેરવી ગયેલો લાગ્યો. જગત સાથેના બધા જ સંપર્કો કપાઈ ગયા છે એવું મારા એક મિત્રે એના મૃત્યુના થોડા દિવસ અગાઉ નોંધેલું. એની લાગણી તે ક્ષણે કેવી ઉત્કટ અને તીવ્ર હશે? એનો ખ્યાલ આજે આવ્યો. અલબત્ત, એની કક્ષાએ કશું અનુભવવા માટે મારી પાસે કારણ ન હતું, એટલે કે જાહેરમાં એકરાર કરી શકાય એવું કશું કારણ ન હતું, બાકી –
ત્યાં બારણે ટકોરા સંભળાયા.
વિજયા તો વાત પૂરી કરીને એટલી વારમાં ક્યાંથી આવી જાય? બીજું કોઈ હશે એમ માનીને જ મેં આવકાર આપ્યો. પણ આગળ આવેલા હાથે જ એનો પરિચય આપી દીધો. એ પૂરેપૂરી અંદર આવે એ પહેલાં અજાણ્યા અત્તરની શાંત સુવાસ ફેલાઈ ગઈ. લાંબો શ્વાસ લઈ, સવિનય આંખો ઢાળી મેં એને બેસવા કહ્યું. તે જ ક્ષણે એની સામે જોઈ શકાયું નહીં. જાણે આવકાર અધૂરો રહી ગયો. પણ શું થાય? આંખોના ખૂણા ભીના થઈ જશે એવી શંકા ગઈ હતી, બલ્કે બીક લાગી હતી. એવું થાય તો વિજયા શું ધારે? જેને આદરણીય પુરુષ માનતી હોય એને આમ લાગણીવેડામાં ફસાતો જોઈને આ પરદેશમાં રહી આવેલી યુવતી શું ધારે?
‘શું લેશો?’ મેં પૂછ્યું ત્યારે એની સામે જોયા વિના જ.
‘તમારો થોડોક સમય – એક મિનિટ!’ અને કહેતાં કહેતાં એ હસી પડી. મારો ભાર ઊતરી ગયો. એના હાસ્યથી વાતાવરણ ખીલી ઊઠ્યું એ વધારામાં. એ આગળ બોલીઃ ‘મને એમ કે તમે મને તુરત ઓળખી નહીં શકો.’
‘ઓહો! ત્યારે મારી કસોટી કરવા જ તમે નજર પાછી ફેરવી લીધી હતી!’
‘તમે બધું જ સમજી જાઓ છો!’ જાણે પ્રશંસા કરવાને બદલે એણે મને ઠપકો આપ્યો ન હોય!
‘કોણ જાણે –’ પણ વિજયાએ મને આગળ બોલવા ન દીધો.
‘તમારા માટે આ પુસ્તક ભેટ લાવી છું. માનસશાસ્ત્રનું છે. વાંચીને આનંદ થશે.’
‘મને સમજાશે?’
મને સમજાયું છે, પછી – ‘એવું નથી વિજયા, તમને સમજાયું હોય એ બધું મને ન પણ સમજાય.’
‘કેવી વાત કરો છો! તમે તો મને ઘણું સમજાવ્યું છે.’ એમ? જોઈએ.’
મેં એ ભેટનો સ્વીકાર કરવાના વિવેક ખાતર એનું પાનું ઉઘાડ્યું. એક-બે વાક્ય વાંચ્યાં ત્યાં તો અક્ષરો પડદો હોય એમ ખસી ગયા અને વિજયાનો ભૂતકાળ એનાં રૂપરંગ લઈને પ્રગટ થઈ ઊઠ્યો. એક દિવસ એ એક મૂંઝવણ લઈને આવી હતી પણ એની આકૃતિ પર બેચેનીની કશી ઝાંખપ વરતાતી ન હતી. થોડા સંકોચ પછી તો એણે સડસડાટ આખી વાત કહી દીધી. ટૂંકમાં એનાં માબાપે એના માટે એક મુરતિયો શોધ્યો હતો. એની સામે વિજયાને કશું કહેવાપણું ન હતું, પણ એને એવો એક ખ્યાલ હતો કે પોતે એક બીજી વ્યક્તિને ચાહે છે. એનાં માબાપ કંઈ જડ ન હતાં. એને વિકલ્પ શોધવાની છૂટ આપવા તૈયાર હતાં. પણ વિજયાને હજી ખાતરી ન હતી કે પોતે જેને ચાહે છે એ વ્યક્તિ સામેથી એને ચાહે છે કે નહીં. એટલે કે એ વ્યક્તિ માત્ર વિજયાને જ ચાહે છે કે નહીં. એનો સ્વભાવ પણ આમ મળતાવડો હતો. બીજી છોકરીઓ સાથે પણ એ એટલા જ વિવેકથી બલ્કે રસથી વાત કરતો. અલબત્ત, એમાં એની કશી સ્પૃહા દેખાતી નહીં.
આ બધું ગંભીરતાથી સાંભળી લઈને મેં વિજયાને સલાહ આપેલી: ‘તું એને જ પૂછી લે ને!’
‘એને પૂછું અને એ કહે કે, ‘ના, એવું તો કંઈ નથી. તમને હું નથી જ ચાહતો’, તો?’
મેં થોડી વાર મૂંગા રહીને, વિચાર કરવાનો સમય એમ જ વિતાવ્યા પછી, માત્ર વિજયાને એક નજરે જોઈ લઈને જ કહેલું :
ના, એવું તો કોઈ ન કહે.’
વિજયા પાસે જવાબ તૈયાર હતો. આ અંગે એ ઘણુંબધું વિચાર્યા પછી જ સલાહ લેવા આવી હતી.
‘એ તો વળી વધુ ખરાબ. પ્રેમના અભાવે પણ એ મને હા પાડે તો તો – ’
વિજયાની વાત કેમે કરીનેય મારે ગળે ઊતરે એમ ન હતી. મેં તો જાણે કે ઊંડી પ્રતીતિથી કહેલું:
‘જેને વિજયા ચાહતી હોય એ વિજયાને ન ચાહે એવું તો એના હવે પછીના અવતારમાંય બનવાનું નથી, શક્ય તો એ છે વિજયા કે તું જેને ન ચાહતી હોય એ પણ–’
‘એની સાથે મારે શી નિસબત?’
હકીકતમાં તો હવે હું મૂંઝાયો હતો. ઉકેલ ન સૂઝતાં કોઈ મુરબ્બી સલાહ આપે એ ભાવથી કહી બેઠેલો:
‘બસ તો. માબાપે શોધેલા મુરતિયાને પસંદ કરી લે. તું એને ઓળખે તો છે ને!’
‘વર્ષોથી ઓળખું છું. તેથી તો એ ચાહવા માટે જોઈએ એટલો અજાણ્યો નથી લાગતો.’
‘આવી ઝીણી વાતો મને નહીં સમજાય. હું તો એવા નિર્ણય પર આવ્યો છું કે લગ્ન પછી પ્રેમ શકય છે.’
‘કોની સાથે?’
– વિજયાએ આશંકાથી પૂછેલું કે રમૂજથી એ મને અત્યારે યાદ આવતું નથી પણ એના અવાજનો રણકો કંઈક જુદો તો હતો જ. જ્યારે મારો જવાબ તો પહેલાંથી તૈયાર હતો:
જેની સાથે લગ્ન થાય એની સાથે.
એના પાછા જવાના સમય પછી પણ એ જે રીતે બેસી રહેલી એ પરથી મને લાગેલું કે એને મારા જવાબથી સહેજે સંતોષ થયો નથી. મને હતું કે થોડા દિવસ પછી એ ફરીથી સલાહ લેવા આવશે. પણ એને બદલે જાણવા મળ્યું કે એની મૂંઝવણ દૂર થઈ ગઈ છે. એણે માબાપે પસંદ કરેલા મુરતિયા સાથે લગ્ન માટે સંમતિ આપી દીધી છે.
પછી અમારે મળવાનું થયું એમાં કશું નોંધપાત્ર નથી. એક સાદા વળાંક વિનાના ઇતિહાસની વિગતો જ છે. એ બંને થોડા વખત પછી પરદેશ ગયેલાં, સુખી થયેલાં. હાસ્તો, સુખી હશે જ. વિજયા તો છે જ. આ ક્ષણે તો સામે જ બેઠી છે. મનથી સુખી ન હોય તો આટલી સુંદર દેખાય ખરી?
પુસ્તક મમતાથી વાળીને, એ બદલ આભાર માની મેં પૂછ્યું: ‘કેટલા દિવસ રોકાવાનાં છો?’
‘કાલે જ જાઉં છું.’
‘બસ?’ વિજયા આમ પાછી પરદેશ જતી રહે એ અંગે મારે કશો ભાવ પ્રગટ કરવાનો હોય નહિ. છતાં મને એની ખોટ સાલવાની હોય એવું વર્તન થઈ ગયું. હું મૂંગો રહ્યો હોત તોય અનુભવ્યું તો હતું જ કે વરદાન મળ્યું તે જ ક્ષણે પાછું ખેંચાઈ ગયું છે.
એના જમણા હાથના હલનચલનથી મને થયું કે એ કંઈક દ્વિધામાં છે. એની સામે જોયું. એ માત્ર મને જ સંભળાય એવા ધીમા અને એથી વધુ મધુર બનેલા અવાજમાં બોલી: ‘એક પ્રશ્ન થયો છે, પૂછું?’
‘ઉત્તર મારી પાસે ન પણ હોય એમ માનીને પૂછો.’
‘હું તમને મળવા આવી ન હોત તો તમે મળવાનો પ્રયત્ન કરત?’
જુઓ આ પત્ર તમારો જ છે ને! કેવો સાચવી રાખ્યો છે? શા માટે? છેવટે વિદાયની ક્ષણેય તમને પહોંચી તો જાત જ
‘સાચે જ?’ આશ્ચર્ય કરતાં તો એ અમીભરી નજરે તાકી જ રહી.
હું એની અને એના પત્રની સામે વારાફરતી જોતો રહ્યો, એ આગળ બોલી ત્યાં સુધી.
‘મને બહુ સારું લાગે છે આજે. સાચે જ, બહુ સારું લાગે છે. કોઈકને હું આમ યાદ રહી હોઉં, વર્ષો પછી પણ…’ ક્ષણાર્ધના મૌન પછી કૃતજ્ઞતાને ચિંતાભર્યા અવાજમાં સાચવી રાખવાના પ્રયત્ન સાથે એણે પૂછ્યું: ‘પણ લગ્ન પછી મને કોઈક યાદ આવે એ સારું કહેવાય?’
એ તો જીવનનું આપણા પરનું છૂપું અહેસાન છે વિજયા, લાગણીની વિમળતા જ સારપનું પ્રમાણ છે. આ સહજ રીતે જ સૂઝેલો જવાબ હતો, પણ એ મનોમન બોલાઈ ગયો. એને કહેવાની જરૂર ન રહી. વળી, મારે પણ એને કંઈક પૂછવાનું હતું. તેથી હું એટલું જ બોલ્યો:
‘એનો જવાબ તમારી પાસે છે જ. હવે એક બાબતે મારા મનનુંય સમાધાન કરતાં જાઓ.’ – પળવાર માટે હું અટકી ગયો. સંકોચ તો ન હતોપણ સૂક્ષ્મ વિવેકની સભાનતા હતી. એના ભોગેય પૂછ્યા વિના રહી શકાય એમ તો ન જ હતું:
વિજયા, લગ્ન પહેલાં તમે તમારા પ્રેમની વાત કરેલી શું એ માણસ–’
સાદો જવાબ આપી ન બેસાય એ દહેશતે જ કદાચ એના હોઠ વધુ બિડાયા હશે. પણ એ અપૂર્વ મૌનને એની આંખોના ભાવે વધુ સાર્થક કર્યું હતું. સંવાદ સધાઈ ચૂક્યો હતો. હવે એ ભલે એક શબ્દ પણ ન બોલે. પણ વિજયા જેનું નામ. ફોરમની હળવાશથી અને તાજા ખીલેલા ફૂલની ખુશી સાથે એ તો બોલી:
તેથી તો કહું છું કે તમે બધું જ સમજો છો!
કદાચ આજે થોડુંક સમજ્યો હોઉં તો,’ વધુ બોલ્યો નહીં. કદાચ આંખના ખૂણા તો ભીના થઈ ગયા હશે પણ શબ્દને સાચવી લીધો. [‘નંદીઘર’]