ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/કાકાજીની બોધકથા: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|કાકાજીની બોધકથા | સુમન શાહ}}
{{Heading|કાકાજીની બોધકથા | સુમન શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કર્ણાવતી નગરીના દુર્વાસાવતાર રાજા અવન્તિસેનના રાજ્યમાં બનેલી કાચા પારા જેવી નિત્યસત્ય ઘટનાવાળી કથા, હે પુરજનો, સાંભળો : અવન્તિસેનના રાજ્યમાં સેવન્તિલાલ નામનો વેપારી વાણિયો વસતો હતો. પોતાની પત્ની રમાને સેવન્તિલાલ માતા બનાવી શક્યો નહિ, અને તેથી દમ્પતીએ સુખનો લાલભૂરાં પીંછાંવાળો કાકાકૌવા પાળેલો. રમાગૌરીએ પોતાના એકાન્તને ભેળવી ભેળવીને કાકાજી (કાકાકૌવાને એ ‘કાકાજી’ કહેતી)ને મનુષ્યવાણી મધુર મધુર રીતે બોલતાં શીખવેલું. સોનાના તો નહિ પણ સેન્તિલાલના ચમકતા કપાળ જેવા સાફ ચમકતા – માંજેલા પિત્તળના પાંજરે કાકાજી નિવસતો, ને રોજ, ઘરની વિજનતાને કિલકિલાવતો. અઠવાડિયાં અને મહિના, ચોમાસાં ને શિયાળા-ઉનાળા વીત્યા, તોયે કાકાજીની ભાષામાં ફરક ન પડ્યો. પણ, એક તડકાવાળી સવારે રમાગૌરીએ ઋતુદર્શનની ગેરહાજરી સુખના સણકા સાથે ચોક્કસતાથી ભાળી, ને તે દિવસે કાકાજી પહેલી વાર બોલ્યો, સીતારામ… સીતારામ….
કર્ણાવતી નગરીના દુર્વાસાવતાર રાજા અવન્તિસેનના રાજ્યમાં બનેલી કાચા પારા જેવી નિત્યસત્ય ઘટનાવાળી કથા, હે પુરજનો, સાંભળો : અવન્તિસેનના રાજ્યમાં સેવન્તિલાલ નામનો વેપારી વાણિયો વસતો હતો. પોતાની પત્ની રમાને સેવન્તિલાલ માતા બનાવી શક્યો નહિ, અને તેથી દમ્પતીએ સુખનો લાલભૂરાં પીંછાંવાળો કાકાકૌવા પાળેલો. રમાગૌરીએ પોતાના એકાન્તને ભેળવી ભેળવીને કાકાજી (કાકાકૌવાને એ ‘કાકાજી’ કહેતી)ને મનુષ્યવાણી મધુર મધુર રીતે બોલતાં શીખવેલું. સોનાના તો નહિ પણ સેવન્તિલાલના ચમકતા કપાળ જેવા સાફ ચમકતા – માંજેલા પિત્તળના પાંજરે કાકાજી નિવસતો, ને રોજ, ઘરની વિજનતાને કિલકિલાવતો. અઠવાડિયાં અને મહિના, ચોમાસાં ને શિયાળા-ઉનાળા વીત્યા, તોયે કાકાજીની ભાષામાં ફરક ન પડ્યો. પણ, એક તડકાવાળી સવારે રમાગૌરીએ ઋતુદર્શનની ગેરહાજરી સુખના સણકા સાથે ચોક્કસતાથી ભાળી, ને તે દિવસે કાકાજી પહેલી વાર બોલ્યો, સીતારામ… સીતારામ….

ને પછી હમેશાં કાકાજી માત્ર સીતારામ સીતારામ જ બોલતો, જાણે, એ શબ્દોને જ વારે વારે ચણતો, ને ધરાયા કરતો. જેમ ચણતો તેમ રોજ રોજ એનાં લાલભૂરાં પીંછાંમાં નવી નવી ચમક ઊભરાતી. સવારે બજારમાં ભટકેલા સેવાન્તિલાલના ચિત્ત જેવો સૂરજ, થાકીને સાંજે કાકાજીને સુણવા ઘડીક થોભતો, ને પછી રમાના લાંબા બગાસાની જેમ પશ્ચિમના દરિયામાં ડૂબી જતો. કાકાજી કોઈ પણ પ્રશ્નનો કે વાતનો ઉત્તર કે ઊથલો સીતારામ સીતારામથી જ પડઘાવતો.
ને પછી હમેશાં કાકાજી માત્ર સીતારામ સીતારામ જ બોલતો, જાણે, એ શબ્દોને જ વારે વારે ચણતો, ને ધરાયા કરતો. જેમ ચણતો તેમ રોજ રોજ એનાં લાલભૂરાં પીંછાંમાં નવી નવી ચમક ઊભરાતી. સવારે બજારમાં ભટકેલા સેવન્તિલાલના ચિત્ત જેવો સૂરજ, થાકીને સાંજે કાકાજીને સુણવા ઘડીક થોભતો, ને પછી રમાના લાંબા બગાસાની જેમ પશ્ચિમના દરિયામાં ડૂબી જતો. કાકાજી કોઈ પણ પ્રશ્નનો કે વાતનો ઉત્તર કે ઊથલો સીતારામ સીતારામથી જ પડઘાવતો.

દસેક દિવસમાં જ પતિપત્ની કાકાજીના સીતારામ સીતારામથી ત્રાસી ગયાં, એમને થયું કાકાજી આપમેળે ઊડી જાય તો સારું, સેવાન્તિલાલ પાંજરું ધોયા પછી જાણીજોઈને પાંજરાનું બારણું ખુલ્લું રાખીને, આઘોપાછો થતો. પણ કાકાજી તો પાંજરાનો પ્રેમી, તે ઊડી જાય શાનો? મુક્તિના દ્વારને ભોળિયો કાકાજી મૂઢતાથી જોઈ રહેતો, એની ગોળ આંખમાં પાંજરાના સળિયા ઑગળીને ધુમ્મસ બની જતા. અકળામણનો માર્યો કાકાજી ચીખી ઊઠતો ‘સીતારામ’ ‘સીતારામ’, રમાને થતું પોતાના ઘરમાં ને પાંજરામાં પોતાના મનમાં ને ફળિયામાં કાકાજી નહિ પણ સીતારામનો યન્ત્રજડ અવાજ જીવે છે; કાકાજીને કોઈ લઈ જાય…
દસેક દિવસમાં જ પતિપત્ની કાકાજીના સીતારામ સીતારામથી ત્રાસી ગયાં, એમને થયું કાકાજી આપમેળે ઊડી જાય તો સારું, સેવન્તિલાલ પાંજરું ધોયા પછી જાણીજોઈને પાંજરાનું બારણું ખુલ્લું રાખીને, આઘોપાછો થતો. પણ કાકાજી તો પાંજરાનો પ્રેમી, તે ઊડી જાય શાનો? મુક્તિના દ્વારને ભોળિયો કાકાજી મૂઢતાથી જોઈ રહેતો, એની ગોળ આંખમાં પાંજરાના સળિયા ઑગળીને ધુમ્મસ બની જતા. અકળામણનો માર્યો કાકાજી ચીખી ઊઠતો ‘સીતારામ’ ‘સીતારામ’, રમાને થતું પોતાના ઘરમાં ને પાંજરામાં પોતાના મનમાં ને ફળિયામાં કાકાજી નહિ પણ સીતારામનો યન્ત્રજડ અવાજ જીવે છે; કાકાજીને કોઈ લઈ જાય…

અને એક વૈશાખી બપોરે રમાના આંગણામાં સફેદ દાઢીવાળો સાધુ મા’રાજ આવી પૂગ્યો. સેવન્તિલાલ ત્યારે ઘરમાં નહોતો. સાધુજીનાં દર્શનથી પ્રફુલ્લિત થયેલી રમાને સાધુજીએ માણસને શોભે તેવા અચરજથી કહ્યું, કાકાકૌઆ બહુ સુન્દર છે બાઈજી. ને કાકાજીને લહેકાથી પૂછ્યું, તમારું નામ શુંઉંઉં? જવાબ મળ્યો, સીતારામ સીતારામ. સાધુજીને થયું બાઈ બહુ ધાર્મિક સ્વભાવની લાગે છે. પાંજરા પાછળ, કાંડા પર હડપચી ટેકવી મરક હસતી જરી ખિન્ન ખિન્ન લાગતી રમાને જોઈ સાધુની આંખ આકાશ લગી ઊછળી આવી. ને પૂછ્યું, તમને શું ભાવે કાકાજી? જવાબ મળ્યો ‘સીતારામ’, ‘સીતારામ’. સાધુજીની પાંપણ કંઈક વહેમથી પળેક પલકી, ને ફરી પૂછ્યું, તમને મારી સાથે આવવું ગમે કાકાજી? જવાબ મળ્યો, ‘સીતારામ’ ‘સીતારામ’… રમાએ વગરપૂછ્યે કાકાજી સાધુમા’રાજને ભળાવી દીધો.

Line 24: Line 24:
સ્વાભાવિક જ અવન્તિસેને પ્રધાનજીને કારણ પૂછ્યું, કે કાકાજી સીતારામ સીતારામ જ બોલતો કેમ થઈ ગયો, શું થયું એને? પ્રધાજીએ કાકાને પૂછ્યું શું કાકાજી, શેં રિસાયા રે તમે? બધાના જવાબઃ સીતારામ, સીતારામ. રાજા-પ્રધાને દરબારીઓને કારણ પૂછ્યું. દરબારીઓએ નગરજનોને પૂછ્યું. વધારામાં, કર્ણાવતીમાં અવન્તિસેનના પ્રધાને ઢોલીઓ પાસે ઢંઢેરો પિટાવરાવ્યો, કે જે કોઈ, કાકાજી બીજું બોલતો બંધ કેમ થયો ને સીતારામ કેમ બોલતો રહ્યો તે કોયડો શોધી લાવશે તેને રાજ તરફથી સો સુવર્ણમહોરોનું ઇનામ અપાશે. પણ કોઈ ન આવ્યું. સેવન્તિલાલ કે રમા, માનસિહ કે સાધુજી કોઈ ન આવ્યું.

અવન્તિસેનના મગજમાં સંતાયેલી ક્રોધની જામગરી ધીમું બળવાનું શરૂ કરવા લાગી. પોતાનું દુર્વાસાવતાર માટે સુકીર્તિત અવન્તિસેન પ્રધાનજીની હાજરીમાં પલંગ પરથી ઊછળીને તાડૂકી પડ્યો, દૂર કરો આ દુષ્ટ પંખીને… એના અવાજના જવાબરૂપે પટરાણી, બીજી રાણીઓ, દાસીઓ, પ્રતિહારો બધાં દોડી આવ્યાં. પટરાણી સિવાયનાં સૌ ઝૂકી પડ્યાં. ભયભીત કાકાજી પાંજરામાં કાકાકૌવાનું નાનકડું બચ્ચું બની ગયો, ને ઝીણી ગોળ કીકીઓ આમતેમ ઘુમાવતો રહ્યો. એની ચોમેરનું વાતાવરણ અવન્તિસેનના ક્રોધનું બનેલું હતું, રાજાના તીક્ષ્ણ ક્રોધની અણી પોતાની ઘરડી ઘરડી મુઠ્ઠીમાં દબાવતો પ્રધાનજી કહે, રાજન્ શાન્ત થાઓ, આ પંખી છે. એની બે ઉક્તિઓની વચમાં દાસીએ ઘૂંટણીએ પડી રાજન્‌ને ચાંદીના પ્યાલામાં જલ પાયું… એ જલનો પ્યાલામાં પડવાનો અવાજ સૌને સંભળાયો હતો. આટલી ક્ષણોમાં તો, નીચે દરબાર-ગઢમાં દરબારીઓ, કર્ણાવતીના પુરજનો અને સેવન્તિલાલ-રમાગૌરી તથા સાધુજી અને ડાકૂ માનસિંહ જમા થઈ ગયાં. સૌ ઉન્નત મસ્તકે અન્તઃપુરની અઠારીમાં રાહ જોતાં ઊભાં હતાંઃ શું થશે? તે સમયે આકાશ વાદળછાયું હતું. તડકો દેખાતો નહોતો. ને વાતાવરણમાં, ‘બહુ થામ થાય છે’ એવો ભાવ હતો.
અવન્તિસેનના મગજમાં સંતાયેલી ક્રોધની જામગરી ધીમું બળવાનું શરૂ કરવા લાગી. પોતાના દુર્વાસાવતાર માટે સુકીર્તિત અવન્તિસેન પ્રધાનજીની હાજરીમાં પલંગ પરથી ઊછળીને તાડૂકી પડ્યો, દૂર કરો આ દુષ્ટ પંખીને… એના અવાજના જવાબરૂપે પટરાણી, બીજી રાણીઓ, દાસીઓ, પ્રતિહારો બધાં દોડી આવ્યાં. પટરાણી સિવાયનાં સૌ ઝૂકી પડ્યાં. ભયભીત કાકાજી પાંજરામાં કાકાકૌવાનું નાનકડું બચ્ચું બની ગયો, ને ઝીણી ગોળ કીકીઓ આમતેમ ઘુમાવતો રહ્યો. એની ચોમેરનું વાતાવરણ અવન્તિસેનના ક્રોધનું બનેલું હતું, રાજાના તીક્ષ્ણ ક્રોધની અણી પોતાની ઘરડી ઘરડી મુઠ્ઠીમાં દબાવતો પ્રધાનજી કહે, રાજન્ શાન્ત થાઓ, આ પંખી છે. એની બે ઉક્તિઓની વચમાં દાસીએ ઘૂંટણીએ પડી રાજન્‌ને ચાંદીના પ્યાલામાં જલ પાયું… એ જલનો પ્યાલામાં પડવાનો અવાજ સૌને સંભળાયો હતો. આટલી ક્ષણોમાં તો, નીચે દરબાર-ગઢમાં દરબારીઓ, કર્ણાવતીના પુરજનો અને સેવન્તિલાલ-રમાગૌરી તથા સાધુજી અને ડાકૂ માનસિંહ જમા થઈ ગયાં. સૌ ઉન્નત મસ્તકે અન્તઃપુરની અઠારીમાં રાહ જોતાં ઊભાં હતાંઃ શું થશે? તે સમયે આકાશ વાદળછાયું હતું. તડકો દેખાતો નહોતો. ને વાતાવરણમાં, ‘બહુ થામ થાય છે’ એવો ભાવ હતો.

પ્રધાન બોલતો હતો, નૃપતિ, હું કાકાજીને શીખવીશ, આપ શાન્ત થાઓ. પણ અવન્તિસેન ક્રોધની ઝડપથી બળવા લાગેલી જામગરીને રોકી શક્યો નહિ. અન્તઃપુરની નીલી દીવાલ પર લટકતી બંદૂક એણે ઉપાડી, ને ખમા ખમા કરતાં રાણી-પ્રધાનને હડસેલી ક્ષણમાં જ એણે પાંજરે તાક્યું….બીજી ક્ષણે અવાજ થયો. પિંજર નહોતું, છતમાં લટકતી એની ઉપલી સાંકળ હાલતી હતી. દરબારગઢના ચોકમાં ધબ ફંગોટાયેલા પાંજરામાં, કાકાજી લીલાંભૂરાં પીંછાંવાળો લોહીમાંસ હાડકાંનો લોચો હતો. સૌ, નીચે, કાકાજીને જોઈ રહ્યાં. સૌ, ઉપર, રાજા અવન્તિસેનને જોઈ રહ્યાં. ત્યારે એક અવાજ સંભળાતો હતો, સીતારામ સીતારામ… પણ એમાં કાકાજીના કઠનું પંખીપણું હતું નહિ… મારી નગરીના હે પુરજનો, અવન્તિસેનની આ કથા, કાકાજીને નામે કર્ણાવતીમાં આજે પણ કથાય છે. તમને મેં એ, હેતુપૂર્વક સંભળાવી છે, અને છતાં સંભળાવાથી વિશેષ કોઈ હેતુ અહીં હતો નહિ…

{{Right|''(૧૯૭૪, ‘સમર્પણ’માં)''}}
{{Right|''(૧૯૭૪, ‘સમર્પણ’માં)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/છોટુ|છોટુ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/ફટફટિયું|ફટફટિયું]]
}}
17,611

edits