ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સૈનિકનાં બાળકો: Difference between revisions
No edit summary |
(પ્રૂફ) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સૈનિકનાં બાળકો | રાવજી પટેલ}} | {{Heading|સૈનિકનાં બાળકો | રાવજી પટેલ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/BHAVIK_MISTRY_SAINIK_NA_BADAKO.mp3 | |||
}} | |||
<br> | |||
સૈનિકનાં બાળકો • રાવજી પટેલ • ઑડિયો પઠન: ભાવિક મિસ્ત્રી | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રકટ્યો. | રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રકટ્યો. | ||
Line 8: | Line 23: | ||
‘કેમ?’ રાજુ પૂછે છે!’ | ‘કેમ?’ રાજુ પૂછે છે!’ | ||
અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા રાજુને ઢંઢોળે છે. | અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા દઈ રાજુને ઢંઢોળે છે. | ||
‘વહુ બેટા!’ | ‘વહુ બેટા!’ | ||
Line 98: | Line 113: | ||
‘બળ્યા, એવા પથરા શું કરવાના?’ | ‘બળ્યા, એવા પથરા શું કરવાના?’ | ||
‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા | ‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહેત ખરાં?’ | ||
બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં. | બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં. | ||
Line 132: | Line 147: | ||
‘એ મરી ગયા હોય એવું મને નથી લાગતું.’ | ‘એ મરી ગયા હોય એવું મને નથી લાગતું.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સગી|સગી]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઘનશ્યામ દેસાઈ/ગોકળજીનો વેલો|ગોકળજીનો વેલો]] | |||
}} |
Latest revision as of 00:42, 2 September 2023
રાવજી પટેલ
◼
સૈનિકનાં બાળકો • રાવજી પટેલ • ઑડિયો પઠન: ભાવિક મિસ્ત્રી
રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રકટ્યો.
‘જો પાછી, તારી આ ટેવ મને નથી ગમતી, રાજુ.’
‘કેમ?’ રાજુ પૂછે છે!’
અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા દઈ રાજુને ઢંઢોળે છે.
‘વહુ બેટા!’
‘હંઅ’ કરતી રાજુ પોતાને સંભાળી લે છે, અને ચોખા વીણવામાં લીન થયાનો ડોળ કરે છે. સાસુ કહેતી હતીઃ ‘એવોય ગયો છે તે તું તો એવી થઈ જાય છે કે જાણે ફરી પાછો કદી આવવાનો જ ન હોય, તે દિવસે તેં જ એને કેમ ના વાર્યો?’
મોં પર કરમાઈ ગયેલા કમલપત્ર જેવું સ્મિત લાવીને રાજુ સાસુને આશ્વાસન જેવો ઠપકો આપે છેઃ
‘કેવી વાત કરતાં હશો બા? દેશ માટે બંદૂક પકડનારાને તે વળી રોકાતો હશે? અને નહીં આવે એવાં કવેણ હું ક્યાં કાઢું છું પણ…’
થાળી પરસાળ વચ્ચે એમની એમ મૂકીને તે ઊભી થઈ ગઈ. વયોવૃદ્ધ જીવને સમજતાં વાર ન લાગી કે ‘પણ’ પછીનું વાક્ય કેવળ શબ્દોનું નહોતું બનેલું…?
છેલ્લા એક વર્ષથી માધવે પત્ર નહોતો લખ્યો. શું થયું હશે? એ મિલિટરીમાં જોડાયા ત્યારે કેટલું બધું લખતા હતા? પેટી ખોલી, એમાંથી બધા જ પત્રો કાઢ્યા. પ્રથમ વાર આવતા હોય તેમ તેમ રાજુ ઉલ્લાસથી પત્રોનું પુનઃ વાચન કરતી ગઈ.
આ પત્ર ડાકોર હોમગાર્ડ ઑફિસે રાત રહ્યા ત્યારનો. અને તેને હસવું આવ્યું. એક રાત રહેવાનું થયું એમાંય ગામના માણસ સાથે પત્ર?
‘હું આજે ઑફિસે રોકાઈશ. તું જમી લેજે અને ચિંતાબિંતા કરતી નહીં.’ અને જાણે હજી ડાકોરમાં જ એ રાત રહ્યા છે એવું એને થઈ ગયું; ને ત્યાં તો બીજો પત્રઃ
આ તો યુદ્ધની છાવણીમાંથી જ લખેલો! એ પહેલાં તો ડઝન જેટલા કાગળ પોતાની પર આવેલા. તે વળી આ વચમાં ક્યાં ગોઠવાઈ ગયો. રાજુની આંખમાં ચિંતા આવી. કાગળ ખાસ્સો લાંબો હતો. એક બપોરે ઘરમાં બા નહોતાં, ને આપણે તોફાન કરેલું — બાપ રે, જાણે હું જ રૂપાળી હોઈશ! પેલા, બાવાળા ઓરડામાં જતીકને દોડી ગયેલી ને મારો હાથ પકડી લીધેલો. કાચની બંગડી તૂટી ગયેલી. આ વાતનું સ્મરણ આ પત્રમાં નોંધ્યું હતું. લખ્યું હતુંઃ
‘આ પત્ર તંબુમાં પડ્યો પડ્યો લખું છું. મારા ઓશીકે તારા હાથ જેવી રાઇફલ પડી છે. પથારીમાં બૂટ સાથે આડો પડ્યો છું. કંઈ કહેવાય નહીં. ક્યારે પેલી ખાઈઓમાં લપાઈ જવાનું થાય અને હલ્લો કરવો પડે. તું પાછી જોજે ગભરાઈ જતી. પેલો બંગડીવાળો પ્રસંગ મને યાદ આવે છે… આપણને એકાદ ટાબરિયું હોત તોય… ઠીક છે. ઠીક છે. જોજે પાછી પલપલિયાં પાડતી.’
ત્યાં રહ્યા રહ્યા રડાવતા હોય એવું થયું. પોતે લખેલું ‘એવું શું લખતા હશો? આપણે કંઈ અફળ નથી થવાનાં. હું રોજ રાત્રે ભગવાન આગળ રડું છું.’ રાજુએ એ પત્રને સૌથી નીચે મૂક્યો. પોતે પાછું લખેલું યાદ આવ્યું. ‘મને જૂની વાતો સંભારી સંભારીને કશું વિચિત્ર લખશો નહીં. તમે સમજતા નથી, કશું વિચાર્યા વગરનું લખી માર્યું!’ રાજુ પત્રની થોકડી પર હાથ ફેરવતી રહી. નિદ્રસ્થ પતિની પીઠ પસવારતી હોય એમ. એણે ત્રીજો પત્ર લીધો. વાંચ્યા વગર જ સમજી ગઈ, આ તો દિવાળી પર લખેલો! એ દિવસે પોતે દિવાળી નહોતી કરવાની અને પત્ર આવ્યા પછી બધી તૈયારીઓ કરવા બેઠેલી, વાંચ્યોઃ
‘અમારી દિવાળીની શી વાત લખું? એકેક ગોળીએ એકેક શત્રુને દિવાળી બતાવીએ છીએ. જોકે હલ્લો કરાર ઉંદરડા જેવા લાગે છે. ખબર પણ પડવા દેતા નથી. ગઈ કાલની જ વાત કરું તને… અમે પંદર-સત્તર જણા ગાતા હતા. તારું નામ યાદ કરાવે એવું નામ અહીં છે. રાજુ. એ કુંવારો છે. અહીં આવતાં આવતાં પરણવાનું મળ્યું હોત તો સુખેથી મરત. પણ હવે તો મરાય પણ નહીં એવું એવું કહીને અમને હસાવે છે. અને નવી વહુની જેમ — માથે રાઇફલ મૂકીને — પાણી ભરવાનો અભિનય કરે છે. પેલું તું ગાતી હતી ને ‘હો રાજ રે, હું તો તળાવપાણી ગૈતી’ એ ગાય છે ત્યારે તું મને યાદ આવે છે. હં તો હું એ કહેતો હતો કે અમે ગામને પાદર બેઠા હોય એમ બેઠેલા, ને ઓચિંતા બૉમ્બવર્ષા થઈ. મારા પરાક્રમની વાત કરતો નથી. તું તો પાછી પોપલી છે. કીડી-મંકોડા પગ તળે આવે તોય ઑં કરે છે, માટે દિવાળી બરાબર ઊજવજે.’
‘અને ખાસ વાત લખવાની કે મારાં કપડાં ત્યાં છે, એમાંથી પેલો કોટ ગબાને આપજે. સામે શિયાળો આવે છે. એને બાપડાને હૂંફ રહે.’
રાજુ આ વખતે ખૂબ હસી હતી. આવું સાસુમાને ન બતાવાય છતાં હોંશભેર આ કાગળનો ઉત્તરાર્ધ વાંચી સંભળાવ્યો હતો.
‘તમારો છોકરો મશ્કરી કરે છે તે જુઓને બા.’ ગબાને એ કોટ એ જ દિવસે એની છાપરીએ જઈને તે આપી આવી હતી. મોટા ઘરની વહુ છાપરીએ જવામાં અચકાય પણ રાજુ એ મર્યાદા જ ભૂલી ગઈ હતી. આ પત્ર વાંચીને અત્યારે એની આંખમાં આંસુ પણ નહોતાં માતાં. ક્ષણાર્ધમાં તો કેટલુંય યાદ આવી ગયું. ખેતરમાં તમાકુ રોપાતી હતી તે વખતે બેઉ વચ્ચે હોડ બકાઈ હતી. ‘હારનાર પાંચ રૂપિયા આલે’ એવી દેખાતી શરતમાં બન્ને ચપોચપ તમાકુ રોપતાં રોપતાં આગળ વધી ગયાં હતાં. માધવે ત્યારે કહેલુંઃ
‘હું જીતું તો તમાકુનું ધરુ રોપીએ છીએ એવું…’
‘જાવ હવે, જરા શરમાવ.’
રાજુએ તમાકુના વણરોપેલા છોડ જેવા એક પત્રને હાથમાં લીધો, આંખ લૂછી અને એને લાગ્યુંઃ ઘરમાં જાણે પોતે એકલી જ નથી. બીજું ઘણું છે. નીરવ શાંતિ. ઉનાળાની લૂ લમણા પરથી ઊડીને છજામાં કબૂતર બનીને બેસી ગઈ. એ પત્ર વાંચવા લાગી —
વ્હાલી રાજુ,
‘હં’ સંબોધન વાંચીને એણે હુંકાર કર્યો. ઓસરી બહાર નજર કરી ઓચિંતું થયું, અરે આ તો પત્ર વાંચી રહી છું!
‘તું મને કેટલી યાદ આવે છે! દિલ્હી પહોંચ્યો ત્યારે મેં તારે માટે ગરમ વસ્ત્રો મોકલ્યાં હતાં. બા માટે શાલ મોકલી હતી. એ પછી તો ઘણું ઘણું વીતી ગયું. યુદ્ધ પણ પતી ગયું. અને રજા મળી ચૂકી છે. કાયમી દળમાં હોય એ લોકોને મળવા માટે જ ઘેર મોકલે છે. પણ હું તો કાયમી દળમાં નથી, એટલે મને ફરી જરૂર પડતાં સુધી રજા. તને આનંદ થશે મને દિલ્હીમાં એન.સી.સી.માં અન્ડર ઑફિસરની જગ્યા મળી છે. અહીં અમારા રહેઠાણમાં સગવડ સારી છે. મારે એક કૉલેજના આચાર્ય સાથે સારો પરિચય થયો છે. એમની પુત્રી રેણુ મને ઘણી વાર આગ્રહ કરીને જમવા નોંતરે છે. એ લોકો બહુ પ્રેમાળ છે. તારે માટે બે સાડીઓ મોકલું છું. રેણુની પસંદગી છે. પત્ર લખજે.’
રાજુ પત્રોને કોરે મૂકીને ઊઠી. બારી ઉઘાડીને પાછી નવાણિયા પાસેના થોરને જોઈ રહી. એક પોપટ થોર પર બેઠો હતો. થોરના લીલા રંગમાં તે ભળી ગયો હતો. નકરાં લાબરિયાં જેવો લીલોછમ પોપટ… અને એ પાછી વિચારે ચડી. એને થયુંઃ પેલા પોપટને પણ થોરની જેમ કાંટા ઊગશે… ને પત્રો પાસે આવી. વાંચ્યા વગરના કેટલાય પત્રો વાંચેલા પત્રો સાથે મૂકી દીધા. પછી જાતને સંભાળી લીધી. હશે, એમાં વળી શું થઈ ગયું? એ ઓછા વસ્તુ જેવા છે તે ઓછાઈ જવાના છે!
અને આ પત્ર આવ્યો ત્યારે તો પોતાને કશુંય થયું નહોતું. ઊલટાની પત્ર લખી બેઠી હતી—
‘જો જો પાછા અમને ભૂલી જતા…’
પણ એ પત્ર પછી ચારપાંચ માસ કોરા ગયા. ટપાલીઓ જ જાણે મરી ગયા હોય એવું થઈ ગયું. ખેતરમાં બે પાક લેવાઈ ગયા. ગબાને આપેલા કોટ પર કેટલાંય થીગડાં ચોંટી ગયાં હતાં. વાળુ માગવા આવતો ત્યારે એ બિચારો યાદ કરાવતો.
એક દિવસ સોનાનો આવ્યો. કાગળ ચકરડું લેતો ઓસરીમાં પડ્યો. રાજુના ઉમંગનો પાર નથી. દોડતીક પત્ર લીધો. બા પાછળ ન આવતાં હોત તો એકાંત જેવું નખરું પણ પત્રને કરી લેત.
‘શું લખે છે એવોય?’
રાજુ પત્ર વાંચતી રહી. એના હાથમાં પત્રમાં કે આંખમાં વંટોળની જેમ આવેલો પેલો ઉમંગ ઓસરી ગયો.
‘મજામાં છે.’
ફિક્કા સ્વરે તેણે ઉત્તર આપ્યો.
‘મને સંભળાવ તો ખરી.’
રાજુ શું વાંચે? એમાં તો લખ્યું હતું — માધવ રેણુને લઈને સાથે રહે છે. આગ્રાની એક શાળામાં વ્યાયામશિક્ષક તરીકે એને સર્વિસ મળી ગઈ હતી. આટલુંય સાચું એ લખી શક્યા? રાજુને એથી દુઃખ ન થયું. એણે શરીરમાં પ્રસરી ગયેલા આઘાતને પાછો વાળ્યો આ રીતે —
‘એમાં વળી સંકોચાવ છો શું? એ તો હું પેલા કાગળથી જ જાણતી હતી. તમારાં લક્ષણ તો એવાં જ હતાં. બાને એ વાત હું નહીં કરું. એ બિચારીને કેવું થાય? મને જરા લખજો તો ખરા કે એ રેણુ કેવીક રૂપાળી છે? મને એનો કશો બાધ નથી. બાધ છે તો ફક્ત એક જ, તમે બે વર્ષ સુધી કશું જ લખ્યું નહીં. આપણે તમાકુની રકમ સારી એવી એકઠી થઈ છે. તમારે જરૂર પડે તો મંગાવજો.’
પત્નીનો મોકળો સ્નેહ જોઈને માધવને થયું કે આવી સ્ત્રી આગળ બે વર્ષ ન છુપાવવાં જોઈએ. એણે પ્રત્યુત્તર લખ્યોઃ
‘મેં તારાથી ઘણું છુપાવ્યું છે. મને તું માફ કરજે, રાજુ! આગ્રામાં અમે બે વર્ષથી ઠરીઠામ થયાં છીએ. બાને — ખાસ કરીને તો તને જ દુઃખ થાય એટલે આ વાત ખોલતાં સંકોચાતો હતો. હું તારી ફરીવાર માફી માગું છું. તને કહું? રેણુને બે છોકરીઓ થઈ છે. એક જ દિવસે જન્મી છે. બન્ને સરખી — દેખાવડી છે. બન્ને ચાલે છે. એક ઊંઘતી હોય ને બીજી જાગતી હોય તો કોણ જાગે છે તે કોણ ઊંઘે છે તે પણ ખબર પડતી નથી. નામ પાડ્યાં છે તોય જુદી ઓળખાતી નથી. અમે હાથે દોરા બાંધીને નિશાની રાખી છે. બન્ને ચાલતાં શીખી છે. એક — ભૂરા દોરાવાળી ‘ડોલી’ રેણુએ નામ પાડ્યું છે. સારું એવું બોલતાં શીખી છે. એ તોતડું બોલે છે. બીજી ‘મલ્લી.’ અમારી પડોશણે નામ પાડ્યું છે. ખૂબ તોફાની છે. એને હાથે કશી નિશાની નથી બાંધી. લાલ દોરી બાંધી હતી, એણે તોડી નાખી, એનું કપાળ બરાબર મારા જેવું છે. બંનેનો રંગ — એની મા જેવો.
‘રાજુ, આ શું થઈ ગયું બધું? મને ઘણી ઇચ્છા થાય છે, ત્યાં આવવાની, તને — બાને જોવાની, વાતો કરવાની, પણ ડરું છું. બા આ બધું સહન કરશે? તું મારાથી લગીરે દૂર નથી. આ બધું છતાં તું એટલી જ પાસે છે, પહેલાં જેટલી જ વહાલી, એથીય વધારે.’
રાજુએ આ પત્ર આવ્યો ત્યારે મનને ખૂબ ધરપતમાં રાખ્યું હતું. બા વારંવાર પૂછ્યા કરતાં હતાં. જૂઠો પત્ર વાંચીને બધી વાત દાબી રાખી. આયખું આખું આંખમાં સાચવીને બેઠેલી એ વયોવૃદ્ધાથી કશું અછતું ન રહ્યું. એને એક વાતનો તો અણસારો આવી જ ગયો હતો કે પત્ર આવે ત્યારે વહુ ઘેલીઘેલી થઈ જતી પણ હમણાંની તો એકલી એકલી સોરે છે. છેલ્લો પત્ર આવ્યો એ ખ્યાલમાં રાખ્યો અને જેવી રાજુ તળાવે ગઈ ત્યારે ફળિયાના છોકરા પાસે તે વંચાવ્યો. અણસમજુ છોકરો કડકડાટ વાંચી ગયો! એણે ઝટપટ કાગળ ખૂંચવી લીધો. બાળકને ગોળની ગાંગડી આપતાં આપતાં પત્રમાંની બીનાને જાણે ખોટી પાડતી હોય એમ કહેવા માંડીઃ
‘એના ઘર પાસે રહે છે એ છોડીઓનીય વાત એણે લખી છે, નહીં ભઈલા?’ વૃદ્ધ માની પાકી આંખમાં આંસુ આવ્યાં. ઘરમાં સતી જેવી સ્ત્રી હોય ને એને મૂઆને આ શું સૂઝ્યું? દીકરે છાતીમાં કુહાડાના ઘા માર્યા હોય એવી એ હકીકત હતી. રાજુ તળાવેથી આવી ત્યારે પણ સાસુમાના હાથમાં જ એ પત્ર હતો. બારણામાં પેસતાં જ રાજુએ હાથમાંનો કાગળ જોયો ને ધ્રાસકો પડ્યો!
‘બા, એ કાગળ, તમે — તમે ક્યાંથી લીધો?’
‘લીધો, બેટા, મારું કરમ લઈને બેઠી છું. તું મને ખોટું ખોટું સંભળાવતી હતી, તારું કાલજું કેમનું ચાલે છે?’
‘અરે, અરે બા, તમે વળી શું – નાના બાળકની જેમ.’ અને સાસુએ ફરી સહન કેમ કરે છે? એવું કહ્યું ત્યારે એણે કહ્યુંઃ
‘બધુંય થઈ ગયા પછી એમાં પથરો મારવાનોય શો અર્થ, બા? થયું એટલે થયું. મને તો ગમ્યું છે કે ઘરમાં બે છોકરાં.’
અને ઘરડી મા ગુસ્સે થઈ ગઈ.
‘બળ્યા, એવા પથરા શું કરવાના?’
‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહેત ખરાં?’
બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં.
‘અને છોકરીઓનાં નામ એવા કઢંગાં, શાં પાડ્યાં છે તે! તમને બર્યું એટલીય સમજ નથી કે ડોલી-મલ્લી તે કેવું લાગે? કોઈ સાંભળે તોય લાગે કે અલીમલી જેવું! વળી શું નામ પાડ્યાં હશે? બન્નેનો ફોટો મોકલજો. અને એમનાં નામ સોના-રૂપા રાખજો. મારી તો તમને વિનંતી છે કે તમે હવે આગ્રાને ભૂલી જાવ. અહીં આવતા રહો. બાના મિજાજને હું પહોંચી વળીશ.’
રાજુના આ પત્રથી માધવના પગ ત્યાં જ રોપાઈ ગયા. ઊલટો એ વધારે ગભરાઈ ગયો. બા વાત જાણી ગઈ છે. એટલે દેવતાનો જ વરસાદ વરસવાનો, બીજું કંઈ નહીં, ગામમાં બે બાળકો અને નવી પત્ની સાથે પોતે જાય તો કેવું કઢંગું લાગે! એવા ઠપકા સાંભળવાની તૈયારી એનામાં નહોતી. એણે ત્યાંથી જ મૌન સ્વીકાર્યું.
એ પછી એકેય પત્ર ન દેખાયો. એક ચોમાસું આખું આંખમાંથી વહી ગયું. રાજુએ માધવને ઘણા વલોપાત કર્યા પણ કશોય ઉત્તર નહીં. જેમ જેમ રાજુના પત્રો તે વાંચતો તેમ તેમ એને દગો દીધાનો ભાવ એના મનમાં જાગ્યો. ઉત્તર આપવાની પણ હવે એને શરમ આવતી.
રાજુ મનમાં ને મનમાં ઈશ્વરને કરગરતી, પ્રાર્થતી, પણ એનો પરમેશ્વર તો બહેરો બની ગયો હતો. આજે એ ચોખા વીણતી હતી. એક ચોખો મોંમાં મૂક્યો કે એ યાદ આવ્યા. અને તરત જ શું થયું કે એની આંખ ભીની થઈ ગઈ. બધા કાગળોને પાછા પેટીમાં મૂકી દીધા અને પાછી બારી સમક્ષ આવી. થોર પર પોપટ નહોતો. નાવણિયા આગળના એ થોરિયા પર ચોમાસું રહી ગયું છે. રાજુના શરીર પર કાંટા ફૂટતા હોય એવું થવા લાગ્યું.
‘વહુ બેટા!’ એ બારી આગળથી ખસી.
‘જો તો ખરી આ તાર આવ્યો છે.’ સાસુમાના આ સમાચારે તે અબુધ પ્રાણીની જેમ ભડકી. દોડતીક બહાર પરસાળમાં આવી તાર લીધો, સકંપ દૃષ્ટિએ વાંચ્યો ને જોતજોતામાં તો એ કાળીધબ્બ પડી ગઈ! વગર વાંચ્યે ઘરડી માએ અશુભ જોઈ લીધું.
માધવ મોટર-અકસ્માતમાં માર્યો ગયો હતો.
બીજે દિવસે માએ ફરી રાજુને પૂછ્યુંઃ
‘બેટા, આખી વાત કર ને. એને કેમ કરતાં એવું કડથોલું વાગ્યું? લડાઈમાં ગયો હોય તોય આવું ન લાગત. દેશ માટે ઝઝૂમીને મર્યો હોત તો હૈયું હરખ હરખ થાત, પણ આ મોટર-ગાડીઓ જ મારા કરમને લૂંટી ગઈ. મારી આંખો વિધવા થઈ ગઈ. વહુ બેટા, હવે ઝાઝું વિચારીશ નહીં. પેલાં નોંધારાં જીવને અહીં તેડાવી લે. એમનું આ અડધે રસ્તે કોણ?’
રાજુએ પણ પાકી ઉમ્મરને ટેકો આપતાં કહ્યુંઃ ‘કંઈ નહીં બા, હું છું — પણ હું?’ એણે સજલનેત્રે આગ્રા તરફ એક પત્ર રવાના કર્યો. ‘તમે જલદી આવતાં રહો. ઘરનું બધું જ પછી લાવીશું. પણ તમે આવતાં રહો.’
ત્રણેય મા-દીકરાં આવવાનાં હતાં. ત્યારે રાજુ ડાકોર સ્ટેશને જઈને વાટ જોતી ઊભી. ગાડી આવી. ધીમે ધીમે પ્લૅટફૉર્મ ખાલી થયું. દૂર થાંભલા આગળ પ્રવાસીઓમાંથી ચળાઈ ગયેલાં એક છોકરી જેવી સ્ત્રી અને બે બાળકો ઊભાં હતાં. એ દોડી. ફોટામાં હતાં, એ જ બે બાળકો. માધવના કપાળને સાચવી રહેલી એક છોકરીને રાજુએ ઊંચકી.
‘બેટા’ કહીને બચીઓ કરવા મંડી. દોરા વગરના એના હાથ લઈને ગાલે દબાવતી દબાવતી પ્લૅટફાૅર્મ બહાર નીકળી આવી. પેલીને કહેવા પણ ન રહી કે ચલો. લીમડા નીચે આવીને પાછી ઊભી રહી. બીજીને ઊંચકી. વહાલ કર્યું. અને રેણુની શ્વેત સાડીને જોઈ રહી.
‘તું કેટલી બધી રૂપાળી છે? મને પણ વહાલ થાય એવી છે. તો પછી એમની વાત જ શી? મારા ઈશ્વરે મારો એક માણસ લઈને મને ત્રણ જણ આપ્યાં. હું તો કોનો પાડ માનું? તારો કે ઈશ્વરનો? અને તને આવું સફેદ પહેરવાનું કોણે કહ્યું? તું તો સાવ નાની છે. મારી ત્રીજી છોકરી જેવી.’
રાજુએ રેણુને માથે પણ હાથ ફેરવી લીધો. રેણુ એની છાતી પર માથું મૂકીને રડી પડી. અશ્રુના અવાજમાં કહી પણ દીધુંઃ
‘એ મરી ગયા હોય એવું મને નથી લાગતું.’