ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુધીર દલાલ/પછી: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{Poem2Open}} છોકરાંઓ હવે સૂઈ ગયાં હતાં. બધાં છાપરે સૂતાં હતાં. ઉપર તારા હતા....")
 
(પ્રૂફ)
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પછી | સુધીર દલાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છોકરાંઓ હવે સૂઈ ગયાં હતાં. બધાં છાપરે સૂતાં હતાં. ઉપર તારા હતા. કાળીભમ્મર રાત હતી. શહેર વચ્ચે રણની વીરડીની જેમ ઊગેલાં ગુલમહોરનાં ફૂલો પણ અત્યારે તો કાળાં લાગતાં હતાં. થોડોક પરસેવો વળતો ત્યાં પવનની એક લહેરખી આવી શરીર સૂકું અને ઠંડું — શરીર પર રૂંવાડાં ખડાં કરી દે એવું — બનાવી જતી હતી.

Line 42: Line 44:
‘ઘણાય, હાર પહેરીને તો થાકી ગઈ હતી. એટલી લદાયેલી! ડોકીય દુઃખી ગયેલી.’

થોડી વાર તરંગ શાંત રહ્યો આશાને હારથી લદાયેલી આંખ બંધ કરી જોઈ રહ્યો, દાચ આશા પણ પોતાની જાતને જોઈ રહી.
થોડી વાર તરંગ શાંત રહ્યો આશાને હારથી લદાયેલી આંખ બંધ કરી જોઈ રહ્યો, કદાચ આશા પણ પોતાની જાતને જોઈ રહી.

‘હં, By about ૨.૩૦, ૨|| વાગે આલ્પ્સના પહાડો ઉપરથી ઊડી રહ્યા હતા. નીચે ટૂથપેસ્ટ ઘસીને હોઠ પરથી ઊતરેલા ઓઘરડા જેવા બરફના રેલા રેલાયેલા, ઠરેલા, થીજેલા, આલ્પ્સના પહાડો પસાર થતા હતા. ના, આલ્પ્સના પહાડો ઊભા હતા અને અમે પસાર થતાં હતાં. ચાર વાગે માઇક પર કેપ્ટનનો અવાજ આવ્યો.

Line 102: Line 104:
થોડી વારે એ શાંત થઈ. વદ ચોથનો ચાંદો દૂર લીમડા પાછળથી ડોકિયું કાઢતો હતો. તરંગે એ તરફ જોયું; પછી માથું ઓશીકા પર ઢાળી દીધું અને જોરથી આંખો બીડી દીધી. એને જોવું નહોતું કે આશાએ પણ પેલો ચંદ્ર જોયો હતો કે નહીં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જ્યોતિષ જાની /એક સુખી માણસનું ચિત્ર|એક સુખી માણસનું ચિત્ર]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વર્ષા અડાલજા/‘એ’|‘એ’]]
}}