ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/નિર્જનતા: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 18: Line 18:
સરિતા અરીસા સામે આવીને ઊભી.
સરિતા અરીસા સામે આવીને ઊભી.

એના છૂટા વાળ ખભા પર આગળ પડડ્યા હતા. ચહેરો એકદમ સ્વચ્છ લાગતો હતો – હમણાં જ રડી લીધું હોય તેવો! સરિતાને ઘણી વાર પોતાના ચહેરા પર સતત હાજર રહેતી ઉદાસીની છાયાઓ ગમતી નથી. બીજા કોઈએ એને કહ્યું નથી, એણે પોતે જ એવું અનુભવ્યું છે કે એની આંખોમાં હંમેશાં વિષાદનો ભાવ રહેલો હોય છે.
એના છૂટા વાળ ખભા પર આગળ પડ્યા હતા. ચહેરો એકદમ સ્વચ્છ લાગતો હતો – હમણાં જ રડી લીધું હોય તેવો! સરિતાને ઘણી વાર પોતાના ચહેરા પર સતત હાજર રહેતી ઉદાસીની છાયાઓ ગમતી નથી. બીજા કોઈએ એને કહ્યું નથી, એણે પોતે જ એવું અનુભવ્યું છે કે એની આંખોમાં હંમેશાં વિષાદનો ભાવ રહેલો હોય છે.

કદાચ એવું ન પણ હોય. એવું હોવું જોઈએ એવી સ્થિતિ છે એટલે એ એવું વિચારતી હોય! એ પૂછે પણ કોને? સામેથી આવીને એની આંખો વિશે હવે કોઈ વાત કરે નહીં અને સરિતા પોતે તો કોઈને પૂછી જ કેમ શકે?
કદાચ એવું ન પણ હોય. એવું હોવું જોઈએ એવી સ્થિતિ છે એટલે એ એવું વિચારતી હોય! એ પૂછે પણ કોને? સામેથી આવીને એની આંખો વિશે હવે કોઈ વાત કરે નહીં અને સરિતા પોતે તો કોઈને પૂછી જ કેમ શકે?
Line 98: Line 98:
એણે આજનું છાપું ઉઘાડ્યું. કોઈ જગ્યાએ સારું વ્યાખ્યાન હોય, કોઈ ગોષ્ઠિ હોય, ક્યાંક પ્રદર્શન હોય જ્યાં માણસો અને માણસો હોય એવી કોઈ પણ જગ્યા…
એણે આજનું છાપું ઉઘાડ્યું. કોઈ જગ્યાએ સારું વ્યાખ્યાન હોય, કોઈ ગોષ્ઠિ હોય, ક્યાંક પ્રદર્શન હોય જ્યાં માણસો અને માણસો હોય એવી કોઈ પણ જગ્યા…

કશું જ નથી… આજે જાણે જાહેરમાં કોઈ જ પ્રવૃત્તિ થવાની નથી. લોકો સરિતાથી રિસાઈ બેઠા લાગે છે… તો શું થયું, સિનેમા તો છે ને? શહેરમાં ચાલતી ફિલ્મોનાં નામો વાંચવા લાગી. ભુલાઈ ગયેલી પરભાષા વર્ષો પછી વાંચતી હોય એવું લાગ્યું! પણ મજા આવી. જાતજાતનાં નામો હતાં. કેટલાંક એક્ટર-ઍક્સેસ પણ નવાં આવી ગયાં હતાં. પણ કઈ ફિલ્મ જોવા જેવી હતી તે નક્કી ન થઈ શક્યું.
કશું જ નથી… આજે જાણે જાહેરમાં કોઈ જ પ્રવૃત્તિ થવાની નથી. લોકો સરિતાથી રિસાઈ બેઠા લાગે છે… તો શું થયું, સિનેમા તો છે ને? શહેરમાં ચાલતી ફિલ્મોનાં નામો વાંચવા લાગી. ભુલાઈ ગયેલી પરભાષા વર્ષો પછી વાંચતી હોય એવું લાગ્યું! પણ મજા આવી. જાતજાતનાં નામો હતાં. કેટલાંક એક્ટર-ઍક્ટ્રેસેસ પણ નવાં આવી ગયાં હતાં. પણ કઈ ફિલ્મ જોવા જેવી હતી તે નક્કી ન થઈ શક્યું.

– આજે બહાર તો નીકળવું જ છે. પુલ પરથી પસાર થતાં ‘અમૂલ’ની જાહેરાત વાંચીને મનમાં સ્મિત કરવું છે… દબાયેલા પ્રકાશમાં, એરકન્ડિશન્ડ સુગંધમાં પ્રવેશ કરીને ધીરા અવાજે બૅરાને ઑર્ડર આપવાનો છે. કદાચ બનારસી પાન પણ ખાવું છે…