ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇલા આરબ મહેતા/પાંખ: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{Poem2Open}} રાતના બારને ટકોરે ઘરનાં બારણાં ધડામ્ દઈને બંધ થયાં ને સોનલ બહ...")
 
(પ્રૂફ)
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પાંખ | ઇલા આરબ મહેતા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાતના બારને ટકોરે ઘરનાં બારણાં ધડામ્ દઈને બંધ થયાં ને સોનલ બહાર અંધકારમાં હડસેલાઈ ગઈ.

Line 110: Line 112:
પણ રાકેશ ખરાબ રીતે હસતો રહ્યો. એ પ્રતિકાર કરતી હતી ને રાતના બારને ટકોરે ઘરનાં બારણાં ધડામ્ કરતાં બંધ થયાં ને સોનલ અંધકારમાં એકલી બહાર હડસેલાઈ ગઈ.

*
<center>*</center>

સોનલ ઘરના છજા પર બેસી હસતી હતી. એ બચી ગઈ હતી. એને પાંખો ફૂટી હતી. એ હવામાં ઊડી શકતી હતી. એ મુક્ત હતી.

Line 162: Line 164:
વર્ષોને વજન નથી; હળવાં ફૂલ બની વહેતાં જાય છે, કાળસમંદર પર સોનલ ઘણી પોપ્યુલર છે. હવે ઘણા દોસ્તારો છે એને, ગાડીને સ્ટાર્ટ કરતાં એ હમેશ મોં મરડીને કહે છે. ‘બાય બાય રાકેશ.’ ને રાકેશ એને મોં વકાસી જોઈ રહે છે.

સોનલની પૂરપાટ જતી ગાડી જાણે અવકાશમાંથી નીચે ગબડતી ગઈ… નીચે નીચે…

Line 184: Line 186:
‘પછી શું બન્યું તે હું જાણું છું. હું જાણું છું.’ એને ચીસ તો પાડવી હતી. પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો. પાંખ કપાઈ જતાં ઢગલો થઈ જમીન પર તૂટી પડતી કબૂતરી જેવી એ બિછાનામાં ઢગલો થઈ પડી રહી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇલા આરબ મહેતા/પરીકથા|પરીકથા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રજનીકુમાર પંડ્યા/સીનો|સીનો]]
}}