ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સાગર શાહ/સુજીની સમાજસેવા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 8: Line 8:
આ સીટીમાં જઈએ એટલે આવું જ થતું હોય છે.
આ સીટીમાં જઈએ એટલે આવું જ થતું હોય છે.

ક્યાં ફસાઈ જવાય ખબર જ ના પડે. એનુંય એવું જ થયું હશે. પણ એક રીપ્લાય… કંઈ નહીં. જ્યારે આવશે ત્યારે આવશે. ને કરશે રીપ્લાય – નવરી પડશે ત્યારે. એમેય અત્યારે મારું મગજ ચાલતું નથી. પેલી ગૂંચ, ના-ના વાદળિયું, ના-ના વંટોળ, હા, વંટોળ, ઊભરાયો છે મારી અંદર. નાનો સરખો.
ક્યાં ફસાઈ જવાય ખબર જ ના પડે. એનુંય એવું જ થયું હશે. પણ એક રીપ્લાય… કંઈ નહીં. જ્યારે આવશે ત્યારે આવશે. ને કરશે રીપ્લાય – નવરી પડશે ત્યારે. આમેય અત્યારે મારું મગજ ચાલતું નથી. પેલી ગૂંચ, ના-ના વાદળિયું, ના-ના વંટોળ, હા, વંટોળ, ઊભરાયો છે મારી અંદર. નાનો સરખો.

જેણે મને જકડી રાખ્યો છે. થીજવી દીધો છે. જુઓ ને – ફિલ્મ પછીના ડિસ્કશનમાં કે પાછળથી ભઈબંધો જોડે કીટલી પર બેઠો’તો ત્યારેય – હું ક્યાં કશું બોલી શક્યો?
જેણે મને જકડી રાખ્યો છે. થીજવી દીધો છે. જુઓ ને – ફિલ્મ પછીના ડિસ્કશનમાં કે પાછળથી ભઈબંધો જોડે કીટલી પર બેઠો’તો ત્યારેય – હું ક્યાં કશું બોલી શક્યો?
Line 24: Line 24:
કે હું સાવ જ સલવાઈ ગયો. ગોટે ચઢી ગયો.
કે હું સાવ જ સલવાઈ ગયો. ગોટે ચઢી ગયો.

એવું થવા માંડ્યું કે સાલું ત્યાનત છે આ સુખી જિંદગી પર. આટલા બધા લોકો, વસ્તીનો આટલો મોટો હિસ્સો, આવી હાલતમાં જીવતો હોય ને હું જલસા કર્યા કરું? હોટલોમાં ને થિયેટરોમાં ફર્યા કરું? – કૈક કરવું ન જોઈએ મારે–? આ બધા કરોડો દુઃખિયાઓ, શોષિતો પ્રત્યે મારી કોઈ ફરજ નથી? – સાથે સાથે જોકે એવુંય થતું’તું કે હું કરવાનોય શું હતો? દીનદુ:ખિયાની સેવા? ચળવળ? એવું કશું હું કરી શકું ખરો? હું આળસુ, એદી – શહેરની સુખી જિંદગીનો બંધાણી.
એવું થવા માંડ્યું કે સાલું લ્યાનત છે આ સુખી જિંદગી પર. આટલા બધા લોકો, વસ્તીનો આટલો મોટો હિસ્સો, આવી હાલતમાં જીવતો હોય ને હું જલસા કર્યા કરું? હોટલોમાં ને થિયેટરોમાં ફર્યા કરું? – કૈક કરવું ન જોઈએ મારે–? આ બધા કરોડો દુઃખિયાઓ, શોષિતો પ્રત્યે મારી કોઈ ફરજ નથી? – સાથે સાથે જોકે એવુંય થતું’તું કે હું કરવાનોય શું હતો? દીનદુ:ખિયાની સેવા? ચળવળ? એવું કશું હું કરી શકું ખરો? હું આળસુ, એદી – શહેરની સુખી જિંદગીનો બંધાણી.

આવા તો કૈક ઊભરા આવ્યા ને શમી ગયા. આય એવો ઊભરો ન હોય એની શી ખાતરી? ને પાછી મારી જવાબદારીઓ? આશના? એનું શું? એને મૂકીને હું ગમે ત્યાં જઈ શકું? એ જોડે ના આવે તો હું એકલો રહી શકું? એટલે આવા બધા વિચારો, મૂંઝવણો ને ગૂંચવાડા…

Line 60: Line 60:
: આઈ થીંક મેં જોયેલી છે.
: આઈ થીંક મેં જોયેલી છે.

: દલિત ઈશ્ય પર છે. સફાઈ કામદારોની. દલિત કલાકારો પણ છે…
: દલિત ઈશ્યૂ પર છે. સફાઈ કામદારોની. દલિત કલાકારો પણ છે…

હવે ડોળા ડાબી તરફ. પણ એ કશું બોલતી નથી. બુચકારો કરે છે. ને ખાવા લાગે છે.
હવે ડોળા ડાબી તરફ. પણ એ કશું બોલતી નથી. બુચકારો કરે છે. ને ખાવા લાગે છે.
Line 68: Line 68:
: પતી ગયું?
: પતી ગયું?

આંખના ઇશારે હા પાડી એ અંદર ચાલી ગઈ. ને આવીને પાછી બેઠી ટેબલ પર. મુખવાસ ફોક્તી… મને લાગે છે મારેય પતાવી દેવું જોઈએ. વિચાર વિચારમાં બહુ ખવાઈ ના જાય.
આંખના ઇશારે હા પાડી એ અંદર ચાલી ગઈ. ને આવીને પાછી બેઠી ટેબલ પર. મુખવાસ ફાક્તી… મને લાગે છે મારેય પતાવી દેવું જોઈએ. વિચાર વિચારમાં બહુ ખવાઈ ના જાય.

ચલો મારુંય પતી ગયું.
ચલો મારુંય પતી ગયું.
Line 112: Line 112:

ચાલો ઘણું કામ પતાવી દીધું સવાર સવારમાં. બે ચાર જગાએ કો-ઓર્ડીનેટ કરવાનું હતું. માલનું, મશીનરીનું – કરી નાખ્યું. મૅનેજર પાસેથી મન્થલી રિપોર્ટ મેળવીને ચેક કરી લીધો. પપ્પા જોડે પણ વાત કરી દીધી. ફેમિલી બીઝનેસ ખરો એટલે…
ચાલો ઘણું કામ પતાવી દીધું સવાર સવારમાં. બે ચાર જગાએ કૉ-ઓર્ડીનેટ કરવાનું હતું. માલનું, મશીનરીનું – કરી નાખ્યું. મૅનેજર પાસેથી મંથલી રિપોર્ટ મેળવીને ચેક કરી લીધો. પપ્પા જોડે પણ વાત કરી દીધી. ફેમિલી બીઝનેસ ખરો એટલે…

હાશ. હવે થોડી શાંતિ પડી. હવે નિરાંતે બેસીશ. છાપું વાંચીશ. ટી.વી. પર ન્યૂઝ જોઈશ. ને હા, જય ભીમ કોમરેડના વિચારો કરીશ. કેમકે આ વખતે ઊભરો શમવો ન જોઈએ. કાયમ જેવું ના થવું જોઈએ. જોકે આ વખતે લાગે છે કે એવું નહીં થાય. એક તો ફિલ્મ જ એવી હતી ને આ ફેરી મને જેન્યુઈન ફીલ થયું છે. અત્યારે ફિલ્મનાં દૃશ્યો યાદ કરું છું ને પેલો વંટોળ ઊભરાવા લાગે છે.

Line 118: Line 118:
તો શું કરું?
તો શું કરું?

ફરીથી કરું ગૂગલ? ગઈકાલે અમુક ઇન્ટરેસ્ટીંગ બ્લૉગ બાકી રહી ગયેલા. હા એમ કરી શકાય. પણ એ. યાદ આવ્યું. સ્ક્રીનીંગમાં તો કહેલું કે ફિલ્મ યુટ્યુબ પર મૂકેલી છે. જેને જોવું હોય એ જોઈ શકે. ખાલી સ્ક્રીનીંગ માટે મંજૂરી લેવી પડે. હા યાર. આ તો ભુલાઈ જ ગયેલું. કાલે આશનાને ફિલ્મ યાદ હોતી આવતી ત્યારે દેખાડતને.
ફરીથી કરું ગૂગલ? ગઈકાલે અમુક ઇન્ટરેસ્ટીંગ બ્લૉગ બાકી રહી ગયેલા. હા એમ કરી શકાય. પણ એ. યાદ આવ્યું. સ્ક્રિનિંગમાં તો કહેલું કે ફિલ્મ યુટ્યુબ પર મૂકેલી છે. જેને જોવું હોય એ જોઈ શકે. ખાલી સ્ક્રીનીંગ માટે મંજૂરી લેવી પડે. હા યાર. આ તો ભુલાઈ જ ગયેલું. કાલે આશનાને ફિલ્મ યાદ નહોતી આવતી ત્યારે દેખાડતને.

કંઈ નહીં. આજકાલમાં બતાવી દઈશ. પણ સાલું, સાવ જ ભુલાઈ ગયેલું. વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર. હવે આ બ્લોગ લોગ બંધ કરું ને ફિલ્મ જ જોવા મંડું. કદાચ કૈંક જોવા મળે, નવો એન્ગલ મળે.
કંઈ નહીં. આજકાલમાં બતાવી દઈશ. પણ સાલું, સાવ જ ભુલાઈ ગયેલું. વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર. હવે આ બ્લોગ બંધ કરું ને ફિલ્મ જ જોવા મંડું. કદાચ કૈંક જોવા મળે, નવો એન્ગલ મળે.

Line 210: Line 210:
જોકે હવે મને લાગે છે એના મનમાં એવો કશો ભાવ નહીં હોય. બધો મારા મનનો વહેમ જ હશે. કેમકે ગઈકાલે પેકીંગમાં તો એણે ખાસ્સી મદદ કરેલી. એ પણ હસતા ચહેરે. ઓઢવાનું, દવાઓ, મોજાં, ટુવાલ, નાસ્તો બધું યાદ કરી મુકાવેલું.

એની વે, જે હોય એ. કશો ભાવ હોય કે ના હોય. હું તો બસ આ સફરનો આનંદ ઉઠાવવા માગું છું. આ વૃક્ષો, ખેતરો ને તડકો. કેટલા સરસ છે બધા. ને આગળ કૅમ્પ પણ આવો જ સરસ રહેશે. મને તો અત્યારથી જ એટલું એક્સાઇટમેન્ટ થઈ રહ્યું છે કે
એની વે, જે હોય એ. કશો ભાવ હોય કે ના હોય. હું તો બસ આ સફરનો આનંદ ઉઠાવવા માગું છું. આ વૃક્ષો, ખેતરો ને તડકો. કેટલાં સરસ છે બધાં. ને આગળ કૅમ્પ પણ આવો જ સરસ રહેશે. મને તો અત્યારથી જ એટલું એક્સાઇટમેન્ટ થઈ રહ્યું છે કે ચાલો આજે ઉઠી ગયો ને તૈયાર થઈ ગયો છું. ગઈ કાલે મોડી સાંજે આવેલો ત્યારે તૈયારીઓ ચાલતી’તી. નિમેશભાઈએ એકાદ-બે લોકો સાથે ઓળખાણ કરાવેલી. એક તો સુરેશભાઈ ને બીજા કોણ. નામ ભૂલી ગયો છું. પણ નિમેશભાઈએ મારી થાકેલી આંખો ને મારો ધૂળિયો વેશ જોઈને કહેલું કે જમીને સૂઈ જાઓ. કાલે મળશું. તે હું એમના કહ્યા મુજબ જમી-પરવારીને સૂઈ ગયેલો.
 
ચાલો આજે ઉઠી ગયો ને તૈયાર થઈ ગયો છું. ગઈ કાલે મોડી સાંજે આવેલો ત્યારે તૈયારીઓ ચાલતી’તી. નિમેશભાઈએ એકાદ-બે લોકો સાથે ઓળખાણ કરાવેલી. એક તો સુરેશભાઈ ને બીજા કોણ. નામ ભૂલી ગયો છું. પણ નિમેશભાઈએ મારી થાકેલી આંખો ને મારો ધૂળિયો વેશ જોઈને કહેલું કે જમીને સૂઈ જાઓ. કાલે મળશું. તે હું એમના કહ્યા મુજબ જમી-પરવારીને સૂઈ ગયેલો.

ને અત્યારે હું રાહ જોઈને બેઠો છું. અહીં સ્કૂલના પગથિયા પર. થોડો વહેલો આવી ગયો છું. બહુ નહીં દસેક મિનિટ. સારું ને. એમનેય લાગશે કે છોકરો સિન્સિયર છે. કમિટેડ છે.
ને અત્યારે હું રાહ જોઈને બેઠો છું. અહીં સ્કૂલના પગથિયા પર. થોડો વહેલો આવી ગયો છું. બહુ નહીં દસેક મિનિટ. સારું ને. એમનેય લાગશે કે છોકરો સિન્સિયર છે. કમિટેડ છે.
Line 234: Line 232:
હવે એવું નક્કી થયું છે કે મારે ડૉક્ટરની બાજુમાં બેસવાનું. ને એ જે તપાસ કરે એની નોંધ કરવાની. લીસ્ટ ડાઉન કરવાનું બધું.
હવે એવું નક્કી થયું છે કે મારે ડૉક્ટરની બાજુમાં બેસવાનું. ને એ જે તપાસ કરે એની નોંધ કરવાની. લીસ્ટ ડાઉન કરવાનું બધું.

મેં તો જેવી સુરેશભાઈએ વાત કરી કે સંપૂર્ણ ઉત્સાહથી કામ સ્વીકારી લીધું. તરત જ. કામ થોડું ક્લેરીકલ છે. પણ તો શું?પાંચ દિવસનો જ સવાલ છે ને.’ નિમેશભાઈને એવું લાગે છે કે આ કામ માટે લાયક નથી. એમના મતે હું સુંવાળો બુદ્ધિજીવી ફેક્ટરીમાલિક ટાઇપ છું. પણ એવું નથી.
મેં તો જેવી સુરેશભાઈએ વાત કરી કે સંપૂર્ણ ઉત્સાહથી કામ સ્વીકારી લીધું. તરત જ. કામ થોડું ક્લેરીકલ છે. પણ તો શું? પાંચ દિવસનો જ સવાલ છે ને.’ નિમેશભાઈને એવું લાગે છે કે આ કામ માટે લાયક નથી. એમના મતે હું સુંવાળો બુદ્ધિજીવી ફેક્ટરીમાલિક ટાઇપ છું. પણ એવું નથી.

મારે કંઈ એવો ઇગો-વિગો નથી. બતાવી દઈશ મોકો આવ્ય – નિમેશભાઈને.
મારે કંઈ એવો ઇગો-વિગો નથી. બતાવી દઈશ મોકો આવ્યે – નિમેશભાઈને.

ગામડાઓમાં ફૂલોરોસીસ ને દાંતના પ્રોબ્લેમ બહુ છે. આંખના નંબર પણ હોય છે. ઘણા લોકોને જાણ વગર. ને વધતા ચાલે. એ સિવાય બાળકોમાં કુપોષણ, ઘરડાઓમાં હાડકાનું ઘસાવું બધું તો ખરું જ. ને પાણીના કારણે ચામડીમાં વધુ પડતો ખાર જેવી તકલીફોય ખરી.

Line 250: Line 248:

કૅમ્પમાં જાતભાતના લોકો આવે. કોક શાંત કોક મળતાવડા, કો’ક ને કૈક પૂછીએ તોય એક બે શબ્દોમાં જવાબ આપે. ને કોકની સાથે જરી સ્મિતની આપલે થાય કે વાત કરવા માંડે. પણ એક સવાલ કોમન. તમે કેવા? કઈ નાતના? ને એમાં હું જે જવાબ આપું એના રીસ્પોન્સ પાછા જુદા. ગઈ કાલે એક ડોશી કહે. ઓહો. ઓહો. તમે વાણિયા થઈ ને અમારી વચ્ચે આવ્યા. ધન્ય સે સાહેબ ધન્ય… આજે એક ભાઈ મળ્યા એ થોડા મોંફાટ હતા. મને કહે..તમે આવ્યા તો સો.પણ વાણિયાના પેટમાં ઝેર હોય ખબર સે. જીભ પર ગોળ ને પેટમાં ઝેર. કહીને એને એના સાથી હસવા માંડયા. પછી એનો સાથી કહે.ઃ જો જો સાહેબ હો તમારા માટે નથી. હાચું ના માની જતા. અમે તો મઝાક કરીએ સીએ. એટલે પેલો મજાક ચાલુ કરવાવાળો ગંભીરતાથી કહે. હા સાહેબ હો. ને તમે ક્યાં બીજા વાણિયા જેવા સો હે? એનું ગરીબડુ મો જોઈને મનેય મનમાં હસવું આવી ગયેલું.
કૅમ્પમાં જાતભાતના લોકો આવે. કોક શાંત કોક મળતાવડા, કો’ક ને કૈક પૂછીએ તોય એક બે શબ્દોમાં જવાબ આપે. ને કોકની સાથે જરી સ્મિતની આપલે થાય કે વાત કરવા માંડે. પણ એક સવાલ કોમન. તમે કેવા? કઈ નાતના? ને એમાં હું જે જવાબ આપું એના રીસ્પોન્સ પાછા જુદા. ગઈ કાલે એક ડોશી કહે. ઓહો. ઓહો. તમે વાણિયા થઈ ને અમારી વચ્ચે આવ્યા. ધન્ય સે સાહેબ ધન્ય… આજે એક ભાઈ મળ્યા એ થોડા મોંફાટ હતા. મને કહે..તમે આવ્યા તો સો.પણ વાણિયાના પેટમાં ઝેર હોય ખબર સે. જીભ પર ગોળ ને પેટમાં ઝેર. કહીને એને એના સાથી હસવા માંડયા. પછી એનો સાથી કહે.ઃ જો જો સાહેબ હો તમારા માટે નથી. હાચું ના માની જતા. અમે તો મઝાક કરીએ સીએ. એટલે પેલો મજાક ચાલુ કરવાવાળો ગંભીરતાથી કહે. હા સાહેબ હો. ને તમે ક્યાં બીજા વાણિયા જેવા સો હે? એનું ગરીબડુ મોં જોઈને મનેય મનમાં હસવું આવી ગયેલું.

મને ગામડામાં કોઈ વસ્તુ સહુથી વધારે ગમી હોય તો અહીંનું અંધારું. અહીનું અંધારું ખરેખર અંધારું લાગે. પવન પણ છાકટો. રાતે પેશાબ કરવા જતાય બીક લાગે. ગઈ કાલે મારે એવું જ થયું. મેઈન બિલ્ડિંગથી ટોઇલેટ આધે. ને પાણી વધારે પીવાઈ ગયેલું. એટલે… અડધી રાતે કૉલ આયો. કૂતરા ભસતા’તા. પવન વાતો’તો. ચીબરી બોલતી’તી.
મને ગામડામાં કોઈ વસ્તુ સહુથી વધારે ગમી હોય તો અહીંનું અંધારું. અહીનું અંધારું ખરેખર અંધારું લાગે. પવન પણ છાકટો. રાતે પેશાબ કરવા જતાંય બીક લાગે. ગઈ કાલે મારે એવું જ થયું. મેઈન બિલ્ડિંગથી ટોઇલેટ આઘે. ને પાણી વધારે પીવાઈ ગયેલું. એટલે… અડધી રાતે કૉલ આયો. કૂતરાં ભસતા’તાં. પવન વાતો’તો. ચીબરી બોલતી’તી.

જે રીતે હું પહોંચ્યો છું. ને જે સ્પીડથી મેં કામ પતાવ્યું છે.
જે રીતે હું પહોંચ્યો છું. ને જે સ્પીડથી મેં કામ પતાવ્યું છે.
Line 260: Line 258:

ખબર નહીં કેમ પણ આજે મને આશનાની યાદ આવે છે. એની ગેરહાજરી ખેંચે છે. એની સાથે રહેવાની ટેવ જ એવી પડી ગઈ છે કે… સવારે હું બાલકનીમાં બેઠો હોઉં. ને એ આવી ચઢે કોઈ ફૂલ ખીલે એમ. સુગંધ આવે પાછી. શેમ્પ કે સાબુની ભીનાશ પડતી. રાતે પણ એ સૂતી હોય ને મારી ઊંઘ ઊડી જાય તો એના નિતંબો, એની કમરને જોતો રહું. ગમે – એની હાજરીને આંખોથી પીધા કરવી.
ખબર નહીં કેમ પણ આજે મને આશનાની યાદ આવે છે. એની ગેરહાજરી ખેંચે છે. એની સાથે રહેવાની ટેવ જ એવી પડી ગઈ છે કે… સવારે હું બાલકનીમાં બેઠો હોઉં. ને એ આવી ચઢે કોઈ ફૂલ ખીલે એમ. સુગંધ આવે પાછી. શેમ્પુકે સાબુની ભીનાશ પડતી. રાતે પણ એ સૂતી હોય ને મારી ઊંઘ ઊડી જાય તો એના નિતંબો, એની કમરને જોતો રહું. ગમે – એની હાજરીને આંખોથી પીધા કરવી.

અત્યારે એની એ હાજરી છે નહીં એટલે આ બધું વધારે યાદ આવે છે. એવું થાય છે કે કૈક લખું એના માટે. પણ આઈ થીંક બહુ ટાયલું લાગશે. એમે એને શબ્દો બહુ ગમતા નથી, ને મનેય આવી લાગણીઓ વ્યક્ત કરવાનાં એવા કંઈ ધખારા…
અત્યારે એની એ હાજરી છે નહીં એટલે આ બધું વધારે યાદ આવે છે. એવું થાય છે કે કૈક લખું એના માટે. પણ આઈ થીંક બહુ ટાયલું લાગશે. એમેય એને શબ્દો બહુ ગમતા નથી, ને મનેય આવી લાગણીઓ વ્યક્ત કરવાના એવા કંઈ ધખારા…

ગઈ કાલે સાલું મને ઊંઘ જ ન આવી. ખબર નહીં કેમ. ધાબળામાં ધૂળ હતી કે પછી બારીમાંથી લાઇટ આવતી’તી એટલે કે… પણ વિચારો જ ચાલ્યા કર્યા. ફેકટરીના વિચારો. ઘરના વિચારો.તળાવ પર કપડાં ધોતી સ્ત્રીના વિચાર. બીજી કૅમ્પમાં જોયેલી છોકરીઓના વિચાર. અલગ અલગ જ્ઞાતિઓના વિચાર. પણ ઊંઘ ના આવી તે ના જ આવી. સવારે માંડ એક ઝોકું આવ્યું હશે. અત્યારે થાય છે કે થોડો ટાઇમ લાંબા થવા મળે તો કેટલું સારું! ઘરનો સોફો યાદ આવે છે. એય લંબાવીને ને મૅગેઝિન વાંચતા વાંચતો સૂઈ જઉં ને…
ગઈ કાલે સાલું મને ઊંઘ જ ન આવી. ખબર નહીં કેમ. ધાબળામાં ધૂળ હતી કે પછી બારીમાંથી લાઇટ આવતી’તી એટલે કે… પણ વિચારો જ ચાલ્યા કર્યા. ફેકટરીના વિચારો. ઘરના વિચારો.તળાવ પર કપડાં ધોતી સ્ત્રીના વિચાર. બીજી કૅમ્પમાં જોયેલી છોકરીઓના વિચાર. અલગ અલગ જ્ઞાતિઓના વિચાર. પણ ઊંઘ ના આવી તે ના જ આવી. સવારે માંડ એક ઝોકું આવ્યું હશે. અત્યારે થાય છે કે થોડો ટાઇમ લાંબા થવા મળે તો કેટલું સારું! ઘરનો સોફો યાદ આવે છે. એય લંબાવીને ને મૅગેઝિન વાંચતો વાંચતો સૂઈ જઉં ને…

સાંજ પડવા આવી છે પણ કામનો કોઈ આરો નથી. આંખો વારે ઘડીએ બંધ થઈ જાય છે. માથુંય જરી જરી દુખ્યા કરે છે. ગઈ કાલે રાતે ઊંઘ તો આવી ગયેલી. પણ ત્રણ-ચાર વાર ટોઇલેટ જવું પડેલું. અત્યારે પણ પેટમાં સહેજ દુખે છે. ખાસ કરીને નીચેના ભાગમાં. આઈ થીંક રોટલા વધારે ખવાઈ ગયા મારાથી. એમેય બાજરી મને બહુ સદતી નથી…

Line 278: Line 276:

બેલ વગાડ્યો મેં. આશના જ ખોલશે લગભગ. મોડી રાત છે એટલે. આ એણે જ ખોલ્યું. દેખાય છે આખી. કેસરી ટોપ ને ઢીંગલીઓવાળા ટ્રેકમાં. આવી ગયો તું અત્યારે? એ પૂછે છે. હું મંદમંદ હસી રહ્યો છું. એ આંખો ચોળે છે. હું એને ભેટી પડું છું. એય મને ભેટે છે. અર્ધ પર્યું. હથેળી કમર સુધી માંડ લઈ જતી. ઊંઘમાં જ લાગે છે.
બેલ વગાડ્યો મેં. આશના જ ખોલશે લગભગ. મોડી રાત છે એટલે. આ એણે જ ખોલ્યું. દેખાય છે આખી. કેસરી ટોપ ને ઢીંગલીઓવાળા ટ્રેકમાં. આવી ગયો તું અત્યારે? એ પૂછે છે. હું મંદમંદ હસી રહ્યો છું. એ આંખો ચોળે છે. હું એને ભેટી પડું છું. એય મને ભેટે છે. અર્ધું પર્ધું. હથેળી કમર સુધી માંડ લઈ જતી. ઊંઘમાં જ લાગે છે.

: બેગ લઈ લે અંદર. એ બોલે છે. હું બીજી બેગ અંદર લઈ લઉં છું. ઊંઘમાંય સાલું બેગ ખરી યાદ આવે છે એને. એની વે. ચાલો ઘરે તો આવ્યા. કપડાં વપડાં બદલી લઈએ. ને લંબાવી દઈએ. પછી તો…
: બેગ લઈ લે અંદર. એ બોલે છે. હું બીજી બેગ અંદર લઈ લઉં છું. ઊંઘમાંય સાલું બેગ ખરી યાદ આવે છે એને. એની વે. ચાલો ઘરે તો આવ્યા. કપડાં વપડાં બદલી લઈએ. ને લંબાવી દઈએ. પછી તો…
Line 284: Line 282:
અત્યારે પથારીમાં પડ્યો છું ને મને યાદ આવ્યા કરે છે આશના. એનું વાક્ય. બેગ લઈ લે અંદર. ને એ બોલતી વખતની એની નજર. ઠંડી, કંટાળાભરી. ને મને એવો સવાલ થાય છે જે કે પહેલી વાર મેં એને કૅમ્પમાં જવાની વાત કરી ત્યારે એણે ખરેખર મારો મનોમન ઉપહાસ કર્યો હશે? ને હું આવ્યો આટલા દિવસ પછી તો મને જોઈને એને જરા જેટલોય આનંદ થયો હશે? લાગતું તો નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સાગર શાહ/ગેટ ટુ ગેધર|ગેટ ટુ ગેધર]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજય સોની/ગળામાં અટવાયેલી તરસ|ગળામાં અટવાયેલી તરસ]]
}}

Navigation menu