ગુજરાતી કવિતાનો આસ્વાદ/ઘાસ અને હું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘાસ અને હું| સુરેશ જોષી}} <poem> જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુ...") |
(No difference)
|
Revision as of 07:32, 29 June 2021
સુરેશ જોષી
જ્યાં સુધી પહોંચે નજર
ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે,
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.
પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં
તરણાં હલે છે વારવાર;
ના ખબર કે શા સંબંધે
સર્વ સંગે એહ, મારો પ્યાર છે.
એ હલે છે આવતાં ધીમો પવન,
થાય છે એવું જ મારા ચિત્ત માંહીયે ચલન.
જોઉં છું વહેલી સવારે એમને,
ને ખુશીથી મહેક મહેકે છે મને.
ઝાકળેથી એ બધાંયે શોભતાં,
જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં!
થાય છે મારી નજર જાણે હરણ,
ને રહે છે ઠેકતી એ ઘાસમાં;
ના છળે છે એક પળ એના ચરણ.
સ્પર્શતો એને નહીં
ને નજાકત તોય એની
અનુભવું છું મન મહીં!
ને બપોરે હેમ શા તડકા તણું
ને હરિત એવા ઘાસનું થાયે મિલન:
આભનું, ધરતી તણું એ બેઉ માંહી
લાગતું કે, મન મળ્યું;
જોઈને એ, ક્યાંકથી મુજ દિલ મહીં
આનંદ કેરું મધ ગળ્યું!
સાંજવેળા તેજ, છાયા, ઘાસ, સૌ
સાથે મળીને ખેલતાં:
સાદ પાડી ચિત્તને મારા ય, સંગે લઈ જતાં!
એમના એ ખેલને જોઈ રહું
ને હર્ષપુલકિત થઈ જઉં.
પુલકને એ જોઈને લાગે મને
કે ઘાસ જુદે રંગ મારે અંગ
નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું!
કેવી અહો આ મન તણી છે સાધના
(વા નેહની એને કહું આરાધના?)
કે જોઉં જેને બા’ર
તેને અંગમાં ને અંતરે હું અનુભવું!
રે સ્વપ્નમાંયે ઘાસનું એ ચહુદિશે,
સુખદ એવું જોઉં છું હું ફરકવું.
– પ્રહ્લાદ પારેખ (બારીબહાર)