ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કનૈયાલાલ મુન્શી/શામળશાનો વિવાહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કનૈયાલાલ મુન્શી}}
[[File:Kanaiyalal Munshi 27.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|શામળશાનો વિવાહ | કનૈયાલાલ મુન્શી}}
{{Heading|શામળશાનો વિવાહ | કનૈયાલાલ મુન્શી}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/59/Shamal_shah_no_viwah_by_krishna.mp3

શામળશાનો વિવાહ • કનૈયાલાલ મુનશી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ

{{ParagraphOpen}}
{{ParagraphOpen}}
Line 29: Line 48:
‘ગાંડાભાઈ, આમ તપ ક્યાં સુધી કરવું છે? મારા તો હાથ રહી ગયા. ચાલો તો ખરા અંદર.’
‘ગાંડાભાઈ, આમ તપ ક્યાં સુધી કરવું છે? મારા તો હાથ રહી ગયા. ચાલો તો ખરા અંદર.’

‘હા, ચાલો.’ કહી મને નોતરી આણી, માનભંગ થયેલા ગાંડાભાઈ અને હું વાડીમાં પેઠા. વાડીમાં પેસતાં નીચેના ખંડમાં એક હીંચકા પર છ-સાત ગૃહસ્થો હા-હા-હી-હી કરતા બેઠા હતા અને ગાયનો ગાતા હતા. ચારપાંચ જણ ભોંય પર પથારી પાથરી બપોરની નિદ્રાને માટે તૈયારી કરી રહ્યા હતા. ત્યાં અમે પોટલાં મૂક્યાં અને કોઈક નવરો ખૂણો ખોળવા માંડ્યો. બાજુની નાની ઓરડીમાં પાંચ જણાનો સામાન પડ્યો હતો. ઉપર માળ પર વીશેક ગૃહસ્થો–કોઈ ગપ્પાં મારતા તો કોઈ ઝોકાં ખાતા–પડ્યા હતા. વાડીમાં જાણે કિલ્લાં ઊભરાતાં હોય તેમ લાગતું. એક માણસ સૂએ એટલી પણ જગ્યા મળવી કઠણ લાગી.
‘હા, ચાલો.’ કહી મને નોતરી આણી, માનભંગ થયેલા ગાંડાભાઈ અને હું વાડીમાં પેઠા. વાડીમાં પેસતાં નીચેના ખંડમાં એક હીંચકા પર છ-સાત ગૃહસ્થો હા-હા-હી-હી કરતા બેઠા હતા અને ગાયનો ગાતા હતા. ચારપાંચ જણ ભોંય પર પથારી પાથરી બપોરની નિદ્રાને માટે તૈયારી કરી રહ્યા હતા. ત્યાં અમે પોટલાં મૂક્યાં અને કોઈક નવરો ખૂણો ખોળવા માંડ્યો. બાજુની નાની ઓરડીમાં પાંચ જણાનો સામાન પડ્યો હતો. ઉપર માળ પર વીશેક ગૃહસ્થો–કોઈ ગપ્પાં મારતા તો કોઈ ઝોકાં ખાતા–પડ્યા હતા. વાડીમાં જાણે કિલ્લા ઊભરાતા હોય તેમ લાગતું. એક માણસ સૂએ એટલી પણ જગ્યા મળવી કઠણ લાગી.

આખરે અમે પાછા નીચેની ઓરડીમાં આવ્યા. અમે આમતેમ ફરતા, પણ કોઈને પૂછવાની પરવા નહોતી.
આખરે અમે પાછા નીચેની ઓરડીમાં આવ્યા. અમે આમતેમ ફરતા, પણ કોઈને પૂછવાની પરવા નહોતી.
Line 69: Line 88:
‘વહુની શી ઉંમર છે?’ મેં પૂછ્યું.
‘વહુની શી ઉંમર છે?’ મેં પૂછ્યું.

‘હશે પાંચછ વર્ષની. અહીંયાંના દેસાઈની છોકરી છે. કુટુંબ ઘણું ખાનદાન ને આગળ પડતું છે.’
‘હશે પાંચછ વર્ષની. અહીંયાના દેસાઈની છોકરી છે. કુટુંબ ઘણું ખાનદાન ને આગળ પડતું છે.’

‘એમ!’ કહી હું ચૂપ રહ્યો. વાડીએ આવી અમે કપડાં બદલ્યાં. હું પણ જરા દોપટ્ટો-બોપટ્ટો અડાવી શેઠના માનમાં શણગારાયો અને પાછા અમે હવેલીએ ગયા. ત્યાં વરઘોડાની ધામધૂમ ચાલી રહી હતી. કોઈ નાટકકંપનીની હરાજીમાં ખરીદેલા, કટાઈ ગયેલી જરીના પહેરવેશમાં શોભતા વાજાંવાળાઓ ગમે તે બહાને વધારેમાં વધારે કાન ફોડે એવો ઘોંઘાટ પેદા કરી, પોતાની હોશિયારી દેખાડતા હતા. બીજી તરફ સ્વદેશી ‘બૅન્ડ’ હતું. આઠદશ તાંસાવાળા તાનમાં વગાડતા હતા. બે હીજડા ત્રણ શરણાઈના તીણા અવાજે ફાવે તે તાલમાં નાચતા હતા. લોકોની ઠઠ તે તરફ વધારે જોઈ મને લાગ્યું કે આપણો સ્વદેશપ્રેમ હજુ ચુસ્ત છે–આપણું જ સંગીત આપણને ગમે છે.

Line 125: Line 144:

{{ParagraphClose}}
{{ParagraphClose}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મલયાનિલ/ગોવાલણી| ગોવાલણી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કનૈયાલાલ મુન્શી/મારી કમળા | મારી કમળા]]