ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વસુબહેન ભટ્ટ/ઓ ભગવાન... સેન્ચુરી...!!!: Difference between revisions

added photo
(Created page with "{{Poem2Open}} રેડિયો જોરજોરથી વાગતો હતો. એની આગળપાછળ આઠ-દસ છોકરાંઓનું ટોળુ...")
 
(added photo)
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વસુબહેન ભટ્ટ}}
[[File:Vasubahen Bhatt.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|ઓ ભગવાન... સેન્ચુરી...!!! | વસુબહેન ભટ્ટ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રેડિયો જોરજોરથી વાગતો હતો. એની આગળપાછળ આઠ-દસ છોકરાંઓનું ટોળું, લગભગ રેડિયોમાં મોં ખોસીને બેઠું હતું. મેં ઘંટડી વગાડી એટલે રેડિયોમાં ખલેલ પહોંચી.
રેડિયો જોરજોરથી વાગતો હતો. એની આગળપાછળ આઠ-દસ છોકરાંઓનું ટોળું, લગભગ રેડિયોમાં મોં ખોસીને બેઠું હતું. મેં ઘંટડી વગાડી એટલે રેડિયોમાં ખલેલ પહોંચી.
Line 34: Line 42:
‘કોનો? શી વાત છે?’
‘કોનો? શી વાત છે?’

‘અજિત વાડેકરની. મારો મિત્ર હોય તો એ આઉટ થાય તે માટે પ્રારથના કર! એ સેન્ચુરી ના નોંધાવે માટે પ્રભુને વિનંતી કર!’
‘અજિત વાડેકરની. મારો મિત્ર હોય તો એ આઉટ થાય તે માટે પ્રાર્થના કર! એ સેન્ચુરી ના નોંધાવે માટે પ્રભુને વિનંતી કર!’

સગુણની વાત મારા મગજમાં ઊતરતી નહોતી. એ શું કહેવા માગે છે તે મને સમજાયું નહોતું. હું મોટેથી હસી પડ્યો.
સગુણની વાત મારા મગજમાં ઊતરતી નહોતી. એ શું કહેવા માગે છે તે મને સમજાયું નહોતું. હું મોટેથી હસી પડ્યો.
Line 44: Line 52:
બહાર જોરજોરથી રેડિયો વાગતો હતો. બધાં જીવ પર આવી એક એક બૉલ ગણતા હતા. એક ઉપર એક રન ઉમેરાતા જતા હતા. અને લોકો તાળીઓથી આનંદ પ્રદર્શિત કરતા હતા.
બહાર જોરજોરથી રેડિયો વાગતો હતો. બધાં જીવ પર આવી એક એક બૉલ ગણતા હતા. એક ઉપર એક રન ઉમેરાતા જતા હતા. અને લોકો તાળીઓથી આનંદ પ્રદર્શિત કરતા હતા.

‘લોકોને ક્રિકેટનો કેટલો ગાંડો શોખ છે! હું ઘેરથી આવવા નીકળ્યો ત્યાંથી તે છેક સગુણના ઘર સુધી લગભગ બધા જ રેડિયાઓ આટલા જ મોટેથી વાગતા હતા! દુકાનો પર લોકોનાં ટોળાં એટલાં તો જમા થયાં હતાં કે મારી આગળ ચાલનાર વૃદ્ધ કાકાને લાગ્યું કે હુલ્લડ થયું છે કે શું! ટોળામાંથી એક જણને બાજુ પર બોલાવી પૂછ્યું: ‘શું થયું?’
‘લોકોને ક્રિકેટનો કેટલો ગાંડો શોખ છે! હું ઘેરથી આવવા નીકળ્યો ત્યાંથી તે છેક સગુણના ઘર સુધી લગભગ બધા જ રેડિયા આટલા જ મોટેથી વાગતા હતા! દુકાનો પર લોકોનાં ટોળાં એટલાં તો જમા થયાં હતાં કે મારી આગળ ચાલનાર વૃદ્ધ કાકાને લાગ્યું કે હુલ્લડ થયું છે કે શું! ટોળામાંથી એક જણને બાજુ પર બોલાવી પૂછ્યું: ‘શું થયું?’

‘કાંઈ નહિ કાકા, આ તો ક્રિકેટ મૅચ રમાય છે, ને તેનો સ્કોર બધા સાંભળે છે.’
‘કાંઈ નહિ કાકા, આ તો ક્રિકેટ મૅચ રમાય છે, ને તેનો સ્કોર બધા સાંભળે છે.’
Line 58: Line 66:
‘પણ તારા પપ્પા તો કહે છે અજિત આઉટ થાય તે માટે પ્રાર્થના કર. તે આ બધું છે શું?’
‘પણ તારા પપ્પા તો કહે છે અજિત આઉટ થાય તે માટે પ્રાર્થના કર. તે આ બધું છે શું?’

મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે પ્રદીપે ઉશ્કેરાઈને એનું ચલાવ્યું: ‘પપ્પાને દેશદાઝ નથી. આપણે જીતીએ તે એમનાથી ખમાતું નથી. દેશનો એકએક માણસ જ્યારે અજિત વાડેકરની સેન્ચુરી પર મીટ માંડી રહ્યો છે ત્યારે. પપ્પા એ ક્યારે ખતમ થાય તેની રાહ જોઈ રહ્યા છે! એ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે! પરંતુ આવા કાર્યમાં ઈશ્વર સાથ શાનો આપે? આપણો દેશ આવા લોકોને લીધે જ ઊંચો આવતો નથી. આજે તો દેશની શાન અજિત વાડેકર જ છે. સાંભળો, એક એક બૉલને કેવો ફાંકડી રીતે ઉઠાવીને જવાબ આપે છે! રમત તો બસ, અજિતનો, બસ, હવે એક કચકચાવીને ‘સિક્સર’ ખેંચી કાઢે તો… તો બસ, લેતા પરવારો!’
મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે પ્રદીપે ઉશ્કેરાઈને એનું ચલાવ્યું: ‘પપ્પાને દેશદાઝ નથી. આપણે જીતીએ તે એમનાથી ખમાતું નથી. દેશનો એકએક માણસ જ્યારે અજિત વાડેકરની સેન્ચુરી પર મીટ માંડી રહ્યો છે ત્યારે. પપ્પા એ ક્યારે ખતમ થાય તેની રાહ જોઈ રહ્યા છે! એ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે! પરંતુ આવા કાર્યમાં ઈશ્વર સાથ શાનો આપે? આપણો દેશ આવા લોકોને લીધે જ ઊંચો આવતો નથી. આજે તો દેશની શાન અજિત વાડેકર જ છે. સાંભળો, એક એક બૉલને કેવો ફાંકડી રીતે ઉઠાવીને જવાબ આપે છે! રમત તો બસ, અજિતને, બસ, હવે એક કચકચાવીને ‘સિક્સર’ ખેંચી કાઢે તો… તો બસ, લેતા પરવારો!’

‘અજિત વાડેકર આઉટ થશે ને, તો પપ્પા ચૉકલેટ આપવાના છે.’ પ્રદીપના ઉશ્કેરાટને અંતે ગૌરીએ મને કહ્યું,
‘અજિત વાડેકર આઉટ થશે ને, તો પપ્પા ચૉકલેટ આપવાના છે.’ પ્રદીપના ઉશ્કેરાટને અંતે ગૌરીએ મને કહ્યું,
Line 66: Line 74:
‘જોઈએ છે તો આઇસક્રીમ, પણ આવું કરશો તો કહીશ કે અજિત આઉટ થઈ જાય!’
‘જોઈએ છે તો આઇસક્રીમ, પણ આવું કરશો તો કહીશ કે અજિત આઉટ થઈ જાય!’

ગૌરીને કહ્યે જ ત્યાં અજિત આઉટ થઈ જવાનો હોય તેમ પ્રદીપે શાંત થઈ કહ્યું: ‘સાંજના બરાબર છ વાગે તને ચૉકલેટનો આઇસક્રીમ ખવડાવીશ. ભગવાનને કહે કે હે ભગવાન! અજિત વાડેકરના સો રન કરજે.’
ગૌરીને કહ્યે જ ત્યાં અજિત આઉટ થઈ જવાનો હોય તેમ પ્રદીપે શાંત થઈ કહ્યું: ‘સાંજના બરાબર છ વાગે તને ચૉકલેટનો આઇસક્રીમ ખવડાવીશ. ભગવાનને કરે કે હે ભગવાન! અજિત વાડેકરના સો રન કરજે.’

કોમેન્ટ્રેટરો ખુશ થઈ સ્કોર આગળ કહેતા હતા: ‘અજિત નાઇન્ટી ફોર બેટિંગ.’ અને કેટલા મુશ્કેલ બૉલને કેટલી આસાનીથી અને ખૂબીથી રમ્યો તે ફરીફરીને સમજાવ્યું. હજી ખૂબીઓ સમજાવાતી હતી ત્યાં એક રનનો ઉમેરો થયો. ‘નાઉ નાઇન્ટી ફાઇવ.’ રેડિયો પાસેથી જ બૂમ મારી પ્રદીપે કહ્યું : ‘પપ્પા, તમે હારી ગયા. હવે પ્રાર્થના છોડીને અહીં આવો; પપ્પા અજિત નાઇન્ટી સિક્સ!’

Line 142: Line 150:
અને ચંદુ બોરડેના નામ સાથે હું બરાડી ઊઠ્યો: ‘આ સદ્કાર્ય પાછળ અમે બંનેએ રૂપિયા ત્રેવીસનું આંધણ કર્યું છે.’ પણ પેલી બે બહેનોની માફક પ્રદીપ પણ શાનો માને? ક્રિકેટરસિક તરીકે કૉલેજમાં એની આબરૂ હતી અને એ જે ફાળો ન આપે તો પછી એની આબરૂ શી? બીજા વિદ્યાર્થીઓ કહે કે, ‘તું બીજાને જતી કરે છે અને બા-બાપુજીએ ફાળો ભર્યો છે’ કહીને છૂટી જવા માગે છે!’ ફાળા માટે એ ગમે તે કરવા તૈયાર હતો. કદાચ આમરણાંત ઉપવાસ કરે, ઘર છોડી નાસી જાય અને અંતે નમીને નાણાં આપવાં પડે એવા કંઈક ડરથી સરલાએ એને ફાળો ભરવા રૂપિયા પાંચ આપ્યા, ત્યારે રનની માફક અમારો આંકડો અઠ્ઠાવીસ સુધી પહોંચ્યો! ક્રિકેટ બૉલને પ્રદીપે કુશળતાથી રમી બાઉન્ડરી લાઇન પર પહોંચાડી દીધો!

પૈસાની ખેંચને લીધે પર્વ કે ઉત્સવ ન ઊજવીએ કે ન સિનેમા-નાટકમાં જઈએ અને આમ ત્યારે અઠ્ઠાવીસ રૂપિયાનું આંધણ થઈ ગયું! દર ત્રીજે દિવસે કોઈ ને કોઈ હાલી જ નીકળ્યું છે ને! સાચું કહું તો તે કિશોર. સ્ત્રીઓને જોઈને મને ભય પેસી ગયો છે! વાટવો હલાવતી એ આ સફેદ સાડલાવાળી સ્ત્રીઓ હસતી હસતી મારા તરફ સંબંધના દાવે આવે છે. ત્યારે મને અંધારાં આવી જાય છે, તમ્મર આવી જાય છે! મને ‘ઍલર્જી’ થાય છે. ભલભલા પોતાની એલર્જી શોધી શકતા નથી. પણ મેં તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારી એલર્જી શોધી કાઢી. મોંઘવારી-ભથ્થું મળે. પણ ફંડફાળા માટે ઓછું જ એલાઉન્સ મળે છે! પૈસાની ખેંચને કારણે અમારા બેની વચ્ચે વગર કારણે કજિયો થાય છે. વાત-વાતમાં વિખવાદ જાગે છે. આ ફાળા માટે અમે એકબીજાં પર દોષારોપણ કરતાં હતાં ત્યાં નયના અને ગૌરી આવ્યાં. એમણે પણ એક એક રૂપિયાની માગણી કરી.
પૈસાની ખેંચને લીધે પર્વ કે ઉત્સવ ન ઊજવીએ કે ન સિનેમા-નાટકમાં જઈએ અને આમ ત્યારે અઠ્ઠાવીસ રૂપિયાનું આંધણ થઈ ગયું! દર ત્રીજે દિવસે કોઈ ને કોઈ હાલી જ નીકળ્યું છે ને! સાચું કહું તો તે કિશોર. સ્ત્રીઓને જોઈને મને ભય પેસી ગયો છે! વાવટો હલાવતી એ આ સફેદ સાડલાવાળી સ્ત્રીઓ હસતી હસતી મારા તરફ સંબંધના દાવે આવે છે. ત્યારે મને અંધારાં આવી જાય છે, તમ્મર આવી જાય છે! મને ‘ઍલર્જી’ થાય છે. ભલભલા પોતાની એલર્જી શોધી શકતા નથી. પણ મેં તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારી એલર્જી શોધી કાઢી. મોંઘવારી-ભથ્થું મળે. પણ ફંડફાળા માટે ઓછું જ એલાઉન્સ મળે છે! પૈસાની ખેંચને કારણે અમારા બેની વચ્ચે વગર કારણે કજિયો થાય છે. વાત-વાતમાં વિખવાદ જાગે છે. આ ફાળા માટે અમે એકબીજાં પર દોષારોપણ કરતાં હતાં ત્યાં નયના અને ગૌરી આવ્યાં. એમણે પણ એક એક રૂપિયાની માગણી કરી.

‘પણ છે શું? શાના માટે જોઈએ છે?’
‘પણ છે શું? શાના માટે જોઈએ છે?’
Line 154: Line 162:
‘કહેનારા નવરા.’ મેં ગુસ્સામાં આંટા મારવા માંડ્યા.
‘કહેનારા નવરા.’ મેં ગુસ્સામાં આંટા મારવા માંડ્યા.

મંગાવેલા રૂપિયા નહિ મળે એ કારણે કે મેં ગુસ્સો કર્ય તેથી કોણ જાણે શાથી, પરંતુ નયના હીબકે ભરાઈ. એને રડતી જોઈ મને દયા આવી અને સરલાને શૂર ચઢ્યું. ભડાભડ કબાટનાં બારણાં ખોલી અંદરથી એક એક રૂપિયાની નોટ કાઢી બન્ને તરફ ફેંકતાં બોલી:
મંગાવેલા રૂપિયા નહિ મળે એ કારણે કે મેં ગુસ્સો કર્યો તેથી કોણ જાણે શાથી, પરંતુ નયના હીબકે ભરાઈ. એને રડતી જોઈ મને દયા આવી અને સરલાને શૂર ચઢ્યું. ભડાભડ કબાટનાં બારણાં ખોલી અંદરથી એક એક રૂપિયાની નોટ કાઢી બન્ને તરફ ફેંકતાં બોલી:

‘લો, તમેય શું કરવા રહી જાવ!’
‘લો, તમેય શું કરવા રહી જાવ!’
Line 160: Line 168:
‘સાહેબ, આંકડો ત્રીસ ઉપર પર પહોંચ્યો. હવે તું જ કહે: ઈશ્વરની મદદ ના માગું તો શું કરું?’
‘સાહેબ, આંકડો ત્રીસ ઉપર પર પહોંચ્યો. હવે તું જ કહે: ઈશ્વરની મદદ ના માગું તો શું કરું?’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/મકાન|મકાન]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહમ્મદ માંકડ/તપ|તપ]]
}}