કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૪૧. કોણાર્ક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
<br>
<br>


<center><big><big>'''૧૦. સવારના તડકે ભોળપણમાં...'''</big></big></center>
<center><big><big>'''૪૧. કોણાર્ક'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>
૪૧. કોણાર્ક
મોજાંનાં ફીણની સફેદી
મોજાંનાં ફીણની સફેદી
ખડકનું આવરણ બને છે.  
ખડકનું આવરણ બને છે.  

Latest revision as of 02:50, 17 September 2023


૪૧. કોણાર્ક

મોજાંનાં ફીણની સફેદી
ખડકનું આવરણ બને છે.
રેતીના ઢગલા સરુની સળીઓથી છવાઈ જાય છે
એના પર જ્યારે આથમતો સૂર્ય આળોટી પડે છે
ત્યારે સમુદ્રથી સૂર્યમંદિર લગીની પગદંડી પર
રતુંબડું આકાશ પુંકેસરની કણીઓની જેમ વેરાઈ જાય છે
અને સરુના જંગલમાંથી પસાર થતો પવન વૃક્ષરાજિને
નાયિકાના કામજ્વલિત દેહના વિરાટ ચાંચલ્યમાં
ફેરવી નાખે છે.
સાગરના ધીરા ધીરા ઘુઘવાટની સામે પડેલા તરાપાની તિરાડોમાં
હું પતંગિયાની જેમ ફડફડી રહું છું.

૧૯૬૧
(અથવા અને, પૃ. ૧૦૫)