બારી બહાર/૧૫. પરબ: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૫. પરબ
(+1) |
(No difference)
|
Latest revision as of 01:47, 18 September 2023
હું તો બેઠી પરબ એક માંડી,
કે પાણી ડાં કોણ પીશે ?
લીલા લીમડાએ છાંયડી ઢાળી,
કે પાણીડાં કોણ પીશે ?
મેં તો મારગડે મીટ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે ?
કોઈ આવે જો દૂરના પ્રવાસી,
કે પાણીડાં કોણ પીશે ?
આજે હૈયે છે કામના જાગી,
કે પાણીડાં કોણ પીશે ?
કોઈ આવીને નીર લે માગી,
કે પાણીડાં કોણ પીશે ?