બારી બહાર/૬૨. આયો મેહુલિયો !: Difference between revisions
Jump to navigation
Jump to search
૬૨. આયો મેહુલિયો !
(+1) |
(No difference)
|
Latest revision as of 10:51, 19 September 2023
આયો, મેહુલિયો આયો !
હે જી ધરતીનો ભઈ લો આયો :
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
શી શી વીરપસલી લાયો ?
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
લીલૂડી સાડી લાયો;
ઝરણાંનાં ઝાંઝર લાયો;
એ તો આલી આલીને મલકાયો :
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
બે’ની સાથ કરે વાત,
ટમટમટમ, ઘણી રાત:
એના હૈયે ઉમંગ એનો ગાયો,
મેહુલિયો આયો, મેહુલિયો આયો !