ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેશ વણકર/ધડાકા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{Poem2Open}} પાડાં-વાછરડાંનો ભાંભરવાનો અવાજ, દોડતી ભેંસો-ઢોરાં ને વારવાન...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ધડાકા | રાજેશ વણકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાડાં-વાછરડાંનો ભાંભરવાનો અવાજ, દોડતી ભેંસો-ઢોરાં ને વારવાનો અવાજ, નાથે ચારના ભારાના વજન નીચેથી પોતાનાં ઘરનાંને સામે આવવા બૂમો પાડતી સ્ત્રીઓનો અવાજ, હળ-લાકડાંને છોડવાનો ને હાંકવાનો અવાજ વગેરે એકસામટું એના પર ઠલવાતાં એની બંધ આંખોમાંથી પસાર થઈ રહેલાં ચિત્રો અટક્યાં… ટૂકડો ટૂકડો થઈ ગયાં. અને એ ખાટલામાં બેઠો થયો. થોડી વાર એમ જ બેસી રહ્યો. આંખો ખોલી. પછી ઊભો થઈને ઘરમાં ગયો. પાણિયારેથી લોટો ભરીને પાણી લીધું. એકાદ-બે ઘૂંટ ભરીને વાડામાં ઢોળી દીધું, પછી દૂર-દૂર દેખાતા મહી નદીના દૃશ્યને થોડી વાર તાકી રહ્યો.

Line 74: Line 76:
ને ધુળાએ એના મોં પર હાથ દઈ દીધો.
ને ધુળાએ એના મોં પર હાથ દઈ દીધો.

‘આપણી ભઈબંધી ચેટલી જૂની સે યાદ કર્ય. ને તારો બાપ મર્યો પસીતો આપણે સેતીવાડીય ભેગા થઈને હંભારીએ સીએ પસી તને આવો વિચાર…’
‘આપણી ભઈબંધી ચેટલી જૂની સે યાદ કર્ય. ને તારો બાપ મર્યો પસી તો આપણે સેતીવાડીય ભેગા થઈને હંભારીએ સીએ પસી તને આવો વિચાર…’

‘આ તો જરા વાત એવી સે ને ગાંમમેં કોઈનું ઠેકાણે પડતું નહીં ને આપણું પડે તો પાસા લોકો બરે એટલે જરા. પણ હોંભર્ય. આપણે અતારે મલવા જવાનું સે મઈસાગરની પાર્ય નાવડા વગર.’
‘આ તો જરા વાત એવી સે ને ગાંમમેં કોઈનું ઠેકાણે પડતું નહીં ને આપણું પડે તો પાસા લોકો બરે એટલે જરા. પણ હોંભર્ય. આપણે અતારે મલવા જવાનું સે મઈસાગરની પાર્ય નાવડા વગર.’
Line 132: Line 134:
પેલી ઘડીભર ભરી નજરે એને જોઈ જ રહી. જાણે આખોય પી જવો હોય એમ. પછી એના નખ વીફર્યા… ને…
પેલી ઘડીભર ભરી નજરે એને જોઈ જ રહી. જાણે આખોય પી જવો હોય એમ. પછી એના નખ વીફર્યા… ને…

પાછા ફરતાં ધૂળો ને પશલો હોંશમાં હતા. બેય ચૂપ હતા. પશલાની છાતીમાં પૂર ચડ્યું હતું. પેલીની છાતીમાં ઝરણાં. બેય વારે વારે એકબીજાને વળી વળીને જોઈ લેતાં હતા. બેયને કેટકેટલું એકબીજાને કહી દેવું હતું. પણ શું શું કહેવું એ સ્પષ્ટ થતું નહોતું.
પાછા ફરતાં ધૂળો ને પશલો હોંશમાં હતા. બેય ચૂપ હતા. પશલાની છાતીમાં પૂર ચડ્યું હતું. પેલીની છાતીમાં ઝરણાં. બેય વારે વારે એકબીજાને વળી વળીને જોઈ લેતા હતા. બેયને કેટકેટલું એકબીજાને કહી દેવું હતું. પણ શું શું કહેવું એ સ્પષ્ટ થતું નહોતું.

પાણી પડીને બનેલાં કોતરોની વાટે તેઓ ગામ બાજુ નીકળ્યા. ત્યારે સૂરજ સંપૂર્ણ આથમી ગયેલો. ધુમાડો ગામને ઘેરી વળેલો. માળા તરફ જતાં રહ્યાંસહ્યાં પંખીઓ આજે ભરપૂર કલશોર કરતાં હોય એવું પશલાને લાગ્યું. સાઇકલ લઈને એ ફળિયે ગયા ત્યારે મૂરિયાના ગલ્લે વાગતી કૅસેટ એને આજે ગમી. આજે એણે ત્રણ પડીકી લીધી. ‘ત્રીજી કોની?’ મૂરિયે પૂછ્યું ત્યારે એ હસ્યો. ધૂળો ગયો.

Line 142: Line 144:
— મારી મઈસાગરને આરે ઢોલ વાગે સે… કૅસેટ વાગતી રહી.
— મારી મઈસાગરને આરે ઢોલ વાગે સે… કૅસેટ વાગતી રહી.

થોડા જ દિવસોમાં ધૂળાએ બેય બાજુનું પાકું કરી નાખ્યું. એની સાસરીમાંથી વાત પહોંચાડીને સામેવાળાને હા પડાવી. નાના ગામમાં બે બે વરસે એક નવી વહુ લાવવાની બધાયના હૃદયમાં હોંશ હતી. લોકો જૂનાં લગ્નગીતો યાદ કરવા માંડ્યાં. વૈશાખની રાહ જોવા માંડ્યા. આવતાં જતાં ફળિયાની સ્ત્રીઓ એને મજાકમાં ગીતો સંભળાવતી… એ ફુલાતો, આનંદ માતો નહોતો.
થોડા જ દિવસોમાં ધૂળાએ બેય બાજુનું પાકું કરી નાખ્યું. એની સાસરીમાંથી વાત પહોંચાડીને સામેવાળાને હા પડાવી. નાના ગામમાં બે બે વરસે એક નવી વહુ લાવવાની બધાયના હૃદયમાં હોંશ હતી. લોકો જૂનાં લગ્નગીતો યાદ કરવા માંડ્યા. વૈશાખની રાહ જોવા માંડ્યા. આવતાં જતાં ફળિયાની સ્ત્રીઓ એને મજાકમાં ગીતો સંભળાવતી… એ ફુલાતો, આનંદ માતો નહોતો.

રાતે મગફળીનાં ખેતરોમાં ઉંદરોનો ત્રાસ રે’તો’તો એટલે એ રાતવાસો કરવા ખેતરે જતો રેતો. ખુલ્લા આકાશ તળે મોડી રાત લગી તારાઓમાં પોતાનાં સપનાંઓને પરોવવા મથતો. ઘડીકમાં આંખ ઘેરાતી પછી પણ લગનનો માંડવો દેખાતો… ધમકતા ઢોલ દેખાતા. પોતે ખેતરમાં હળ હાંકતો હોય છે ને ભાત લઈને એ હજુ આવી નથી. પહેલાં તો નજર ખોડીબારે જ છે પણ એ આવે છે ત્યારે એ બાજુ જોયા વગર બસ હળ હાંક્યા જ કરે છે. પેલી આવીને હાથમાંથી રાશ ઝૂંટવી લે છે ને એનાથી ફાડ રોટલો વધારે ખવાઈ જાય છે… અને પેલી ભરીભરી રાતો… તો…

Line 204: Line 206:
— મારી મઈસાગરને આરે ઢોલ વાગે સે…
— મારી મઈસાગરને આરે ઢોલ વાગે સે…
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભૂપેન ખખ્ખર/વાડકી|વાડકી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મીનળ દવે/ઓથાર|ઓથાર]]
}}

Navigation menu