એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૨૦. કેટલીક ભાષાકીય વ્યાખ્યાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''‘કાવ્યશાસ્ત્ર’ : એક ભૂમિકા'''</big></big></center>
<center><big><big>'''૨૦. કેટલીક ભાષાકીય વ્યાખ્યાઓ'''</big></big></center>
{{Poem2Open}}૨૧. કાવ્યાત્મક પદરચના

શબ્દો <ref>અહીં પાઠભેદ છે. “નામો બે પ્રકારનાં હોય છે” – જુઓ બાયવોટર, કૂપર અને ડોર્શના અનુવાદો.</ref> બે પ્રકારના હોય છે – સાદા અને દ્વિપદી. જે શબ્દો અર્થહીન ઘટકોના બનેલા હોય છે તેમને હું સાદા કહું છું : જેમ કે ‘ગિ’. દ્વિપદી કે સામાસિક હું તેવા શબ્દોને કહું છું જેઓ કાં તો સાર્થક અને નિરર્થક ઘટકથી બનેલા હોય. (જોકે આખા શબ્દમાં કોઈ ઘટક સાર્થક હોતું નથી.) અથવા તો બંને સાર્થક ઘટકોથી બનેલા હોય. આ રીતે, શબ્દ કાં તો, અનેક મેસેલિયન અભિવ્યક્તિપ્રયોગોની પેઠે, ત્રિપદી, ચતુષ્પદી કે અનેકપદી રૂપવાળો હોય. દા.ત. હાર્મોકાઈકો – કસાન્થસ (જેમણે પિતા ઝિયુસની સ્તુતિ કરી.)

પ્રત્યેક શબ્દ કાં તો રૂઢ, કાં તો અરૂઢ,કાં તો રૂપાત્મક, કાં તો આલંકારિક, કાં તો નવનિમિર્ત, કાં તો વિસ્તારિત, કાં તો સંકુચિત કે કાં તો પરિવતિર્ત હોય છે.
[ભાષામાં સામાન્ય રીતે નીચેનાં અંગોનો સમાવેશ થાય છે : વર્ણ, અક્ષર, નિપાત, નામ, ક્રિયાપદ, પ્રત્યય અથવા વિભક્તિ, વાક્ય અથવા વાક્યાંશ.]

રૂઢ કે વાચ્યાર્થક શબ્દ હું તેને કહું છું જે કોઈ વિશિષ્ટ જનસમૂહમાં સામાન્યપણે પ્રયોજાતો હોય; અરૂઢ શબ્દ હું તેને ગણું છું જે અન્ય દેશમાં પ્રયોજાતો હોય. એટલે એ તો સ્પષ્ટ જ છે કે એકનો એક શબ્દ એકીસાથે અરૂઢ અને રૂઢ હોઈ શકે, પણ તે એક જ જનસમૂહની બાબતમાં નહિ. ‘સિગ્યુનોન’ (ભાલો) શબ્દ સાયપ્રસના લોકો માટે રૂઢ સંજ્ઞા છે. પણ આપણે માટે તે અરૂઢ છે.
{{Poem2Open}}
વર્ણ એક અવિભાજ્ય ધ્વનિ છે, પણ આવો પ્રત્યેક ધ્વનિ વર્ણ નથી હોતો; માત્ર તે જ ધ્વનિ વર્ણ કહેવાય છે જે એક ધ્વનિસમૂહનો ઘટક બની શકે. પશુઓ પણ અવિભાજ્ય ધ્વનિઓનો ઉચ્ચાર કરે છે. પણ તેમાંના એકેયને હું વર્ણ કહેતો નથી. દે ધ્વનિની હું વાત કરું છું તે કાં તો સ્વર, કાં તો અર્ધસ્વર કે કાં તો સ્પર્શધ્વનિ હોઈ શકે. જિહ્વા કે ઓષ્ઠના સંસર્ગ વિના શ્રવણગોચર થઈ શકે તેવો અવાજ તે સ્વર, જે એવા સંસર્ગથી ઉચ્ચારાય છે તે અર્ધસ્વર, જે કે સ્ અને ર્. સ્પર્શધ્વનિ તે છે જેનો આવા સંસર્ગથી પોતાનો કોઈ અવાજ નથી હોતો, પણ સ્વર સાથે મળીને તે શ્રવણગોચર બને છે, જેમ કે ગ અને દ. આ ધ્વનિઓની ભિન્નતા ઉચ્ચારણ વખતની મુખવિવરની અવસ્થા અને તેમના ઉદ્ભવસ્થાનને આધારે તારવી શકાય છે. તે મહાપ્રાણ છે કે મૃદુ, દીર્ઘ છે કે હ્રસ્વ; તે ઉદાત્ત છે કે અનુદાત્ત છે કે સ્વરિત છે, તેનો વિચાર કરવામાં આવે છે. આની સવિસ્તર ગવેષણા કરવાનું કામ છંદશાસ્ત્રીઓનું છે.

રૂપક એટલે ફેરબદલ દ્વારા ઇતર નામનો અધ્યારોપ – જે કાં તો વર્ગમાંથી જાતિમાં, જાતિમાંથી વર્ગમાં, જાતિમાંથી જાતિમાં, અથવા સાદૃશ્ય દ્વારા, એટલે કે પ્રમાણમાનથી, થઈ શકે છે. વર્ગમાંથી જાતિનું ઉદાહરણ – ‘ત્યાં મારું જહાજ પડેલું છે.’ આમાં ‘લંગર નાખીને પડવું’ એ ‘પડવું’ વર્ગની જાતિ છે. જાતિમાંથી વર્ગનું ઉદાહરણ – ‘ઓડિસિયસે ખરેખર દસ હજાર સત્કૃત્યો કરેલાં છે.’ આમાં દસ હજાર એ ‘મોટી સંખ્યા’ની જાતિ છે; અને અહીં તેનો પ્રયોગ સામાન્ય રીતે મોટી સંખ્યા દર્શાવવા માટે થયો છે. જાતિમાંથી જાતિમાં, જેમ કે ‘કાંસાની ધારથી પ્રાણ ખેંચી કાઢ્યા.’ અને ‘અભેદ્ય કાંસાના પાત્રથી પાણી ચીરી નાખ્યું.’ અહીં ‘ખેંચી કાઢવું’ શબ્દપ્રયોગ ‘ચીરી નાખવું’ અને ‘ચીરી નાખવું’ શબ્દપ્રયોગ ‘ખેંચી કાઢવું’ના અર્થમાં થયો છે. બંને ‘લઈ લેવું’ વર્ગની જાતિ છે. સાદૃશ્ય અથવા પ્રમાણ ત્યારે હોય છે જ્યારે બીજા શબ્દનો પહેલાની સાથે એવો સંબંધ હોય જેવો ચોથાનો ત્રીજા સાથે હોય. એવું હોય ત્યારે આપણે પછી બીજાને માટે ચોથા શબ્દનો અને ચોથાને માટે બીજાનો પ્રયોગ કરી શકીએ. કોઈ કોઈ વાર તો આપણે મૂળ શબ્દ સાથે સમ્બદ્ધ એવા શબ્દનો ઉમેરો કરીને રૂપકને વિશેષીકૃત કરીએ છીએ. માનો કે એરિસને માટે જેવી ઢાલ છે તેવો ડાયોનિસસને માટે પ્યાલો છે. એટલે પ્યાલાને ‘ડાયોનિસસની ઢાલ’ અને ઢાલને ‘એરિસનો પ્યાલો’ કહી શકાશે. અથવા તો, જીવનને જેવી વૃદ્ધાવસ્થા તેવી દિવસને સન્ધ્યા. એટલે સન્ધ્યાને ‘દિવસની વૃદ્ધાવસ્થા’ અને વૃદ્ધાવસ્થાને ‘જીવનની સન્ધ્યા’ અથવે એમ્પિડોક્લિસના શબ્દગુચ્છમાં કહીએ તો, ‘જીવનનો નમતો સૂરજ’ કહેવાશે. પ્રમાણમાન માટે કેટલાક શબ્દોને અનુરૂપ શબ્દોનું અસ્તિત્વ જ કોઈ કોઈ વાર નથી હોતું; તેમ છતાં રૂપક પ્રયોજી શકાય છે. ઉદાહરણ લેખે, બી વેરવાની ક્રિયાને વાવવું કહેવાય છે. પણ પોતાનાં કિરણો વેરવાની સૂર્યની ક્રિયા અનામી છે. છતાં આ પ્રક્રિયાનો સૂર્યની સાથે તે સંબંધ છે જે સંબંધ ‘વાવવું’નો બી સાથે છે. તેથી કવિ-ઉક્તિ ‘ઈશ્વરસજિર્ત પ્રકાશનું વાવેતર’ સંભવિત બને છે. આ પ્રકારનું રૂપક પ્રયોજવાની બીજી પણ એક રીત છે. આપણે કોઈ ઇતર સંજ્ઞાનો પ્રયોગ કરીએ અને પછી તે સંજ્ઞાનાં ઉચિત વિશેષણો પૈકી એકાદ વિશેષણ નકારીએ. જેમ કે ઢાલને ‘એરિસનો પ્યાલો’ ન કહેતાં ‘મદ્યરહિત પ્યાલો’ કહીએ.
સ્પર્શ અને સ્વર મળીને બનેલો અર્થહીન ધ્વનિ તે અક્ષર. કારણ કે અ વિનાને ગ્ર્ પણ અક્ષર છે અને અ સાથેનો મ પણ અક્ષર છે. પણ આવા વિભેદોની તપાસ કરવાનું કામ પણ છંદશાસ્ત્રીઓનું છે.
{{Poem2Close}}

{{reflist}}
અનેક ધ્વનિઓના એક સાર્થક ધ્વનિમાં થતા મિલનમાં જે સાધક કે બાધક નીવડતો નથી તે અર્થહીન ધ્વનિ-નિપાત કહેવાય છે. તે વાક્યની મધ્યમાં કે વાક્યને અંતે પણ આવી શકે છે. અથવા જેમાંનો પ્રત્યેક ધ્વનિ સાર્થક હોય તેવા કેટલાક ધ્વનિઓના સમુદાયને એક સાર્થક ધ્વનિમાં પરિણત કરવાની ક્ષમતા ધરાવતો અર્થહીન ધ્વનિ તે નિપાત, જેમ કે ‘અમ્ફિ’, ‘પેરિ’ વગેરેમાં; અથવા તો, જે ધ્વનિ વાક્યનો આદિ, અંત કે ખંડ દર્શાવતો હોય પણ વાક્યારંભે પોતે સ્વતંત્રપણે રહી શકતો ન હોય તેવો અર્થહીન ધ્વનિ તે નિપાત, જેમ કે ‘મેન્’માં ‘એ’, ‘એતોઇ’માં ‘ઇ’, ‘દે’માં ‘એ’.

{{HeaderNav2
જેનો કોઈ પણ ભાગ સ્વતંત્રપણે અર્થપૂર્ણ ન હોય અને જે કાળવાચક ન હોય તેવો સંયુક્ત અર્થપૂર્ણ ધ્વનિ તે નામ; કારણ કે યુગ્મ અથવા સમસ્ત પદોમાં તેમના ભિન્ન અવયવોનો પ્રયોગ, તેઓ જાણે કે સ્વતંત્ર રીતે સાર્થક હોય એમ માનીને, આપણે કરતા નથી. દાખલા તરીકે ‘થિયોડોરસ’માં – ‘દેવદત્ત’માં – ‘દોરસ’ અથવા ‘ભેટ’નો સ્વતંત્રપણે કોઈ અર્થ નથી.
 
ક્રિયાપદ કાળવાચક્ર સંયુક્ત સાર્થક ધ્વનિ છે. નામની જેમ આનો પણ કોઈ અવયવ સ્વતંત્રપણે સાર્થક નથી હોતો. કારણ કે ‘મનુષ્ય’ અથવા ‘શુભ્ર’માં ‘ક્યારે’નો વિચાર વ્યક્ત થતો નથી; પણ ‘તે ચાલે છે’ અથવા ‘તે ચાલી ગયો છે’માં વર્તમાન અથવા ભૂતકાળનું સૂચન થાય છે.
 
પ્રત્યય નામ અને ક્રિયાપદ બંનને લાગે છે, અને ‘ના’, ‘એ’, અથવા તેમના જેવા સંબંધો વ્યક્ત કરે છે; અથવા એકવચન કે બહુવચન દર્શાવે છે, જેમ કે ‘માણસ’ કે ‘માણસો’; અથવા વાસ્તવિક વાક્વ્યવહારમાં રીત કે સૂર વ્યક્ત કરે છે, જેમ કે પ્રશ્ન અથવા આજ્ઞા. ‘તે ગયો?’ અને ‘જા’ – આ પ્રકારના ક્રિયાગત પ્રત્યયો છે.
 
જેના થોડાક ભાગ સ્વતંત્રપણે સાર્થક હોય તેવા સંયુક્ત સાર્થક ધ્વનિને વાક્ય કે વાક્યાંશ કહે છે;આવા પ્રત્યેક સમૂહમાં ક્રિયાપદો અને નામો હોય જ એવું નથી. દાખલા તરીકે, ‘માનવીની વ્યાખ્યા’. ક્રિયાપદ વિના તે ચલાવી લઈ શકે છે. છતાં પણ તેમાં કોઈ ને કોઈ સાર્થક અવયવ હંમેશાં રહેલો હોય છે. જેમ કે ‘ચાલવામાં’ અથવા ‘ક્લીઓનનો પુત્ર, ક્લીઓન.’ વાક્ય અથવા વાક્યાંશ બે રીતે અન્વિતિ સાધી શકે છે – વસ્તુનો નિર્દેશ કરીને અથવા પરસ્પર સમ્બદ્ધ કેટલાક અંશોમાં એકત્રિત થઈને. આ રીતે ‘ઇલિયડ’ અંશોને પરસ્પર સમ્બદ્ધ રીતે એકત્રિત કરીને એક બને છે; અને ‘માનવીની વ્યાખ્યા’ નિદિર્ષ્ટ વસ્તુની એકતાને કારણે એક બને છે.
{{Poem2Close}}{{HeaderNav2
|previous = ૧૯. વિચાર અને પદરચના
|previous = ૧૯. વિચાર અને પદરચના
|next = ૨૧. કાવ્યાત્મક પદરચના
|next = ૨૧. કાવ્યાત્મક પદરચના
}}
}}

Latest revision as of 02:06, 19 October 2023

૨૦. કેટલીક ભાષાકીય વ્યાખ્યાઓ