ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ફાઉન્ટનના બસસ્ટોપ પર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 127: Line 127:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = . ફાઉન્ટનના બસસ્ટોપ પર
|previous = . માઈલોના માઈલો મારી અંદર
|next = ૧. તૃણ અને તારકો વચ્ચે
|next = ૧. તૃણ અને તારકો વચ્ચે
}}
}}

Revision as of 14:45, 9 November 2023


ફાઉન્ટનના બસસ્ટૉપ પર
નિરંજન ભગત

અહીં વહી રહી હવા મહીં અનન્ય વાસ,
એક તો લઈ જુઓ જરીક શ્વાસ!
અનન્ય કે અજાણ ડૅન્ટિને ન’તી, હતી ન પારકી,
હતો પ્રવાસ એહનોય તે (સુભાગ્યવંત!) નારકી.
અહીં ન હૉસ્પિટલ, ન સ્લૉટર હાઉસ, ને વળી નથી સ્મશાન,

તે છતાં અહીં હવા છે ઉષ્ણ, મ્લાન.
ખીલતાં અહીં ન ફૂલ,
એટલે જ તો કદીક એમનાં પ્રદર્શનો
ભરાય, એકસાથ ફાલ જ્યાં સમગ્ર વર્ષનો;
છતાંય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ,
ફૂલથી નહીં, ન શીત–લૂ થકી,
પરંતુ સ્મૉલપૉક્સ, ટાઇફૉઈડ, ફ્લૂ થકી.
ઊગ્યાં છ એમ તો અહીંય (ભૂલથી જ?) જૂજ વૃક્ષ,
વ્યર્થ? ને વિચિત્ર? ના, કદાચ એ જ એક આશ
કે હજુ થયો ન સર્વનાશ;
કિન્તુ સર્વ સંગનો સુયોગ લાધતાં વિરૂપ, રુક્ષ,
શૂન્ય મ્હેફિલો સમાં, જહીં ન ગુંજતાં વસંતના સ્વરે
વિહંગવાદકો (અહીં કશું ન મુક્ત, સૌ વસે છ ચીડિયાઘરે);

સદાય નિઃસહાય ને લજાય કિંતુ ક્યાં લપાય?
એમને મળ્યા નહીં મનુષ્ય જેમ પાય,
જો મળ્યા જ હોત, ક્યારનાં થયાં ન હોત ચાલતાં!
શિલાસિમેન્ટલોહકાચકાંકરેટ પાસ વામણાં, વિશેષ સાલતાં.
અહીં જનાવરો કરે ન આવજાવ એમ સ્પષ્ટ છે નિયમ,
અપાર એમની ભણી સહાનુભૂતિ, સ્નેહ; ઝૂ રચ્યું, રચ્યું છ મ્યુઝિયમ.

છતાં અહીં વહી રહી હવા મહીં અનન્ય વાસ!
આ હવા નથી, અગણ્ય આ નિસાસ,
જે અહીં તહીં સદા ભમે, નભે ન નિર્ગમે,
ગ્રસે વિશાલ જાલ ટ્રામના અનેક તારની, કદીય ના શમે

નિસાસ? હા, અસંખ્ય લોકના નિસાસ માત્ર,
સાથ તીવ્ર આર્તિના સ્વરો નહીં, ન ચીસ કે ન બૂમ,
જે બધું સુણ્યું હતું જ જ્યેષ્ઠ પાંડવે,
સુણાય એવું ના કશુંય આ અનન્ય તાંડવે;
અવાક વાહનોય, મૌન હ્યાં વિરાટરૂપ; શીતશાંત સર્વ ગાત્ર
ગ્રીષ્મમાંય, સ્વેદસિક્ત; અગ્નિ ના છતાંય ધૂમ!
કોણ આ અસંખ્ય લેાક નિત્ય જાય હારબંધ?
પૂડલે પડ્યો શું પ્હાણ? મક્ષિકા સહસ્ર શું ઘૂમંત ક્રોધમાં?
’થવા અલોપ અગ્રણી થતાં સદાય એહની જ શેાધમાં?
હશે શું સર્વ અંધ?
નેત્રમાં વિલાય તેજ?
એકમેકની પૂંઠે થતાં, જતાં ખભેખભા ઘસી;
છતાં ન કંપ, સ્પર્શથી ન સેતુ એકબે જ વેંત દૂર બે ઉરો રચે,
સમીપમાં જ તારઑફિસે રચાય જે ક્ષણેકમાં હજાર માઈલો વચે,

ભર્યો છ અંતરે અપાર ભેજ;
ધુમ્મસે છવાયલું, ન આંધી ના તૂફાન,
ચિત્તનું હજુય મંદ વાયુમાન.
સર્વ આ કઈ દિશા ભણી રહ્યાં ધસી?
સવેગ શી ગતિ!
તમિસ્રલોકની પ્રતિ ?
હજુ ન સૂર્ય અસ્તમાન, મંદ મંદ પશ્ચિમે શમે,
પ્રલંબ હોય છાંય સાંજને સમે,
છતાંય કોણ આ સદાય જેમની જ છાંય ના પડે?
ન સૂર્યનીય એમ તો કદીય સાંપડે!
પ્રકાશબિંબ, દર્પણે ન, પથ્થરે પડ્યું શમે, કદીય પાછું ના ફરે,

પસાર પારદર્શકે પડ્યું સળંગ આરપાર જૈ સરે.
હશે સ્વયં શું છાંય?
પ્રેત સર્વ, જેમને ન કાય?
કે પછી સદેહ કિંતુ નગ્નતા ન વસ્ત્રથી નિવારતાં,
હશે શું એટલે સદાય જે સુલભ્ય તે સ્વ-છાંય ધારતાં?
જણાય સર્વનો જુદો સ્વભાવ,
કોઈને મુખે ન ભાવ,
કોઈને ક્ષણેકમાં અનેક ભાત ભાતનો,
અભિન્ન કોઈને સદાય એક જાતનો;

અશબ્દ કિંતુ સર્વ એકમેકમાં ન ભેદ,
વારિના પ્રવાહનો છરી થકી ન શક્ય છેદ;
સોગઠાં સમાન શેતરંજનાં, સમાન ચાલ,
હો ભલે જ કોઈ શ્વેત, કોઈ લાલ.
આભથી ધરા પરે શું અભ્ર હોય ઊતર્યું,
સ્વરૂપ ગોળ લંબગોળ કૈં પ્રકારનું ક્ષણે ક્ષણે ધર્યું.
સમગ્ર આ સમૂહે શો સ્મશાનયાત્રિકો સમો સરે,
અવાજ માત્ર પાયનો, ગભીર મૌન સૌ મુખે ધરે;
રહસ્ય મૃત્યુનું ન હોય શું પિછાનતાં,
ન શોક, શબ્દ ના વિરોધનોય, મૃત્યુને પવિત્ર દુર્નિવાર માનતાં;

પરંતુ લાશ તો નથી ખભે, છતાંય લાગતું વજન,
વિદેહ કો થયું નથી સગું સ્વજન;
પરંતુ હા, સુહામણી સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી
અતીતમાં વિલુપ્ત ‘આજ’ ગૈ સરી!
સ્વયં હજુ જીવંત એ જ એક માત્ર સર્વને પ્રતીતિ,
કિંતુ જન્મ તો થયો ન વા થયોય હોય એ જ એક ભીતિ,
એટલે સદાય જન્મનું પ્રમાણપત્ર સાથે રાખતાં,
ન અન્ય કોઈ એમની કને મતા.
ન આમ તો કશુંય એકમેકમાં સમાન
તોય સર્વને ઉરે વિષાદવારુણી,
ન નીંદ, શાંતિ, હેતુ, હામ કે સ્વમાન;
જિંદગી અનંત શું કથા ન હોય કારુણી!

અધન્ય શું કદીક ક્યાંક આચર્યાં અધર્મથી?
અહીં પ્રચંડ શોકપાવકે પડ્યાં અઘોર વાસના કુકર્મથી?
સદાય યાતના દહે, સહે છ સર્વ દીન,
પાપત્રસ્ત, શાપગ્રસ્ત, સર્વ નામહીન.
કોઈનું ન નામ જાણતો,
પરંતુ એક વાત તો પ્રમાણતો :
કદીક બેપતા જહાજના મુસાફરો તણી થશે પ્રસિદ્ધ નામ-આવલિ
હશે જ એમનાંય એ વિશે — સમસ્ત દ્વીપ આ કદીક તો થશે સમુદ્રમાં બલિ;
કદીક આ વિરાટ ગ્રંથ વિશ્વનો સમાપ્ત તો થશે,
જરૂર એમનાંય નામ ‘છાપભૂલ’માં હશે.
સમગ્ર આ સમૂહ સ્વપ્નમાં લહું સરી જતો?
શું એમનું વિચારતાં હું મારું નામ વિસ્મરી જતો!
અશક્ય હ્યાં સ્મૃતિ,
અહીં નરી જ વિકૃતિ,
મને જ હું અજાણ લાગતો,
ન ખ્યાલ ને રહું પુકારતો : ‘નિરજન ઓ!’
થતો ન અર્થ, માત્ર અક્ષરો, કંઈ સ્વરો કંઈક વ્યંજનો;
સવિસ્મય પ્રતીક્ષતો, રહું જવાબ માંગતો,
ન સ્વપ્ન કે ન જાગૃતિ,
હવે રહી નહીં ધૃતિ;
સુણાય શબ્દ : ‘છે ભરો!’,
જરીક વાર ર્હૈ સુણાય : ‘દો કમી કરો!’;
અહીં થકીય બસ અનેક છૂટતી,
છતાંય ક્યૂ ન ખૂંટતી;
મને હું મૂકતો પૂંઠે, અચેત અન્ય ફૂટપાથપે ઢળી જતો,
અસંખ્ય લોકના સમૂહની (ન ચિત્તની?) ભૂતાવળે ભળી જતો.