ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ખારાઘોડા –૧ અગરિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}}
'''ખારાઘોડા – ૧'''
'''અગરિયા'''
'''નિખિલ ખારોડ'''

<poem> નથી ઊછળતા તરંગો નથી ઘૂઘવતા દરિયા અહીં નથી મુલાયમ રેતી કે નથી કિનારો. અસીમ રેતાળ ફલક પર ફફડી રહ્યાં કંતાન ઢાંક્યાં ઝૂં...") |
(No difference)

Latest revision as of 02:43, 16 November 2023
ખારાઘોડા – ૧
અગરિયા
નિખિલ ખારોડ
નથી ઊછળતા તરંગો
નથી ઘૂઘવતા દરિયા અહીં
નથી મુલાયમ રેતી કે
નથી કિનારો.
અસીમ રેતાળ ફલક પર
ફફડી રહ્યાં
કંતાન ઢાંક્યાં
ઝૂંપડાં
છૂટાંછવાયાં.
સોંસરવી ઊતરી ગઈ છે ખારાશ
ને થઈ જમા
જમીનના પેટાળમાં.
ઊંડે ઊંડે ખોદીને
ઉલેચે પાણી બધાં.
બહાર કાઢીને
કેટલુંક પીવે
કેટલુંક પાથરે
ને તડકે તપે
કાળામસ દેહો
ત્યારે બાઝે
ક્ષારની પોપટી
ચામડી પર, જમીન પર.