ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કોરો કાગળ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:05, 17 November 2023
કોરો કાગળ
લતા હિરાણી
સાવ કોરો કાગળ જોઈએ મારે
ને એમાં મારું સ્થાન
ને મારી દિશા
હું જ નક્કી કરું.
લીટીઓ દોરી આપે કોઈ
મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને
કોઈ કહે એમ ખસવાનું
એટલું જ ચડવાનું કે ઉતરવાનું
મને મંજૂર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઈશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો...