કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૫. કીડી: Difference between revisions
Jump to navigation
Jump to search
કીડી
(+1) |
(No difference)
|
Latest revision as of 16:33, 18 November 2023
ઝાડ જેવું ઝાડ
કીડીનાં જડબાં વચ્ચે
ઘેરાયેલું.
એક પછી એક મૂળ ખેંચાઈ
આવે છે બ્હાર
નદી થીજી જાય છે.
પાનમાતર ખરી પડે એકસામટા
પવન ઢગલો થઈ જાય છે.
ફળ તૂટી પડે તડાક્
સૂરજ ડૂબી જાય છે.
હવે જમીન જેવી જમીન
ઉપર અંધારું ફરી વળે
કીડી કોતર્યા કરે
સવાર સુધી
ઝાડ આળસ મરડી બેઠું થશે ફરી.