કાવ્યમંગલા/એકાંશ દે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એકાંશ દે|}} <poem> <center>(પૃથ્વી)</center> પ્રભો ! છલકતા દયા-પ્રણય શાંતિના સાગરો, અને જગ બળ્યું ઝળ્યું તહિં ઠરે, હરે, દુઃખ તું, કૃપાળુ ! સહુનાં; મને નગુણને વિસારી મુક્યો કશે? વિસર વાંક, હો તવ દય...")
 
No edit summary
Tags: Mobile edit Mobile web edit
Line 15: Line 15:


સ્ત્રજે જગત, ને વહે સકળ ભાર ભૂમિતણો,
સ્ત્રજે જગત, ને વહે સકળ ભાર ભૂમિતણો,
અને વિકળ વિશ્વનાં દુખ હરે, ઠરે વિશ્વ આ
અને વિકળ વિશ્વનાં દુખ હરે, ઠરે વિશ્વ આ {{Gap}} 10
તુંમાં, જગત સ્થાપતી, ધરતી ને ય સંહારતી  
તુંમાં, જગત સ્થાપતી, ધરતી ને ય સંહારતી  
અમેય તવ શક્તિનો મુજ ગરીબને અંશ દે.
અમેય તવ શક્તિનો મુજ ગરીબને અંશ દે.

Revision as of 15:57, 21 November 2023

એકાંશ દે
(પૃથ્વી)

પ્રભો ! છલકતા દયા-પ્રણય શાંતિના સાગરો,
અને જગ બળ્યું ઝળ્યું તહિં ઠરે, હરે, દુઃખ તું,
કૃપાળુ ! સહુનાં; મને નગુણને વિસારી મુક્યો
કશે? વિસર વાંક, હો તવ દયાથકી અંશ દે.

ઝળે રવિ શશી અને તરલ તારકોની મહા
પ્રચણ્ડ તમ વીંધતી પ્રખર પ્રાણવંતી પ્રભા,
અહો, દિશદિશાન્તરાળ નહિ તેજહીણો ય તો
મને તમસ-લીનને તવ પ્રભા ન કાં અંશ દે?

સ્ત્રજે જગત, ને વહે સકળ ભાર ભૂમિતણો,
અને વિકળ વિશ્વનાં દુખ હરે, ઠરે વિશ્વ આ 10
તુંમાં, જગત સ્થાપતી, ધરતી ને ય સંહારતી
અમેય તવ શક્તિનો મુજ ગરીબને અંશ દે.

અપાર તવ સૌમ્ય, રૂદ્ર, રમણીય વ્હેતી મીઠી
સજીવન સુધાથકી સફળ જીવવા અંશ દે.
(સપ્ટેમ્બર, ૧૯૨૬)