કાવ્યમંગલા/રણગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
Line 3: Line 3:


<poem>
<poem>
:::કોણ રે ઉઠશે, ભાઈ?
:::કોણ રે ઊઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઉઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઊઠશે, ભાઈ?
:: શંખ કરાળે, દુઃખની ત્રાડે,
:: શંખ કરાળે, દુઃખની ત્રાડે,
:: ભારત માતા આપણી ગાથા
:: ભારત માતા આપણી ગાથા
Line 14: Line 14:


[વૃન્દગાન]
[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
ભારતવીર, ભારતવીર, ૧૦
ઊઠવા અમે સૌ અધીર,
ઊઠવા અમે સૌ અધીર,
ઊઠશું અમે ભારતવીર.
ઊઠશું અમે ભારતવીર.
Line 27: Line 27:
:: ઝીલતા ઘાવ, જીતતા દાવ,
:: ઝીલતા ઘાવ, જીતતા દાવ,
::: કોણ રે ધપશે. ભાઈ?
::: કોણ રે ધપશે. ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ? ૨૦


[વૃન્દગાન]
[વૃન્દગાન]
Line 37: Line 37:
::: કોણ રે લડશે, ભાઈ?
::: કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?
::જગત કેરે યુદ્ધ અનેરે,
::જગત કેરે યુદ્ધ અનેરે,
:: ઝેર દિલોનાં, વેર દેશોનાં
:: ઝેર દિલોનાં, વેર દેશોનાં
::: વેરે, ઓ ભાઈ !
::: વેરે, ઓ ભાઈ !
:: ઝેર દેશોનાં વેરે,
:: ઝેર દેશોનાં વેરે,
:: અખૂટ બળે એકલો ભલે,
:: અખૂટ બળે એકલો ભલે, ૩૦
::: કોણ રે લડશે, ભાઈ?
::: કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?
Line 69: Line 70:
:: કેસરરંગે કાળભુજંગે,
:: કેસરરંગે કાળભુજંગે,
:: જીવન ઘોળી ખેલતો હોળી
:: જીવન ઘોળી ખેલતો હોળી
::: અંગે, ઓ ભાઈ !
::: અંગે, ઓ ભાઈ ! ૫૦
:: જીવનહોળી અંગે,
:: જીવનહોળી અંગે,
:: મુક્તિ કાજે, અમર સાજે
:: મુક્તિ કાજે, અમર સાજે

Latest revision as of 01:21, 22 November 2023

રણગીત

કોણ રે ઊઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઊઠશે, ભાઈ?
શંખ કરાળે, દુઃખની ત્રાડે,
ભારત માતા આપણી ગાથા
બોલે, ઓ ભાઈ !
ભારત આપણી બોલે,
ભૂખ મિટાવા, દુઃખ ફિટાવા
કોણ રે ઉઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઉઠશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર, ૧૦
ઊઠવા અમે સૌ અધીર,
ઊઠશું અમે ભારતવીર.

કોણ રે ધપશે, ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ?

તીર વછૂટે વેગ અખૂટે,
કૂચમાં કદમ, લેશ નહિ દમ
ખૂટે, ઓ ભાઈ !
કૂચમાં દમ ના ખૂટે,
ઝીલતા ઘાવ, જીતતા દાવ,
કોણ રે ધપશે. ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ? ૨૦

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
ધપવા અમે સૌ અધીર,
ધપશું અમે ભારતવીર.


કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?

જગત કેરે યુદ્ધ અનેરે,
ઝેર દિલોનાં, વેર દેશોનાં
વેરે, ઓ ભાઈ !
ઝેર દેશોનાં વેરે,
અખૂટ બળે એકલો ભલે, ૩૦
કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
લડવા અમે સૌ અધીર,
લડશું અમે ભારતવીર.

કોણ રે સહેશે, ભાઈ?
હો કે, કોણ રે સહેશે ભાઈ?
વેદના ભૂંડી, યાતના ઊંડી,
મૂઢ કે ખુલ્લી ચોટ અસિની
કૂડી, ઓ ભાઈ !
મૂઢી ચોટો કૂડી,
કઠણ હૈયે, કોમળ હૈયે,
કોણ રે સહેશે ભાઈ?
હો કે,કોણ રે સહેશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
સહેવા અમે સૌ અધીર,
સહેશું અમે ભારતવીર.

કોણ રે મરશે, ભાઈ?
હો કે,કોણ રે મરશે ભાઈ?
કેસરરંગે કાળભુજંગે,
જીવન ઘોળી ખેલતો હોળી
અંગે, ઓ ભાઈ ! ૫૦
જીવનહોળી અંગે,
મુક્તિ કાજે, અમર સાજે
કોણ રે મરશે, ભાઈ?
હો કે , કોણ રે મરશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
મરવા અમે સૌ અધીર,
મરશું અમે ભારતવીર.
(ફેબ્રુઆરી, ૧૯૩૦)