કાવ્યમંગલા/પગલાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પગલાં|}} <poem> દરિયાને તીર એક રેતીની ઓટલી ::: ઊંચી અટૂલી અમે બાંધી જી રે, પગલું તે એક એક પાડે મહેમાન એમ ::: રામજીની આણ અમે દીધી જી રે. પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, ::: પગલું સોના...") |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 14: | Line 14: | ||
બીજા મહેમાન તમે આવો, પવનદેવ, | બીજા મહેમાન તમે આવો, પવનદેવ, | ||
::: પગલું રૂપાનું એક પાડજો જી રે, | ::: પગલું રૂપાનું એક પાડજો જી રે, ૧૦ | ||
પગલામાં વાત લાખો પરીઓના દેશની | પગલામાં વાત લાખો પરીઓના દેશની | ||
::: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે. | ::: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે. | ||
Line 26: | Line 26: | ||
::: પગલાં તે પાડજો જાળવી જી રે, | ::: પગલાં તે પાડજો જાળવી જી રે, | ||
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી, | જોજો વિલાય ના એ પગલાંની પાંદડી, | ||
::: બાળુડે ઓટલી બનાવી જી રે. | ::: બાળુડે ઓટલી બનાવી જી રે. ૨૦ | ||
(૩૧ જુલાઈ૧૯૩૧) | (૩૧ જુલાઈ૧૯૩૧) | ||
Line 34: | Line 34: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સ્વ. શંકર | |previous = સ્વ. શંકર દત્તાત્રેય પાઠકને | ||
|next = વેરણ મીંદડી | |next = વેરણ મીંદડી | ||
}} | }} |
Latest revision as of 01:44, 23 November 2023
પગલાં
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું રૂપાનું એક પાડજો જી રે, ૧૦
પગલામાં વાત લાખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે, આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે. ૨૦
(૩૧ જુલાઈ૧૯૩૧)