કાવ્યમંગલા/ગરુડનો વિષાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગરુડનો વિષાદ|}} <poem> <center>(મિશ્રોપજાતિ)</center> નથી નથી આભ વિષે જ ઉડવું, ઊડી નથી ચક્કર દીર્ઘ ખાવાં, નથી હિમાળે શિખરે વિરાજવાં, ઊડી નથી ત્યાં કરવા શિકારો, દિગન્તરાળે નહિ કાય વીંઝવ...")
 
(પ્રૂફ)
Line 15: Line 15:
ખાતાં કયી ચીજ જ પામવાની?
ખાતાં કયી ચીજ જ પામવાની?
આઘા પડ્યા સૂરજ, ચન્દ્ર, તારા,
આઘા પડ્યા સૂરજ, ચન્દ્ર, તારા,
પાંખે ઘસાતાં અહીં અભ્ર કાળાં,
પાંખે ઘસાતાં અહીં અભ્ર કાળાં,   ૧૦
ને ઊર્ધ્વ ઊર્ધ્વે જ્યહીં અંગ ઊંચકું,
ને ઊર્ધ્વ ઊર્ધ્વે જ્યહીં અંગ ઊંચકું,
આછો થતો જાય જ પ્રાણવાયુ;
આછો થતો જાય જ પ્રાણવાયુ;
ને વિસ્તરી ત્યાં ક્ષિતિવર્તુળો રહે,
ને વિસ્તરી ત્યાં ક્ષિતિવર્તુળો રહે,
ઝાઝો ધરાનો પટ વ્યક્ત ત્યાં બને :
ઝાઝો ધરાનો પટ વ્યક્ત ત્યાં બને :
અપાર એ જંતુ –મનુષ્ય –સૃષ્ટિ,
અપાર એ જંતુ–મનુષ્ય–સૃષ્ટિ,
વધુ વધુ એ કુરુક્ષેત્ર પેખવું,
વધુ વધુ એ કુરુક્ષેત્ર પેખવું,
ને આંખનું નૂર જ વ્યર્થ ખોવું !
ને આંખનું નૂર જ વ્યર્થ ખોવું !
Line 26: Line 26:
આઘાં જ તે સર્વ પ્રકાશધામો,
આઘાં જ તે સર્વ પ્રકાશધામો,
ખાલી જ આ સર્વ દિગન્તરાળો,
ખાલી જ આ સર્વ દિગન્તરાળો,
હ્યાં પામવો ક્ષીણ જ પ્રાણવાયુ,
હ્યાં પામવો ક્ષીણ જ પ્રાણવાયુ, ૨૦
આ ચક્કરો ખાઈ અનંત વ્યોમે
આ ચક્કરો ખાઈ અનંત વ્યોમે
અંતે કયી ચીજ જ પામવાની?
અંતે કયી ચીજ જ પામવાની?

Revision as of 01:56, 24 November 2023

ગરુડનો વિષાદ
(મિશ્રોપજાતિ)


નથી નથી આભ વિષે જ ઉડવું,
ઊડી નથી ચક્કર દીર્ઘ ખાવાં,
નથી હિમાળે શિખરે વિરાજવાં,
ઊડી નથી ત્યાં કરવા શિકારો,
દિગન્તરાળે નહિ કાય વીંઝવી,
એ શૂન્ય આભે કઈ સિદ્ધિ લાધવી?

એ ચક્કર યોજન વ્યાસવાળાં
ખાતાં કયી ચીજ જ પામવાની?
આઘા પડ્યા સૂરજ, ચન્દ્ર, તારા,
પાંખે ઘસાતાં અહીં અભ્ર કાળાં, ૧૦
ને ઊર્ધ્વ ઊર્ધ્વે જ્યહીં અંગ ઊંચકું,
આછો થતો જાય જ પ્રાણવાયુ;
ને વિસ્તરી ત્યાં ક્ષિતિવર્તુળો રહે,
ઝાઝો ધરાનો પટ વ્યક્ત ત્યાં બને :
અપાર એ જંતુ–મનુષ્ય–સૃષ્ટિ,
વધુ વધુ એ કુરુક્ષેત્ર પેખવું,
ને આંખનું નૂર જ વ્યર્થ ખોવું !

આઘાં જ તે સર્વ પ્રકાશધામો,
ખાલી જ આ સર્વ દિગન્તરાળો,
હ્યાં પામવો ક્ષીણ જ પ્રાણવાયુ, ૨૦
આ ચક્કરો ખાઈ અનંત વ્યોમે
અંતે કયી ચીજ જ પામવાની?

ઊડી ઊડી ચક્કર ખાઈ અંતે
ધરાતણો અંક જ ખોળવાનો,
કો વૃક્ષનાં પર્ણ વિષે છુપાવું,
વા અદ્રિના કોક ઉત્તુંગ શૃંગે
વિરામવું : શી ધરતીની જંજીર
સદાની : માળે નિજ દેહ મૂકવી,
પાંખે દબાવી નિજ ઉગ્ર ડોકને,
આંખો પ્રતાપી પણ મીંચવાની,
પૃથ્વીથકી ભક્ષ્ય જ મેળવીને
મિટ્ટીતણી કાય ટકાવવાની.

નથી હવે આભ વિષે જ ઊડવું,
ન શૂન્યના સાગરમાંહિ ડૂબવું !

(૩૧ જુલાઈ, ૧૯૩૨)