કાવ્યમંગલા/ગરુડનો વિષાદ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગરુડનો વિષાદ|}} <poem> <center>(મિશ્રોપજાતિ)</center> નથી નથી આભ વિષે જ ઉડવું, ઊડી નથી ચક્કર દીર્ઘ ખાવાં, નથી હિમાળે શિખરે વિરાજવાં, ઊડી નથી ત્યાં કરવા શિકારો, દિગન્તરાળે નહિ કાય વીંઝવ...") |
(પ્રૂફ) |
||
Line 15: | Line 15: | ||
ખાતાં કયી ચીજ જ પામવાની? | ખાતાં કયી ચીજ જ પામવાની? | ||
આઘા પડ્યા સૂરજ, ચન્દ્ર, તારા, | આઘા પડ્યા સૂરજ, ચન્દ્ર, તારા, | ||
પાંખે ઘસાતાં અહીં અભ્ર કાળાં, | પાંખે ઘસાતાં અહીં અભ્ર કાળાં, ૧૦ | ||
ને ઊર્ધ્વ ઊર્ધ્વે જ્યહીં અંગ ઊંચકું, | ને ઊર્ધ્વ ઊર્ધ્વે જ્યહીં અંગ ઊંચકું, | ||
આછો થતો જાય જ પ્રાણવાયુ; | આછો થતો જાય જ પ્રાણવાયુ; | ||
ને વિસ્તરી ત્યાં ક્ષિતિવર્તુળો રહે, | ને વિસ્તરી ત્યાં ક્ષિતિવર્તુળો રહે, | ||
ઝાઝો ધરાનો પટ વ્યક્ત ત્યાં બને : | ઝાઝો ધરાનો પટ વ્યક્ત ત્યાં બને : | ||
અપાર એ | અપાર એ જંતુ–મનુષ્ય–સૃષ્ટિ, | ||
વધુ વધુ એ કુરુક્ષેત્ર પેખવું, | વધુ વધુ એ કુરુક્ષેત્ર પેખવું, | ||
ને આંખનું નૂર જ વ્યર્થ ખોવું ! | ને આંખનું નૂર જ વ્યર્થ ખોવું ! | ||
Line 26: | Line 26: | ||
આઘાં જ તે સર્વ પ્રકાશધામો, | આઘાં જ તે સર્વ પ્રકાશધામો, | ||
ખાલી જ આ સર્વ દિગન્તરાળો, | ખાલી જ આ સર્વ દિગન્તરાળો, | ||
હ્યાં પામવો ક્ષીણ જ પ્રાણવાયુ, | હ્યાં પામવો ક્ષીણ જ પ્રાણવાયુ, ૨૦ | ||
આ ચક્કરો ખાઈ અનંત વ્યોમે | આ ચક્કરો ખાઈ અનંત વ્યોમે | ||
અંતે કયી ચીજ જ પામવાની? | અંતે કયી ચીજ જ પામવાની? |
Revision as of 01:56, 24 November 2023
નથી નથી આભ વિષે જ ઉડવું,
ઊડી નથી ચક્કર દીર્ઘ ખાવાં,
નથી હિમાળે શિખરે વિરાજવાં,
ઊડી નથી ત્યાં કરવા શિકારો,
દિગન્તરાળે નહિ કાય વીંઝવી,
એ શૂન્ય આભે કઈ સિદ્ધિ લાધવી?
એ ચક્કર યોજન વ્યાસવાળાં
ખાતાં કયી ચીજ જ પામવાની?
આઘા પડ્યા સૂરજ, ચન્દ્ર, તારા,
પાંખે ઘસાતાં અહીં અભ્ર કાળાં, ૧૦
ને ઊર્ધ્વ ઊર્ધ્વે જ્યહીં અંગ ઊંચકું,
આછો થતો જાય જ પ્રાણવાયુ;
ને વિસ્તરી ત્યાં ક્ષિતિવર્તુળો રહે,
ઝાઝો ધરાનો પટ વ્યક્ત ત્યાં બને :
અપાર એ જંતુ–મનુષ્ય–સૃષ્ટિ,
વધુ વધુ એ કુરુક્ષેત્ર પેખવું,
ને આંખનું નૂર જ વ્યર્થ ખોવું !
આઘાં જ તે સર્વ પ્રકાશધામો,
ખાલી જ આ સર્વ દિગન્તરાળો,
હ્યાં પામવો ક્ષીણ જ પ્રાણવાયુ, ૨૦
આ ચક્કરો ખાઈ અનંત વ્યોમે
અંતે કયી ચીજ જ પામવાની?
ઊડી ઊડી ચક્કર ખાઈ અંતે
ધરાતણો અંક જ ખોળવાનો,
કો વૃક્ષનાં પર્ણ વિષે છુપાવું,
વા અદ્રિના કોક ઉત્તુંગ શૃંગે
વિરામવું : શી ધરતીની જંજીર
સદાની : માળે નિજ દેહ મૂકવી,
પાંખે દબાવી નિજ ઉગ્ર ડોકને,
આંખો પ્રતાપી પણ મીંચવાની,
પૃથ્વીથકી ભક્ષ્ય જ મેળવીને
મિટ્ટીતણી કાય ટકાવવાની.
નથી હવે આભ વિષે જ ઊડવું,
ન શૂન્યના સાગરમાંહિ ડૂબવું !
(૩૧ જુલાઈ, ૧૯૩૨)