પૂર્વાલાપ/૬૩. અપાવરણ પ્રાર્થના: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 14:31, 3 December 2023


૬૩. અપાવરણ પ્રાર્થના


અંતરની શ્રુતિ ખોલો, ઓ તાતજી!
અંતરની શ્રુતિ ખોલો!
વેદનાં વાયક બોલો, ઓ તાતજી!
વેદનાં વાયક બોલો!
“હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્ |
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે ||”

સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ બંધ જે,
ઉઘાડી આપ તું, પૂષન્! સત્યધર્મદૃગર્થ તે!
વેદનાં વાયક બોલો, ઓ તાતજી!
વેદનાં વાયક બોલો!
અંતરની શ્રુતિ કોલો, ઓ તાતજી!
અંતરની શ્રુતિ ખોલો!