પૂર્વાલાપ/૯૩. અનંત સહચારની પ્રાર્થના: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:02, 3 December 2023


૯૩. અનંત સહચારની પ્રાર્થના


[પદ]

અત્યારે અબઘડી મળીએ, પ્રિયતમે, અત્યારે
હૃદય પરસ્પર હળીએ, ઓ પ્રિયતમે, અત્યારે

લગ્ન થયાં તે આપણો પ્રભુ ઘરમાં સહબન્ધ,
સ્મરણ કરું, બોલી તહીં ‘શિરને સોંપ્યું સ્કન્ધ’! અત્યારે