દિવ્યચક્ષુ/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:26, 8 December 2023

કૃતિ-પરિચય
‘દિવ્યચક્ષુ’

દિવ્યચક્ષુ (1932) ર.વ.દેસાઈની લોકપ્રિય થયેલી ને સાહિત્યિક ગુણવત્તા પણ ધરાવતી વિશિષ્ટ નવલકથા છે. આ રસપ્રદ નવલકથા આઝાદીની લડતના દિવસોની ભૂમિકામાં હિંસા સામે અહિંસાનો, પ્રેમની તીવ્રતા સાથે જ સ્વાર્પણશીલતાનો, ધર્મનિરપેક્ષતાનો તથા અસ્પૃશ્યતા-ભાવને છોડતી માનવતાનો મહિમા કરે છે.

એમાં પાત્રોનું વૈવિધ્ય ઘણું છે : સ્વાર્થ, રૂઢિવશતા, માલિકીભાવ, હિંસા-ભાવ અને એમાંથી નીકળીને ત્યાગભાવ, ઉદારતા, અહિંસા અને પ્રેમ-સંવેદનમાં પલટાતાં પાત્રોની મોહકતા અને દૃઢતા આકષ7ક બને છે.

આ નવલના રસાળ કથાપ્રવાહમાં આજે પણ વહેવું ગમશે…

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.