સંચયન-૬૦: Difference between revisions

No edit summary |

Line 200: | Line 200: | ||
{{color|red|વાડો}}
| {{color|red|વાડો}}

{{color|Orange|~ બાબુ નાયક}} | {{color|Orange|~ બાબુ નાયક}} | ||
{{Block center|<poem>ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,
| {{Block center|<poem>ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,

Line 230: | Line 229: | ||
{{Gap|10em}}ઘર વ્હાલું... | {{Gap|10em}}ઘર વ્હાલું... | ||
{{Gap|8em}}''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</poem>}} | {{Gap|8em}}''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|પાનખર}}
| {{color|red|પાનખર}}

{{color|Orange|~ હરીન્દ્ર દવે}} | {{color|Orange|~ હરીન્દ્ર દવે}} | ||
{{Block center|<poem>હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
| {{Block center|<poem>હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,

Line 254: | Line 253: | ||
હૃદયમાં ભારભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
| હૃદયમાં ભારભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!</poem>}} | નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|થાક લાગે}}
| {{color|red|થાક લાગે}}

Line 280: | Line 281: | ||
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

{{Gap|7em}}મેળાનો મને થાક લાગે.</poem>}} | {{Gap|7em}}મેળાનો મને થાક લાગે.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|મઝધારે મુલાકાત}}
| {{color|red|મઝધારે મુલાકાત}}

Line 305: | Line 308: | ||
{{Gap|2.5em}}એનું ઢૂકડું ન હોજો પ્રભાત.</poem>}} | {{Gap|2.5em}}એનું ઢૂકડું ન હોજો પ્રભાત.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|તમે થોડુંઘણું}}
| {{color|red|તમે થોડુંઘણું}}

Line 326: | Line 330: | ||
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.</poem>}} |
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|મેણાં બોલ મા}}
| {{color|red|મેણાં બોલ મા}}

Line 349: | Line 354: | ||
{{Gap|1em}}તારે વાંકે તે વેણ ટળી જાઉં રે,
| {{Gap|1em}}તારે વાંકે તે વેણ ટળી જાઉં રે,

{{Gap|1em}}નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.</poem>}} | {{Gap|1em}}નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|કપાસનું ફૂલ}}
| {{color|red|કપાસનું ફૂલ}}

Line 370: | Line 377: | ||
{{Gap|3em}}આખું આકાશ આ અમૂલ.</poem>}} | {{Gap|3em}}આખું આકાશ આ અમૂલ.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|પિંજરામાં રહી ગઈ કાયા}}
| {{color|red|પિંજરામાં રહી ગઈ કાયા}}

Line 390: | Line 398: | ||
હતું છાનું એ છલછલ છલકાય છે
| હતું છાનું એ છલછલ છલકાય છે

{{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.</poem>}} | {{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|ઝેરનો કટોરો}}
| {{color|red|ઝેરનો કટોરો}}

Line 410: | Line 420: | ||
કાંઠે તો બેઠું રહેવાય નહીં લેવા દ્યો
| કાંઠે તો બેઠું રહેવાય નહીં લેવા દ્યો

{{Gap|4em}}આગના નવાણમાં ઝબોળો.</poem>}} | {{Gap|4em}}આગના નવાણમાં ઝબોળો.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
[[File:Harindra-Dave.jpg|200px]] | [[File:Harindra-Dave.jpg|200px]] | ||
Line 433: | Line 445: | ||
{{right|''{{Gap}}(‘ચાલ, વરસાદની મોસમ છે’ - માંથી)''}}</poem>}} | {{right|''{{Gap}}(‘ચાલ, વરસાદની મોસમ છે’ - માંથી)''}}</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|red|ગઝલ}}
| {{color|red|ગઝલ}}

Revision as of 03:03, 1 January 2024
અનુક્રમ
સંચયનઃ બીજો તબક્કો: અંક - ર: ડિસેમ્બર - ૨૦૨૩
- સમ્પાદકીય
- ગ્રંથાવલોકન માટે જગા છે ખરી? ~ કિશોર વ્યાસ
- કવિતા
- વાડ વગરના વેલા ~ બાબુ નાયક
- વાડો ~ બાબુ નાયક
- પાનખર ~ હરીન્દ્ર દવે
- થાક લાગે ~ હરીન્દ્ર દવે
- મઝધારે મુલાકાત ~ હરીન્દ્ર દવે
- તમે થોડુંઘણું ~ હરીન્દ્ર દવે
- મેણાં બોલ મા ~ હરીન્દ્ર દવે
- કપાસનું ફૂલ ~ હરીન્દ્ર દવે
- પિંજરામાં રહી ગઈ કાયા ~ હરીન્દ્ર દવે
- ઝેરનો કટોરો ~ હરીન્દ્ર દવે
- તમે યાદ આવ્યાં ~ હરીન્દ્ર દવે
- ગઝલ ~ હર્ષદ સોલંકી
- વાર્તા
- મિસ યુ રાહુલ ~ કોશા રાવલ
- નિબંધ
- ત્રિકાલ ~ દિગીશ મહેતા
- સાહિત્ય જગત
સર્જકતા... ~ પ્રમોદકુમાર પટેલ ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી? ~ જયંત કોઠારી
- કલા જગત
ગીવ પટેલ સાથે જે. સ્વામીનાથનની વાતચીત ~ અનુવાદ/સંકલન: કનુ પટેલ
પ્રારંભિક
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
અંક - ર : ડિસેમ્બર ૨૦૨૩
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : જે. સ્વામીનાથન
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
JAGDISH SWAMINATHAN (1928-1994)
Untitled (Bird, Tree and Mountain Series)
signed and dated ‘J. Swaminathan ‘86’ (on the reverse)
oil on canvas
45 ¾ x 31 ¾ in. (116.2 x 80.6 cm.)
Painted in 1986
અનુક્રમ
ચયનઃ બીજો તબક્કો: અંક - ર: ડિસેમ્બર - ૨૦૨૩
- સમ્પાદકીય
- ગ્રંથાવલોકન માટે જગા છે ખરી? ~ કિશોર વ્યાસ
- કવિતા
- વાડ વગરના વેલા ~ બાબુ નાયક
- વાડો ~ બાબુ નાયક
- પાનખર ~ હરીન્દ્ર દવે
- થાક લાગે ~ હરીન્દ્ર દવે
- મઝધારે મુલાકાત ~ હરીન્દ્ર દવે
- તમે થોડુંઘણું ~ હરીન્દ્ર દવે
- મેણાં બોલ મા ~ હરીન્દ્ર દવે
- કપાસનું ફૂલ ~ હરીન્દ્ર દવે
- પિંજરામાં રહી ગઈ કાયા ~ હરીન્દ્ર દવે
- ઝેરનો કટોરો ~ હરીન્દ્ર દવે
- તમે યાદ આવ્યાં ~ હરીન્દ્ર દવે
- ગઝલ ~ હર્ષદ સોલંકી
- વાર્તા
- મિસ યુ રાહુલ ~ કોશા રાવલ
- નિબંધ
- ત્રિકાલ ~ દિગીશ મહેતા
- સાહિત્ય જગત
સર્જકતા... ~ પ્રમોદકુમાર પટેલ ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી? ~ જયંત કોઠારી
- કલા જગત
ગીવ પટેલ સાથે જે. સ્વામીનાથનની વાતચીત ~ અનુવાદ/સંકલન: કનુ પટેલ
સમ્પાદકીય
ગ્રંથાવલોકન માટે જગા છે ખરી?
‘જ્યાં સુધી પુસ્તક પરીક્ષાનું ઈલાયદું ચોપાનિયું ન નીકળે ત્યાં સુધી વિવેચન માટે વિલંબ ન થાય એવી અધિપતિમાત્રને હું અરજ કરું છું.’ (શેઠ વલ્લભદાસ પોપટ, વિજ્ઞાન વિલાસ, નવે-ડિસે, ૧૮૮૨) ગુજરાતી ભાષામાં જ નહીં, કોઈપણ ભાષામાં ગ્રંથાવલોકનનો ભારે મહિમા છે કેમકે તાજેતરનાં પ્રકાશનો સાહિત્યની ગતિવિધિનો એક આલેખ પૂરો પાડતાં હોય છે. પ્રકાશનની જાણકારી સાથે એ ઉત્તમ પુસ્તકોની તારવણી કરી આપતાં હોય છે. કવિતા, વિવેચન અને સંશોધનનાં પુસ્તકોને બદલે ચરિત્રાત્મક કે પ્રેરણા આપનારાં પુસ્તકો શાને આટલાં વધી રહ્યાં છે એ વાત પ્રકાશિત થયેલી આ સમક્ષાઓ પરથી આપણે તરત જાણી શકીએ છીએ. સાહિત્યજગતમાં સ્થિર થયેલા પ્રથિતયશ સર્જકનો નવો સંગ્રહ હોય કે કોઈ નવો આશાસ્પદ અવાજ હોય, એના લખાણમાં કશુંક ટકી શકે એવું છે કે કેમ એ સર્જનને યથાયોગ્ય માણનારો સમીક્ષક આપણને ચીંધી બતાવતો હોય છે. સમીક્ષાના આવા લાભ વિશે પૂર્વે જે કહેવાયું છે એ ઢગલાબંધ ને બેસૂમાર છે. કેટલાંક સામયિકોએ એકથી વધુવાર ગ્રંથાવલોકન વિશેષાંકો કરીને આનું મહત્ત્વ સ્થાપિત કરેલું છે. ગ્રંથ અને પ્રત્યક્ષને આપણે ગ્રંથાવલોકનોનાં ઉત્તમ સામયિક તરીકે સ્મરણમાં લાવીએ છીએ પરંતુ હવે એ સામયિકો નથી ત્યારે શું? આપણે તરત એમ કહીશું કે સમકાલીન સામયિકોની એ ફરજ બને છે કે એમણે આવી ગ્રંથસમીક્ષાઓ પ્રગટ કરવી. આવાં સામાયિકોમાં ગ્રંથાવલોકન કેન્દ્રમાં નથી. અન્ય સામગ્રી પણ છાપવાનો દાબ હોવાથી તેઓ પૂરતા પ્રમાણમાં સમીક્ષાઓ પ્રગટ કરી શકતાં નથી અને ક્યારેક તો આવી સમીક્ષાઓ મેળવવાની ઉદાસીન સ્થિતિને કારણે એવી સમીક્ષાઓ પ્રગટ કરવાની જ રહી જાય છે જે થવી જોઈતી હતી. કહે છે કે ગુજરાતી ભાષામાં દર વર્ષે લગભગ પાંચસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થાય છે! એમાંના પંદર-પચીસ પુસ્તકોની વર્ષમાં સમીક્ષાઓ પ્રગટ કરનારાં સામાયિકો કેટલાં છે? જાણે આપણને આવા પ્રતિભાવ આપવાની દરકાર જ નથી અને એ કારણે અત્યંત મહત્ત્વની રચનાઓ વિશે એકાદ સમીક્ષા લેખ પણ જો પ્રગટ થાય છે તો આનંદ થાય કે ચાલો, કોઈની નજર તો સાવધાનપણે ફરી રહી છે. એક વર્ષનાં મહત્ત્વનાં પુસ્તકોની યાદી કોઈ કરે અને એમાંનાં એવાં કેટલાંક પુસ્તકોની નોંધ તૈયાર કરે કેજેની સમીક્ષા થવા પામી હોય તો એ ચિત્ર આપણને ઘણું પ્રક્ષોભ કરનારું નિવડે એમ છે. શિરીષ પંચાલ એક જગાએ કહે છે કે, ‘જો કોઈ સમીક્ષા લખી આપતું ન હોય તો સંપાદકે જાતે સમીક્ષા લખવાની તૈયારી દાખવવી પડે!’ ભાગ્યે જ કોઈને યાદ હશે કે કોઈ સંપાદકે આજકાલમાં આવી સમીક્ષાઓ લખી આપી હોય. સરવાળે સામયિકોમાં એક-બે સમીક્ષાઓથી આપણે સંતોષ પ્રાપ્ત કર્યા કરીએ છીએ. ગુજરાતમિત્ર કે દિવ્યભાસ્કર જેવાં અખબારો દર સપ્તાહે પ્રકાશિત પુસ્તકોની કમ સે કમ જે નોંધ લે છે એ આપણને આશ્વસ્ત કરે. આ બાબતે સંપાદકોની એક દલીલ એવી છે કે અમને પુસ્તકોની અભ્યાસપ્રદ સમીક્ષા કરનાર મળતા નથી. આ દલીલમાં પણ વજૂદ છે. સારગ્રહી કે ગોળગોળ સમીક્ષાથી આપણું દળદર ફીટે એમ નથી. વળી, ઝીણું કાંતનાર, લાગ્યું એવું લખવાની ટેવ ધરાવતા સમીક્ષકો જ આપણે ત્યાં કેટલા છે? લેખકને પોતાને અનુકૂળ પ્રતિભાવ સ્વીકારવાની ઘણી હોંશ હોય છે પરંતુ જરા સરખી ટીકા ખમી ખાવાનું કૌવત કેળવાયું ન હોવાથી સમીક્ષક જાણે દુશ્મન બની બેસે છે! આવા સમયે મેઘાણીએ નાથાલાલ દવેને પુસ્તક સમીક્ષામાં દોષ બતાવવામાં આવે ને તે ન ગમે તો એનો ઉપાય દર્શાવતાં કહ્યું હતું કે, ‘એવો દોષ ગમાડવાની લેખકે ધીરે ધીરે ટેવ પાડવી જોઈએ.’ તેઓ આગળ કહે છે કે ‘I Review the book, and not its man.’(હું પુસ્તકનું અવલોકન કરું છું. લેખકનું નહીં.) સમીક્ષાના આવા અનેક પ્રશ્નોની વચ્ચેથી માર્ગ શોધીને આપણે નવાં નવાં ઉત્તમ પુસ્તકોની સમીક્ષાને હાથમાં લઈએ તો સાહિત્યમાં વખતોવખત ચેતન પ્રસરતું રહે...
કિશોર વ્યાસ
પ્રો. મધુસૂદન કાપડિયા કારકિર્દીના પ્રારંભે મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક હતા. વધુ અભ્યાસ માટે તેેઓ USA ગયા ને ત્યાં સ્થાયી થયા. ‘ગુજરાતી લીટરરી અકાદમી નોર્થ અમેરિકા’ - ના સ્થાપક સભ્યોમાંના અગ્રણી સભ્ય એવા પ્રો. કાપડિયા અકાદમીના અધ્યક્ષ પણ રહેલા. અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ વડે અમેરિકાવાસી ગુજરાતી સાહિત્ય રસિકોનાં રસરુચિ ઘડવામાં એમનું વિશેષ યોગદાન હતું. ઊંડા અભ્યાસી, નિર્મમ વિવેચક એવા પ્રો. કાપડિયાના બે વિવેચનગ્રંથો પણ માર્ગદર્શક બન્યા છે. ‘એકત્ર ફાઉન્ડેશન' સાથે જોડાઈને એ અર્વાચીન ગુજરાતી કાવ્ય સંપદાનું સંપાદન કરી રહ્યા હતા. ૮૬ વર્ષની વયે ઓક્ટોબર, ૨૦૨૩માં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. એકત્ર ફાઉન્ડેશન પરિવાર એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે. |
કવિતા
વાડ વગરના વેલા
~ બાબુ નાયક
આ તો વાડ વગરના વેલા
નહીં ઓથ, આધાર ન કોઈ, ઉખરમાં ઊછરેલાં.
આ તો વાડ વગરના વેલા...
કો પંખીની ચરક પડી શું, પવન ચડી પટકાણા,
ક્યાં ફાલ્યા, ક્યાં ફૂલ્યા પાછા ઘરતીમાં ધરબાણા.
નડીં ખેડ નહીં ખાતર-પાણી, ફોરાંએ ફણગેલા.
આ તો વાડ વગરના વેલા...
બે પાંદડીઓ ફૂટી ત્યાં તો જગ જોવામાં રાજી,
આજકાલ કરતાં તો એને ઝાઝી કૂંપળ બાઝી.
હરિયાળા ને હરખપદુડા, ઝાકળમાં ઝળકેલા.
આ તો વાડ વગરના વેલા...
ઝડી, ઝાળ, ઝંઝાવાતોમાં, રામ ભરોસે રેઢા,
પથ્થરમાં પથરાતા એવા પાળ નહીં કૈ શેઢા,
તુંબડિયાં ઝંખે એ રસને, તંબૂરથી ટપકેલાં.
આ તો વાડ વગરના વેલા...
ના કોઈ ધરમ-કરમ કે ના કોઈ ભેદ-ભરમની,
ના હો વાણી અવળ-સવળ ના હોયે અગમ-નિગમની.
છેડો એવા સૂર, શબદ જે સ્હેજ મહીં સમજેલા.
આ તો વાડ વગરના વેલા...
(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)
વાડો
~ બાબુ નાયક
ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,
ઘરનાં નાનાં-મોટાં કામો કરતાં આખો દા’ડો.
ઘર વ્હાલું...
મસ્તીનું મેદાન મોકળું, ઘરને લેતા માથે,
લેશનથી પરવારી પાછાં, રમતાં ભેરું સાથે.
કુસ્તી ને કસરતનો જાણે મલનો હોય અખાડો
ઘર વ્હાલું...
ઠીબ તાપણે, ઓળા ભડથું, પોંક શેકતાં ફોફાં,
વનભોજનનો લ્હાવો લેતાં, ગોળથી ભર્યાં ગલોફાં
કોઈને ના કૈં અણગમતું કે અમથો ન્હોય દેખાડો
ઘર વ્હાલું...
ખાંડણિયું, રાંધણિયું એમાં, પાણિયારું પરસાળે,
સાંગા માંચી, ખાટ, માંચડો, ઝૂલો લટકે ડાળે,
નાતાં, ધોતાં નાવણિયા પર મૂકી ખાટલો આડો.
ઘર વ્હાલું...
દૂધી, ગલકાં, તૂરિયાં, વાલોળ, કાળંગડીના વેલા,
ક્યારીમાં ગલગોટા ગુંજે, લીલવણ હોય લચેલાં.
પારસ જાંબુ, આંબો કલમી, ફળનાં જબરાં ઝાડો
ઘર વ્હાલું...
પંખી માળે, ઢોર ગમાણે, ગલૂડિયાં પણ બોડે,
આ સઘળો પરિવાર અમારો સુખદુઃખમાં સૌ જોડે.
વ્હાલા જણની વધામણીના વાવડ દેતો હાડો
ઘર વ્હાલું...
અભ્યાગતના હોય ઉતારા, આંધણ અહીં ઓરાતાં,
ઉત્સવ ને અવસર બધાયે, હળીમળીને થાતા
વાડાનું વડપણ પણ એવું રજવટનો રજવાડો.
ઘર વ્હાલું...
(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)
પાનખર
~ હરીન્દ્ર દવે
હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
વિલુપ્ત ગુંજનો થતાં
રહ્યાં પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ
મહેકતા પરાગના;
છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
હવે બિડાય લોચનો
રહેલ નિર્નિમેષ જે,
રાત અંધકારથી જ
રંગમંચને સજે,
હૃદયમાં ભારભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
થાક લાગે
~ હરીન્દ્ર દવે
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયારાની પ્રાણભરી લ્હેરી?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું, અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
એના પાવાનો સૂર ક્યાં હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
મઝધારે મુલાકાત
~ હરીન્દ્ર દવે
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલ્યમાં,
ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એને ઢૂંકડું ન હોજો પ્રભાત.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
તમે થોડુંઘણું
~ હરીન્દ્ર દવે
તમે થોડુંઘણું સમજો તો સારું
કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું?
ધારી ધારીને તમે બોલ્યા બે વેણ
એની અણધારી ચોટ ઉરે લાગી;
જેનાં શમણાંમાં મીઠી નીંદર માણી’તી
એની ભ્રમણામાં રાતભરી જાગી;
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
આપણી તે મેડીએ આપણ બે એકલાં
ને ફાવે તેવી તે રીત મળજો,
મોટાં-નાનાંમાં મારે નીચોજોણું છે
રહો અળગા, ને વાટ ના આંતરજો;
મોટા ઘરની હું નાની વહુવારુ
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
મેણાં બોલ મા
~ હરીન્દ્ર દવે
ઊંચા આભના પછાડથી હું ના ડરું રે,
તારાં નેણથી સરું તો મરી જાઉં રે,
નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
ઊંડી નદિયુંના ઘોડલાપૂરે તરું રે,
તારી ઝળહળ આંખ્યુંમાં વહી જઉં રે,
નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
ઊની આગનીય સાથ હું હરુંફરું રે,
તારા એક રે નિહાકે બળી જાઉં રે.
નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
ઘોળ્યા વખના કટોરાને જીરવું રે,
તારો નેહ ના મળે તો ઢળી જઉં રે,
નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
લોક ઝાઝું બોલે જરા અડે નહીં રે,
તારે વાંકે તે વેણ ટળી જાઉં રે,
નાવલિયા, ગળતી રાતે તું મેણાં બોલ મા.
કપાસનું ફૂલ
~ હરીન્દ્ર દવે
મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ.
નેહથી મેં ઝાઝી વાત માંડી તો વળતામાં
આંખનો ઈશારો એણે કીધો,
ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં, વ્હાલાએ એક
ફોરમનો પ્યાલો પાઈ, પીધો;
લાખેણી જીદ મારી ચાલી ના,
એક એના
સ્મિતમાં સો વાત થૈ કબૂલ.
સપનું મેં રાતભરી જોયું ને એણે એક
મીટ નહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી’તી એણે લીધું
હાથમાં સુકાન, બેડો પાર;
એક રે સિતારો મેં માગ્યો’તો આપ્યું એણે
આખું આકાશ આ અમૂલ.
પિંજરામાં રહી ગઈ કાયા
~ હરીન્દ્ર દવે
કોઈ આઘે આઘેથી વેણુ વાય છે
રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.
લાલ લાલ આંખડીથી સાસુ જુએ છે
હોઠ મરડીને નણદી પગ પછાડે,
લ્હેરિયે ચડેલ મારાં લોચનિયાં જોઈ
ઊભો નાવલિયો બારણાંની આડે;
ઘેરા ઘેનની કટોરી કોઈ પાય છે
રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.
એક એ દુવાર બંધ કીધું તો
કેટલાયે મારગ આ આંખમાં સમાયા,
ધૂપ થઈ ઊડી હું ચાલી, સાંભળો,
હવે પિંજરામાં રહી ગઈ કાયા;
હતું છાનું એ છલછલ છલકાય છે
રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.
ઝેરનો કટોરો
~ હરીન્દ્ર દવે
હવે જીરવશું ઝેરનો કટોરો,
રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.
અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી
પીવામાં ખ્યાલ કંઈક કરીએ,
પીને હરિને અહીં ભજવા કે ઠેલીને
વૈકુંઠે હેતે વિચરીએ;
વિષના પ્યાલાથી નીલ જાગે લકીર
અને અમરતથી કંઠ રહે કોરો.
રૂંવેરૂવે તે નવી ચેતનની વલ્હેરખી
ને ચિત્ત રે ચડ્યું છે ચકરાવે,
પીવા દો ભરી ભરી ઝેરના પિયાલા
મને એનોયે કેફ ઓર આવે;
કાંઠે તો બેઠું રહેવાય નહીં લેવા દ્યો
આગના નવાણમાં ઝબોળો.
તમે યાદ આવ્યાં
~ હરીન્દ્ર દવે
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં.,
જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા.
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
(‘ચાલ, વરસાદની મોસમ છે’ - માંથી)
ગઝલ
~ હર્ષદ સોલંકી
કોઈ મારું નામ પાડો; કોઈ બોલાવો મને!
બારણું છું; એય પાછું બંધ, ખખડાવો મને!
સાત મૃત્યુ-સાત જન્મો બાદ પણ તરસ્યો જ છું,
કંઈક ખોબામાં ભરી લાવો ને પિવડાવો મને!
કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ,
છું પુરાતન કાળનું ખંડેર-ખોદાવો મને!
અર્થ પણ ભૂલી ગયો છું હું અડકવાનો હવે,
ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને!
ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે,
ને પછી એમાં જ રંગેચંગે પધરાવો મને!
જે સમજની બા'ર છે એ તો બધું સમજી ગયો,
જે સરળથી પણ સરળ છે એ જ સમજાવો મને!
ઊંબરે લાવી મને મૂકો; વખત છે સાંજનો,
વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને!
(‘મુખપોથી’: નવે. ર૦ર૩)