ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સમુદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 17:20, 2 January 2024
સમુદ્ર
સિતાંશુ યશશ્ચંદ્ર
દેવો અને દાનવોએ સરળ કરી
નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનળના પ્રકાશમાં પાણી
જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી
ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ
છે.
સાગરને તળિયેથી જ્યારે હું
બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા
ન હોય.
હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી
આંખોમાં.