ઉપજાતિ/ઉપકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉપકાર| સુરેશ જોષી}} <poem> ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો જો બીડ...")
(No difference)

Revision as of 05:37, 3 July 2021


ઉપકાર

સુરેશ જોષી

ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો
જો બીડવા ચાહતી હોય ભાર તો
કરી શકું એ ઉપકાર આજે,
જરૂર હું કેવળ તારી કાજે.
કાં કે ઉરે આ હમણાંનું મારે
કો દર્દ એવું ગયું પેસી ભારે
કે ભાર મારો મુજને જ મારે!

એ ભારથી પાંપણને બીડી દઉં?
ને સ્વપ્નમાં ક્હે રમતી કરી દઉં?