સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/ખોવાઈ ગયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલ : અફસોસ,...")
 
(No difference)

Latest revision as of 05:57, 27 May 2021

જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલ :
અફસોસ, તમારી ધાંધલમાં એક સપનું મુજ ખોવાઈ ગયું!...
અમૃત તો હાથે ન્હોતું ચઢયું, પણ નીર હતું નિર્મળ થોડું :
દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું!...
હું પૂછું : પુષ્પો પથ્થરમાં એકાએક શેં પલટાઈ ગયાં,
ને અબીલગુલાબ તણું અર્ચન શેં પંકે ઝબકોળાઈ ગયું!