ઉપજાતિ/ખગોળનું અન્તર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ખગોળનું અન્તર| સુરેશ જોષી}} <poem> ક્યારે ન જાણું હળવેથી ગાડી ચ...")
(No difference)

Revision as of 05:52, 3 July 2021


ખગોળનું અન્તર

સુરેશ જોષી

ક્યારે ન જાણું હળવેથી ગાડી
ચાલી અને અંગુલીઓ ગુંથેલી
આ આપણી બંધ થતાં શિથિલ
ધીમે સરી દૂર થતી ગઈ અને
રહી ગઈ સ્પર્શની માત્ર યાદ!

શો ઘૂઘવ્યો સાગર દૂરતાનો,
ડૂબ્યા મિનારા; અહ ક્યાં કિનારો!
ભૂગોળનું અન્તર સ્હેજમાં તો
ખગોળનું અન્તર રે બની ગયું