ઉપજાતિ/બ્લ્યુ પ્રિન્ટ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બ્લ્યુ પ્રિન્ટ| સુરેશ જોષી}} <poem> ફૂલેલ ભૂરું શબ બ્હાર કાઢ્ય...")
(No difference)

Revision as of 06:12, 3 July 2021


બ્લ્યુ પ્રિન્ટ

સુરેશ જોષી

ફૂલેલ ભૂરું શબ બ્હાર કાઢ્યું;
ટોળું ત્યહીં લોકનું ઊભરાયું.
‘બેકાર કો, ભૂખથી મુક્તિ મેળવી,
જડી ગઈ આખર જુક્તિ કેવી!’
એ દેહ ભૂરો નિરખી મને થયું:
બ્લ્યુ પ્રિન્ટ આ આવતી કાલની શું?