ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ/વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીને શાપ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|હયગ્રીવ કથા}}
{{Heading|વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીને શાપ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીને શાપ

એક વેળા રેવંત નામનો રૂપવાન, કાંતિપૂર્ણ, સૂર્યપુત્ર મનોહર ઉચ્ચૈ:શ્રવા પર બેસી વિષ્ણુના ધામ વૈકુંઠમાં ભગવાનનાં દર્શન કરવા ગયો. ત્યારે લક્ષ્મીએ તેને જોયો. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈને અને દિવ્ય અશ્વને જોઈ તેના રૂપથી ચકિત થઈને ત્યાં ઊભાં રહ્યાં. વિષ્ણુ ભગવાને પણ અશ્વારૂઢ સૂર્યપુત્રને જોઈ લક્ષ્મીને પ્રેમથી પૂછ્યું, ‘હે સુંદરી, અશ્વારૂઢ અને કામદેવ જેવો રૂપવાન આ કયો પુરુષ અહીં આવે છે?’ લક્ષ્મી તે વેળા અશ્વને જ જોતાં રહેલાં એટલે વારંવાર પૂછવા છતાં કશું બોલ્યા નહીં એટલે વિષ્ણુ ભગવાને કહ્યું, ‘અશ્વને જોઈ મોહ પામેલી તું બોલતી જ નથી, તું બધે જ રમે છે એટલે રમા નામથી વિખ્યાત થઈશ અને ખૂબ જ ચંચળ હોવાથી ‘ચલા’ નામથી જાણીતી થઈશ. જેમ કોઈ સામાન્ય સ્ત્રી ચંચળ હોય તેમ તું પણ સ્થિર નહીં રહે. તું મારી પાસે ઊભી છે અને અશ્વને જોઈ મોહ પામી છે એટલે તું મનુષ્યલોકમાં અશ્વિની થઈ જા.’ આમ વિષ્ણુ ભગવાને લક્ષ્મીને શાપ આપ્યો. લક્ષ્મી દુઃખી થઈ ગયાં, ‘મારો નાનકડો અપરાધ અને તેની આવડી મોટી સજા! મેં તમારો આવો ક્રોધ કદી અનુભવ્યો નથી. તમારો અવિનાશી પ્રેમ ક્યાં ગયો? વજ્રનો ઘા શત્રુ ઉપર થાય, પ્રિયજન ઉપર ન થાય, હું તો વરદાનપાત્ર તો આવો શાપ કેમ? આજે હું તમારી આગળ જ પ્રાણત્યાગ કરીશ. તમારા વિરહમાં હું જીવું કેવી રીતે? તમે કૃપા કરો. હું આ શાપમાંથી મુક્ત થઈને તમારી પાસે ક્યારે આવીશ?’