સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/હજુ વરસાદભીની...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે, રહેમત છે ખુદાની: જીવતો છું, તુ...") |
(No difference)
|
Latest revision as of 06:09, 27 May 2021
હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે,
રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે!
ગમે બુઢ્ઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો
શરદની ચાંદની, ને દિલતણું ઝૂરવું ગમે છે!