પરકીયા/ગ્રહ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગ્રહ| સુરેશ જોષી}} <poem> ત્યાં ચન્દ્રમાં જળની શિલાઓ છે? ત્યાં...") |
(No difference)
|
Revision as of 08:50, 3 July 2021
ગ્રહ
સુરેશ જોષી
ત્યાં ચન્દ્રમાં જળની શિલાઓ છે?
ત્યાં સોનાનું જળ છે?
ત્યાં પાનખરનો રંગ કેવો છે?
દિવસો ત્યાં એકબીજામાં ગૂંચવાઈને
કેશના ગુચ્છા થઈને ઊખળી જાય છે?
પૃથ્વી પરનું ત્યાં શું શું જઈ પડે છે?–
છાપાં, શરાબ, હાથ, મૃત શરીરો?
ડૂબી ગયેલાઓ ત્યાં જઈને જીવે છે?