કમલ વોરાનાં કાવ્યો/17 એક વૃદ્ધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:13, 7 February 2024

એક વૃદ્ધ

એક વૃદ્ધ
ખિસ્સામાં મુઠ્ઠીભર આગિયા સંઘરી રાખે છે
અંધારુંં ઊતરે
ઘેરાય
ત્યારે એમાંથી બે-ચાર કાઢી
મુઠ્ઠીમાં પકડી રાખે છે
પછી આંગળી-અંગૂઠાથી કાણું કરી
ઝગઝગતા આગિયાને
ઝાંખુંપાંખું જોઈ રહે છે
આકાશનું દર્શન થઈ જાય એટલે
હળવેકથી આંગળીઓ ઉઘાડી
એકેક તારાને
અંધારામાં ઉડાડી દે છે